SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ. [દ્વિતિયખંડ સાહસે કચ્છનું નામ પૂર્વ દુનિઆમાં સર્વત્ર જાણીતું કર્યું છે, જંગબાર એડન કે મુંબઈનાં બજારો અને બંદરોમાં કચ્છી વેપારીઓ તેવા જાણીતા છે, આ રાજ્યના વેપારની આબાદીને કેટલાક પુરાવો મેં માંડવીમાં જે કે જ્યાં આજ સવારે હું ઉત્તર્યો, અને જ્યાં મને કહેવામાં આવે છે તે પ્રમાણે સમૃદ્ધિવાન મનુષ્યોની સારી સંખ્યા વસે છે, દેશના અંદરના ભાગમાં હું મુસાફરી કરતે ગયો તેમ તેમ લેકના આબાદી ભરેલા અને સમૃદ્ધિવાન દેખાવથી મને આશ્ચર્ય થયા વિના રહ્યું નહીં, મેં એક પણ દુબળો પાતળો મનુષ્ય કે એક પણ કંગાલ થીમડાએલ ચહેરો જો નહીં, જ્યારે મને યાદ આવ્યું કે ગયે વર્ષે જ આ કચ્છદેશ છપ્પનીયા દુષ્કાળથી ત્રાસી રહ્યો હતો, અને બે વર્ષ પહેલાં દશ હજાર માણસને પ્રાણઘાતક ઉમ હેગે ભોગ લીધો હતો, ત્યારે મારી દ્રષ્ટિએ પડતા દેખાવથી લોકોને કુદરતી બળ અને શકિત સરસ હોવી જોઈએ. એમ વિચાર આવ્યો, પરંતુ મને વીચાર થયો છે તેથી પણ યશસ્વી તે તે રાજાની ઉદારતા ને દેશાભિમાન છે, કે જે રાજા પિતાના પ્રજાને સંકટ ની થે નીભાવવા, પિતાના ખાનગી ખાતામાંથી વીશલાખ રૂપીઆ ઉપરાંત ખર્ચે પ્રજા રક્ષક બ, તેવા તેવા રક્ષક થવાની દરેક રાજાની સર્વોતકૃષ્ટ મહત્વાકાંક્ષા હોવી જોઈએં મહરાઓશ્રી હજુ યુવાન છે, અને સેવા ઉપયોગીતા ગોરવતુ જીવન હજુ તેઓના હાથમાં છે. લેકવીકાશ ના કાર્યમાં શાંત ઉભા રહેવાનું હોયજ નહીં, પિતાની શકિતને ઉપયોગ કરવા ઘણું વર્ષ સુધી તેઓને પુષ્કળ કાર્ય મળશે, તેઓ જો માંડવીથી ભૂજ સુધી રેલવે સડક બાંધે તે કચ્છમાં આયાત નીકાશના વેપારને સગવડતા થાય, અને હું આશા રાખું છું કે હિંદુસ્તાનમાંથી હું જાઉં અને મારું નામ ભુંસાઈ જાય ત્યારપછી લાંબા સમય સુધી તેઓ પોતાની બુદ્ધિ શકિતનો ઉપયોગ લોકકલ્યાણના કાર્યોમાં કરે, આ દનીઆમાં સેંકડો અને હજારો રાજાઓ રાજ્ય કરી ગયા, અને તેમાંથી ઘણી નજીવી સંખ્યાના નામો તેઓના રાજ્ય કે સામ્રાજ્યમાં હજુપણ યાદ કરાય છે. એને આપણે વિચાર કરીએ છીએ. ત્યારે આપણે જોઈએ છીએ, કે નાનકડી સંખ્યાની અમર નામવિળી સદ્દગુણોને લઈને છે, હાલના મહારાઓશ્રી ખેંગારજી પ્રજાને પ્રેમ મેળવી પોતાનું નામ ભવિષ્યમાં પણ લાંબા સમય સુધી પ્રજા હૃદયમાં રહે એવા ભાગ્યશાળી થાવ ” મહારાઓશ્રી ભારમલજી (બીજા)ના સમયથી ગવરનરને જે પ્રતિનિધી ભુજમાં રહેતા તેને ઇ. સ. ૧૯૨૪ની ૧૦મી ઓકટોબરે મહારાઓશ્રીની ઈચ્છાથી ગવર્મેન્ટ ઉઠાડી લઈ કચ્છ પ્રદેશને હિંદી સરકારના સીધા વહીવટ તળે મુકવામાં આવ્યો. મહારાઓશ્રીના યુવરાજશ્રી વિજયરાજજી ઉર્ફે માધુભા સાહેબને પાટવી કુમારશ્રી મેઘરાજજી ઉર્ફે મદનસિંહજી કુ. શ્રી નટવરસિંહજી અને કુ. શ્રી. ફતેસિંહજી નામે ત્રણ મારો છે. તેમજ મહારાઓશ્રીના નાના કુમારથી ગોડજી ઉર્ફે મનુભા સાહેબને નરપતસિંહજી જોરાવરસિંહજી અને નરસિંહજી નામના ત્રણ કુમાર છે. મેં, (ઈ. કર્તાએ) જ્યારે કચ્છની મુસાફરી કરી ત્યારે મને નવાઈ ઉપજે તેવી બે વાત જણાઈ. તેમાં પ્રથમની વાતને તો કંડલા બંદરેજ અનુભવ થયો તે એ કે ગવર્મેટનો. સીક (રૂપી) સારાએ હિંદુસ્તાનમાં ચાલે છે, પરંતુ ત્યાં ચાલે નહીં તેથી તે વટાવી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy