SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૩િણું" શ્રીદુવંશપ્રકાશ [દ્વિતીયખંડ (૨૮) રા' જયસિંહ ત્રિીજો] ઈ. સ. ૧૪૧૫થી ૧૪૪૦ સુધી. તેણે ઝાંઝમેર [ઝાંઝરકેટ] આગળ યવનેને હરાવ્યા. તેના પછી તેને ભાઈ (૨૯)રા' મહીપાળ [છઠે] ઈ. સ. ૧૪૪૦થી ૧૪૫૧ સુધી. તે કૃષ્ણભકત હતા, તેણે પિતાના કુંવર મંડળિક [ત્રીજા)ને બહુજ ભણાવી વિદ્વાન બનાવ્યા. તેમજ અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં પણ કુશળ કરી પિતાની હયાતિમાં જ તેને ગાદિએ બેસાર્યો. પણ નકારી સેબતથી તે ખરાબ ચાલને થયો. (૩૦) રા માંડલિક (ત્રીજા) (ઇ.સ૧૪૫૧ થી ૧૪૭૩ સુધી) - એ કમભાગી રાજાના સમયમાં જુનાગઢના રજપૂત (યદુવંશ) રાજ્યનો અંત આવ્યો. એ રા' માંડલિક અજુન ગોહીલની કુંવરી કુન્તાદેવી સાથે પરણ્યો હતો, અર્જુન ગોહીલ મુસલમાન સાથેની લડાઈમાં કામ આવતાં તે કન્યા, તેના કાકા દુદા ગોહીલ કે જે અર્થીલાનગરી (લાઠી પાસે) માં રાજ્ય કરતો હતો ત્યાં ઉછરી હતી. તે દુદગોહીલ લુટ ફાટને ધંધો કરતો હોવાથી તેને સજા કરવાનું અમદાવાદના સુલતાને રા' માંડલિકને લખ્યું. તે પરથી તેને સંમજાવ્યાં છતાં તેણે પોતાની ટેવ નહિ છોડતાં. રા' માંડલિકે તેના ઉપર ચડી તેને તથા તેની રાજધાનીનો નાશ કર્યો. તે રા' માંડલિકના રાજ્ય અમલમાં ભકતશિરોમણી નરસી મહેતો (નાગર ગૃહસ્થ). જુનાગઢમાં રહેતા હતા. ખરાબ પાસવાનોની ઉશ્કેરણીથી તે ભકતરાજને માંડલિકે કેદ કરી તારા પ્રભુ સાચા હોય તો આ કેદખાનામાં તને ફુલનો હાર પહેરાવી જાય” એમ કહી તેણે કારાગૃહમાં પુર્યો. પ્રભાત થતાં ભકતવત્સલ ભગવાને નરસી મહેતાને પુષ્પને હાર પહેરાવ્યો તેથી તેને મુક્ત કર્યા. પરંતુ એ ભકતરાજનું અંતર દુભાવી તેણે (રા” માંડલીક કે) મહાન પાપનું બીજ વાવ્યું. તે પાપના યોગે તે નાગબાઈના શ્રાપને ભોગ થયો હતો. - ૨' માંડલિકે વિશળ નામના વાણીયાની સ્ત્રી મનમેહના ખુબ સુરત હોવાથી તેનું હરણ કર્યું. તેથી તે વણીકે અમદાવાદ જઈ. બાદશાહ અહમદશાહ [ત્રીજા] મહમદ બેગડાને જુનાગઢ જીતી લેવા ઉશ્કેર્યો, તેથી મહમદબેગડો મોટું સૈન્ય લઈ જુનાગઢ ઉપર ચડે. સોરઠી તવારીખના કર્તા લખે છે કે “જ્યારે સુલતાન જુનાગઢ ઉપર ચડાઈ કરવા તૈયાર થયો ત્યારે તેણે ખજાનચીને પાંચ કરોડ રૂપીઆની કિમતના સિક્કાઓ સાથે લેવા કહ્યું. હથિર ઘડનારા એને મઘરબી, યામાની, મીસરી અને ખોરાસાની ૧૦૦૦ તલવારની મુઠે. અમદાવાદી તલવારની ૩.૩૦૦ મુઠ, ૧૭૦૦ મોટા જમૈયાની વરધી આપી. અને અશ્વપાળને ૨૦૦૦ અરબ્બી તથા તુક ઘડાઓ તૈયાર રાખવા ફરમાવ્યું. “રાસમાળામાં ફારબસ સાહેબ લખે છે કે પાંચ કરેડ મહારોની પેટીઓ ભરાવી. ઇજીપ્ત અરબસ્તાન અને રાસાનની રસેલી મુઠોની ૧૮૦૦ તલવારો તથા અમદાવાદની વખણુએલી ૩૮૦૦ તલવારો તથા સેને રૂપે રસેલી કટારીઓ અને જમૈયાઓ, તથા અરબસ્તાન અને તુર્કસ્તાનના ૨૦૦૦ ઘેડાઓ વગેર સાથે લીધાં. છતાં મહમદે ધાર્યું કે “મારી સાથે આવનાર યોદ્ધાઓને બદલે આપવાને આ સધળું ઇનામ ઓછું ગણાશે. “ માટે તેણે તેઓને કહ્યું કે ” તમારા શુરવીરપણુને બદલે સોરઠની બધી લુંટ તમને વહેંચી આપવામાં આવશે. (રાસમાળા પૃષ્ટ ૨૦૬ ભાગ૧) જ્યારે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy