SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ - પિડષી કળા] ચુડાસમા વંશનો ઇતિહાસ ગીરનાર ૮૦ માઈલ દૂર રહ્યો, ત્યારે મહમદે પિતાના કાકા તુઘલુખખાનને મેહબીલા કરીને બહારની જગ્યા છે. તે રોકી લેવાને માટે ૧૦૦૦ માણસો સાથે અગાઉથી મોકલ્યો. એ જગ્યાએ રજપુતેનો પહેરો હતો. ત્યાં જઈ તેણે ઓચિંતો છાપો મારી કતલ કર્યા. રા' માંડલિકને તે ખબર થતાં તેણે ડુંગરી કિલ્લા ઉપરથી નીચે આવી તુઘલખખાન ઉપર હુમલે કર્યો અને તેને નસાડી મુકવાની તૈયારીમાં હતો તેવામાં, મહમદશાહ પિતાના મેટા લશ્કર સાથે ત્યાં આવી પહોંચ્યો. એ મહાન યુદ્ધમાં રા” માંડલિક સખ્ત ઘવાયો. મહમદ આસપાસના પ્રદેશમાં ટાળીઓ એકલી જબરી લુંટ કરી લશ્કરને વહેંચી આપી. પછી ઘેર નાખવા તૈયારી કરી પણ કેટલીક મુસીબત આવતાં કેટલુંક જવાહર અને રોકડ રકમની ભેટ લઈ રા” શરણે આવે તેવી શરતે લડાઈ બંધ રાખી. શરત પ્રમાણે રાહે આપેલું જવાહર લઈ તે પાછો ગયે. (ઈ.સં. ૧૪૬૭) - નાગબાઇ વિષેની હકિકત–જુનાગઢ સ્ટેટના વડાલ તાબાનું વડાલથી બાર માઈલ દક્ષિણે એક દાત્રાણા નામનું ગામ છે. ત્યાં હરજેશ દામા નામના ગઢવિ (ચારણ) રહે હતા. તેને કાંઈ સંતાન નહતું. પરતું હીરાગર બાવાજીની કપાએ તેને ઘેર નાગબાઈ નામની કન્યા અવતરી. તે કન્યા નાગબાઈના લગ્ન રાવસૂર ભાર સાખે ગેરવીયાળા નામના ચારણ સાથે કર્યા હતાં. તેનાથી તેને નાગાજણ નામનો પુત્ર થયો હતો તે નાગાજણની સ્ત્રીનું નામ મીણબાઈ હતું. એ નાગબાઈ (દેવી) ની પુત્રવધુ મીણબાઈની ખુબસુરતીના વખાણું રા” માંડલિક પાસે તેના હલકા પાસવાનોએ કરવાથી. તે મીણુયાગામે તેનો નેસ હતો ત્યાં કેટલાએક ઘડાઓ સાથે ગયો. રા' આવે છે તેવી ખબર નેહમાં થતાં ચારણો હરખાયા. અનાદિ કાળથી “ચારણ અને રાજપૂતોને છોરૂ માવતરનો સંબંધ છે” તે યોગે ચારણ કન્યાઓ કુમકુમ ચોખાના થાળ લઈ ગીત ગાતી ગાતી વઘાવા ચાલી. સાથે નેહના અગ્રેસર મહાદેવી નાગબાઈ૫ણ હતાં તેના કહેવાથી તેની પુત્રવધુમીણબાઈ રા'ને ચાંદલે કરવા સન્મુખ ચાલી. પાસવાને તેને ઓળખાવતાં (તે જે વધાવી મીઠડાં લીએ તો ધર્મની બહેન ગણાય, માટે) રા માંડલિક એકબાજુ ફરી ઉભો. તેથી તે તરફ મીણબાઈ ગયાં ત્યારે બીજી બાજુ તરફ રા” ફરી ગયો તેથી નાગબાઇને મીણબાઈએ કહ્યું કે “કુછ ભણે રા” તે ફરતો છે.” નાગબાઈ કહે રાજા છે, તે દિશામાં ઉભા રહી વધાવવાનું મુહૂર્ત નહિં આવતું હોય, માટે બીજી દિશાએ મુખરાખી વધાવો. તેથી મીણબાઈ ચારેય દિશાએ ફર્યા છતાં રા'એ વધાવવા નહિ દેતાં, મુખ ફેરવ્યાજ કર્યું. તેથી ફરી મીણબાઈએ નાગબાઈને કહ્યું કે “ફઈ ભણે રાતે હજી ફરતો છે.” નાગબાઇએ બધો તમાસો નજરે જોવાથી રા'ની વિકારેવાળી દૃષ્ટિ પારખી, બોલ્યાં કે “ભણે વહુ રા' નસે ફરતો, રા' નો દિ ફરે છે. ચાલે પાછાં” એમ કહી સૌ પાછાં વળતાં રા” માંડલિકે મીણબાઈનું કાંડું પકડી મશ્કરી કરી તે નાગબાઈના જાણવામાં આવતાં, તે અતિ ક્રોધ પામી રાહ ક્ષત્રિધર્મ ભુલી જઇ અધર્મ ચરણ કરવા લાગ્યો છે. તે તમામ હકિકત પિતે ગમાયા હેવાથી, ગબળે ભુત ભવિષ્યઅને વર્તમાન કાળની જાણી. રાને સંબોધી નીચેના દુહાઓ પ્રમાણે શ્રાપ આપે–
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy