SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડષીકળા] ચુડાસમાવ’શના ઇતિહાસ. ૧૨૯ ગજસિંહ ને અગ્રેજો એ આપ્યા હતા તેને પુત્ર નહતા તેથી તેની વિધવા રાણીએ પેાતાના કુટુંબના રણુજીતસિંહજી નામના કુંવરને દતક લઇ ગાદીએ બેસાર્યા તે પણ અપુત્ર હાવાથી તેના ભાઇ રાવળ વેરીસાલજી ગાદીએ ખેડા, જેસલમેરના મહારાવળશ્રીને ૧૧ તાપ, નું માન છે. આ પ્રમાણે દેવેન્દ્ર રાજા ના ચેાથા પુત્ર ભુપત રાજાને વશ જેસલ મેરની ગાદી એ ચાલ્યેા આવે છે.. પંચી કળા સમામા, ા પાડષી કળા પ્રારંભઃ ॥ છે શ્રી ચુડાસમાવંશના ઇતિહાસ દેવેન્દ્રના ત્રીજા કુમાર ગજપત કે જેણે પેાતાના નામ ઉપરથી અક્ષાનીસ્તાનમાં ગજની શહેર વસાવી નરપતને જામ પદિવ આપી ગાદિએ એસાર્યાં. એ ગજપતના ચૂડચંદ્ર યાદવ થયા તે સૌરાષ્ટ્રમાં વામનારથળા (સેર—વથળી) નારાજા બાલારામ ચાવડાના ભાંગેજ થતા હતા. મામાનું નિરવંશ જતાં (કાઈ લખે છે કે તેને મારીને) તેઓ સૌરાષ્ટ્ર પતિ થયા. એ ચૂડચંદ્ર ના વ’શજો ચુડાસમા રાજપુતા કહેવાયા ચૂડચંદ્રના (૧) હુંમીર તેનેા (૨) મુળરાજ અને તેના (૩) વિશ્વવરાહુ થયા. તેણે રાહુ પદવ ધારણ કરી, તેને પુત્ર (૪) રાહ ગૃહરપુ ઉર્ફે રાહ ગારીયા (પહેલા) ઈ. સ. ૯૪૦ થી ૯૮૨ સુધી ગાદિએ રહ્યો, તેણે જુનાગઢના ઉપરકોટ બધાબ્યા, તેને જ્યારે મુળરાજ સાલકી સાથે યુદ્ધ થયું ત્યારે કચ્છના જામ લાખાફુલાણી રાહુ ગૃહિરપુના મિત્ર · હેાવાથી મદદે આવતાં એ લડાઇમાં કામ આવ્યા. ગૃહરિપુ પછી તેના પુત્ર (૫) રાકવાટ છે. સ. ૯૮૬ થી ૧૦૦૩ સુધી, તેણે માત્રુના અન્ના રાજાને દસ વખત પકડી છેડી દીધા હતા, તે પછી તેનેા કુંવર (૬) રા' યાસ ઉર્ફે મહીપાળ (પહેલા) ઇ. સ. ૧૦૦૩ થી ૧૦૧૦ સુધી, તેણે અણુહીલવાડ પાટણથી સાલજી રાજાની રાણી અને કુંવરીએ સામનાથની યાત્રાએ આવેલ ત્યારે તેઓનું અપમાન થાય તેવું આચરણુ કરવાથી અણુહીલવાડથી દુર્લભસેન સેાલકી મેટું લશ્કર લઇ ચઢી આવ્યા. અને તેનું રાજનગર વામનાસ્થળી (સાર—વંથળી) જીતી લીધુ. તેથી રા યાસ ઉપરકેટમાં ભરાયા. પરીણામે તે જીલ્લા પણ સાલાએ હાથ કર્યાં. યાસ મરાયા પછી તેના કુંવર નવઘણ: (નવ ચેામાસે અવતર્યું માટે નવધણુ કહેવાયેા) ને લઇ તેની એક રાણી આલીદર · · મેઢીયરના આહીર દેવાયતને ઘેર ગઇ, જુનાગઢના થાણુદારને તે ખબર થતાં દેવાયતને ખેાલાવી નવધણુ ને સાંપી આપવા કહ્યું. દેવાયત કહે ભલે મારે ઘેર નવધન હશે તેા હું લખું છું. તેથી સાંપી દેસે' એમ કહી નીચેને દુહા પોતાના પુત્ર ઉગા ઉપર લખી. માકલ્યાઃ-~~
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy