SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ २०१ ચતુદશી કળા] મેરખી સ્ટેટને ઇતિહાસ શ્રી ચતુદશી કળા પ્રારંભ શ્રી મોરબી સ્ટેટને ઈતિહાસ આ સ્ટેટ કાઠીયાવાડના વાયવ્ય ખુણામાં મચ્છુ નદીને કિનારે આવેલું છે. તેનું ક્ષેત્રફળ ૮૨૨ ચો, માઇલ છે અને ૧૫૧ ગામ છે. વસ્તી સને ૧૯૩૧ ની ગણત્રી મુજબ ૧,૧૩,૦૨૪ની છે, તેમાં મોરબી તળપદમાં ૧૮૯૩ની વસ્તી છે. ઉપજ-સરાસરી વાર્ષીક ઉપજ રૂ. ૨૧ લાખ અને ખર્ચ રૂા. ૧૮ લાખના આસરે છે. ખંડણી-રા, ૯૨૬૩ અંગ્રેજ સરકારને રૂ. ૯૪,૨૦૮ ગાયકવાડને પેસકસીના અને રૂ. ૩,૦૮૮ જુનાગઢના નવાબને જોરતલબીના આ સ્ટેટ દર વર્ષે ભરે છે. આ સ્ટેટ પહેલા વર્ગનું હેઈ, સંપૂર્ણ અખત્યાર ભોગવે છે, વારસાની બાબતમાં પાટવિકુંવર ગાદીએ આવે છે. કાઠીઆવાડના બીજા રાજ્ય માફક આ સ્ટેટને પણ શાહી સત્તા સાથે કેલકરાર થયા છે. રેલવે અને રસ્તાઓ આ સ્ટેટને વઢવાણથી રાજકોટ સુધી દેડતી એક મીટરગેજ રેલવે લાઈન છે, અને તેજ લાઇનના વાંકાનેરથી મોરબી, અને થાનથી ચોટીલા સુધી એમ બે ફાટા છે. સ્ટેટના તમામ તાલુકાઓમાં સ્ટીમ દ્રામ ચાલુ છે. આ ઉપરાંત મોટર માટે પાકા રસ્તા ૫૦૦ માઈલમાં છે. તેમજ નવલખી સુધી રેલવે લાઈનને એક ફાંટો હાલમાં ચાલુ કર્યો છે. અને નવલખી બંદર ને સુધારી તેની સારી ખીલવણી કરવામાં આવી છે. હુન્નરઉદ્યોગ-આ રાજ્યમાં મીઠું પુષ્કળ પાકતું હોવાથી, કાઠીયાવાડ ઉપરાંત બંગાળા પ્રહ્મદેશ અને હિંદુસ્તાન બહાર પર મુલકમાં મીઠું મોકલવાની સને ૧૯૨૯માં આ રાજ્ય સરકારમાંથી છુટ મેળવી છે. તેથી સ્ટેટે મોરબી સોફ્ટ વર્કસ ” ખોલી બંગાળાને લાયક મીઠું બનાવી સને ૧૯૩૨માં કુલ ૪ સ્ટીમરોમાં સાડાચાર લાખ મણ (બંગાળી) મીઠું બંગાળમાં મોકલેલ હતું. નવલખી લાઈનમાં લવણપુર ' નામનું નવું સ્ટેશન ખોલી ત્યાં. મીઠાના પાકનો પુષ્કળ જથ્થો રાખવામાં આવે છે, તે ઉપરાંત “પિટરી વર્કસ ” ચાલુ કરતા, તેમાં થતી બરણીયો આખા હિંદુસ્તાનમાં મોકલવામાં આવે છે, “ પરશુરામ પોટરી વર્કસ ” માં ૧૫૦ ઉપરાંત માણસે કામે લાગે છે, બેન્ક વેપારને ઉત્તેજન ખાતર “મોરબી મરકનટાઈલ બેન્ક ખોલવામાં આવેલ છે. જેમાંથી વેપારીઓને છ ટકાના દરે નાણાં ધીરવામાં આવે છે, અને એ બેન્કે એવી પ્રતિઠા જમાવી છે કે, સેવીંગ બેન્ક, કરન્ટ એકાઉન્ટ, ફીકસ ડીપોઝીટ અને કેશ સટીફીકેટનો સારા લાભ પ્રજા લીવે છે, મોરબી જેતપુર તથા દહીંસરામાં જનપ્રેસ છે, તેમાં કપાસ લેઢવાનું કામ સારા પ્રમાણમાં થાય છે. ઈલેકટ્રીક પાવર હાઉસ ખોલી શહેરને રોશની પુરી પાડવામાં આવેલ છે. બોરીંગખાતું ખોલી કેટલાક નવા કુવાઓમાં બેરીંગ કરી ખેતીની આબાદી કરી છે. તેમજ દરબારગઢ પાસે નગર દરવાજે, વનાળીયા દરવાજે, ખત્રીવાડમાં, લખધીરવાસમાં, ૫રામાં, ખાખરેચી દરવાજે, અને ભંગીવાડમાં એમ આઠ સ્ટેન્ડ ઉપર ૨૫૦ ટેપ્સ (નળ) મુકવામાં આવેલ છે, અને ૫૦ હજાર ગેલન પાણું સમાય તેવી એક ટાંકી દરબારગઢ પાસે ઉભી કરવામાં આવેલ છે. ટપાલ– વસ્તીને સગવડતા આપવા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy