SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતીયખંડ રાજ્યનું ટપાલખાતું ખોલવામાં આવેલ છે, જેથી ૫ ગામે ટપાલ ઓફીસ અને ૨૩ ગામે ટપાલની પેટીઓ મળી કુલ ૯૮ ગામોને ટપાલનો લાભ આપે છે, ટેલીફોન- રાજ્યના ૬૩ ગામોમાં ટેલીફેનની સગવડ છે, તેમાં રાજ્યના કામ ઉપરાંત પ્રજાને માટે પણ સગવડ કરવામાં આવેલ છે, વાયરલેસ ટેલીફેનની આધાઈ મહાલ સાથે સંબંધ જોડવાની થયેલ જના કેળવણીખાતું. મહાલેવગેરેની મળી કુલ ૮૪ શાળાઓ છે પ્રાથમીક અને માધ્યમીક બને કેળવણી મફત આપવામાં આવે છે તે ઉપરાંત “ રવાજી સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને મફત કેળવણું અને પેટીયાં મળે છે. ટ્રેનીંગ કોલેજ મેડીકલ કોલેજ, આર્ટસ કોલેજ, તેમજ મીકેનીકલ, એગ્રીકલચરલ વગેરે જુદી જુદી જાતની કેળવણી લેવા જતા વિદ્યાર્થીઓને માસિક રા, ૫૪ની સ્કોલરશીપ અપાય છે, વૈદકીય ખાતુ, મહાલેમાં છ દવાખાના છે, તળપદમાં દવાખાના તથા “સર વાઘજી હોસ્પીટલ” ઉપરાંત શ્રી નંદકુંવરબા ઝનાના હોસ્પીટલને લાભ સર્વ પ્રજા ધ્યે છે. દરબારી મકાને, દરબારગઢ પેલેસ મહેન્દ્રવિલાસ, બહાદુરવિલાસ, નજરબાગ, રામનિવાશ શંકરનિવાસ, કૃષ્ણનિવાસ વાઘમહેલ, અને ટશન કલબ વગેરે ભવ્ય મકાને જોવા લાયક છે, તેમજ મચ્છુ નદીની કિનારાની દિવાલ તેને વિશાળ પુલ અને તે ઉપર આવેલાં પાડાં ઘડા અને બળદેના મનમોહક શીલ્પકળાના નમુના જેવા લાયક છે. મચ્છુ નદિ ઉપર “ઝોલાપુલ વગર થાંભલે, તારના દેરડાઓની ગુંથણથી ગુંથેલે, સ્વર્ગની સીડી જે દિવ્યપુલ જોતાંજ હજારો લેકે હેરત પામે છે, અને તે પુલના સરજનહાર મોરબીના મહિપતિ ઠાકૅરશ્રી સર વાઘજીનું સ્ટેગ્યુ (બાવલું) અસ્ત્ર શસ્ત્રથી સજજ થયેલ ઘેડાની સ્વારીવાળું જેઈ, મૂર્તીમાન રાજવી હજુ અમર છે. એવી ભાવના ઉત્પન્ન કરે છે. -: પ્રાચિન ઇતિહાસ :હાલનાં મેરબી શહેરથી એક માઈલ દૂર મચ્છુ નદીને પૂર્વ કિનારે, જુનું મોરબી, જેનું પ્રાચિન નામ “મથુર ધ્વજપુરી” અથવા મોરધ્વજપુરી નામે છે અને તે મોર જેઠવાએ સ્થાપ્યાનું કહેવાય છે. જેનાં ખંડીઅર હાલ જેવામાં આવે છે. મોરબીમાં પંદરમાં સૈકા સુધી જેઠવા રજપુત રાજ્ય કરતા હતા. તેની પાસેથી તે મુક અમદાવાદના સુલતાનની સત્તા નીચે ગયો. મોરબીમાં જાડેજા વંશનું રાજ્ય કેમ થયું? તે વિષે બે વાત એ છે કે જ્યારે કચ્છના આદિ રાઓશ્રી ખેંગારજી અમદાવાદ ગયા અને બાદશાહ મહમદબેગડાને સીવજના પંજામાંથી બચાવ્યો તે વખતે મોરબી પરગણું બક્ષિસ કરેલ હતું. ત્યારે બીજી વાત એ છે કે ગુજરાતને છેલ્લે બાદશાહ મુઝફર કચ્છના રાઓશ્રી ભારાજીને શરણ હો ત્યાં મોગલ સૈન્ય જતાં તેને સોંપી રાઓશ્રીએ મેરબી પરગણું મેળવ્યું. પરંતુ એ તે નકકી કસોળમાં સૈકાથી આ સ્ટેટ યાદવોના કબજામાં છે. હાલના મોરબીના રાજ્યકર્તાઓ જામશ્રી એઠાજીનાજ વંશજો છે..
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy