SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ ચર્તુદશીકળ] માળીયા સ્ટેટનો ઇતિહાસ ૨૧૯ પાટવિઝમાર ગાદીએ આવવાનો રિવાજ છે. કાઠીઆવાડના બીજા રાજ્યની પેઠે આ રાજ્યોને પણ શાહી સત્તા સાથે કેલકરાર થયા છે, તે ઉપરાંત મીયાણાઓને કાબુમાં રાખવાની પણ સ્ટેટ કબુલાત આપેલી છે ઉદ્યોગ-ખાખરેચી ગામે એક જીન અને એક પ્રેસ છે. રેવે નથી ધ્રાંગધ્રા-હળવદ રેલ્વેને માળીયા સુધી લંબાવવાની મંજુરી સરકારે આપી છે. પણ હજી તેને અમલ થયો નથી. નજીકનું રેલ્વે સ્ટેશન મોરબીનું છે કે જે માળીયાથી ૨૪ માઈલ છે. – પ્રાચિન ઈતિહાસ – કચ્છ અને મોરબીના રાજ્ય કરતા કુટુંબ જે યાદવવંશમાંથી ઉતર્યા છે તેજ વંશના આ રાજ્ય કર્તાઓ છે. કચ્છમાં થયેલા જામ ઓઠાજીના વંશમાં મોરબીની ગાદિ સ્થાપનાર ઠાકરશી કાંયાજીને આઠ કુમારો હતા. તેમાં છઠ્ઠી કુમારી મોડજીને મચ્છુકાંઠા તથા વાંઢીઆમાં માળીયા તથા ત્રણ ગામ અને વાગડમાં કેટલાંક ગામો છવાઈમાં મળ્યાં (વિ.સં.૧૭૯૦) (૧) ઠા.શ્રી મડળને મુળ સ્ટેટની હકમત તળે રહેવાનું યોગ્ય નહિં જણાતાં, તેણે સિંધમાંથી મીયાણ નામની ગુહેગાર જાતિને લઈ આવી, પિતાના મુલકમાં વસાવ્યા. તેઓની મદદથી મચ્છુ કાંઠાના કેટલાક ગામો લઈ લીધાં અને પિતાનું જુદું રાજય વસાવ્યું. મીયાણા શબ્દની ઉત્પતિ માટે બે વાતે છે. (૧) તે જાતના મુળ પુરૂષનું ના મીયો અથવા મીયાં ઉપરથી પડ્યું કહેવાય છે. (૨) સિંધમાં તેની જાત મીણ નામથી ઓળખાતી હોવાથી તે બંને શબ્દનો અપભ્રસ થતાં મિયાંણ શબ્દ રહી જણાય છે. ઠા. શ્રી. મેડછને બે કુમાર હતા. તેમાં પાટવિકુમાર નાથાજી ગાદિએ આવ્યા, અને નાનાકુમાર દેવાજીને વાધરવું ગામ ગિરાસમાં મળ્યું (૨) ઠા, શ્રી નાથાજીને સાત કુંવર હતા. તેમાં પાટવિ કુમાર ભીમજી ગાદિએ આવ્યા, અને અભેરાજજી તથા દેશળજી ને નવુંગામ. ગાડછને વાંઢીયું, પૃથ્વીરાજજીને ચિત્રોડ, ભાજીને વિજયાસર અને પરબતજીને કુંભારડી વગેરે ગામો ગિરાસમાં મળ્યાં, (૩) ઠા. શ્રી ભીમજીને ડોસા નામના એકજ કુમાર હતા, તેઓ તેમના પછી ગાદીએ આવ્યા. (૪) ઠા, શ્રી સાજી ગાદિએ આવ્યા પછી વિ. સં. ૧૮૫૮માં તેઓને મોરબી સાથે લડાઈ થઈ. તેમાં મોરબીની દગાબાજીથી તેઓ જ્યારે તેના કબજામાં આવ્યા ત્યારે માળીયાના તમામ મિંયાણુઓએ મોરબી રાજ્ય ઉપર અનેક હુમલાઓ કરી મુક ઉજડ કર્યો અને ઠા.શ્રી સાજીને પાછા માળીએ લાવ્યા ત્યારપછી વિ. સં. ૧૮૬૦-૬૧માં (ગાયકવાડના સુબા) બાબાજી આપજી મોરબીના માટે માળીયા જીતવા આવતાં, મીયાણુઓના લશ્કરસાથે ઠા,ી, ડોસા તેઓના સામા થયા અને બાબાજી હારખાઈ પાછો ગયો તે વિષે ચારણી ભાષાનું એક કાવ્ય હસ્ત લેખિત પ્રતમાંથી મળતાં અત્રે આપવામાં આવ્યું છે गीत-बाळा चालीया मोरबी तणे, सहु सेन आया चडी। खंडा हथा नाथ सजे, भाराथमें खेत । हेक माला जाडा तके, पाधरा होए न हाला । फतेसींग बाबावाळा, होयगा फजेत ॥१॥
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy