________________
દશી કળ] કચ્છ સ્ટેટનો ઇતિહાસ
૧૯૫ કીનારે તાડી, ખજુરી, નાળીએરી વગેરેના ઝાડો વવસવી જંગલ ખાતું ખોલ્યું, ન્યાય મહેસુલી, કષ્ટમ, કેળવણી, પિોલીસ વગેરે જોઇતા ખાતાઓ ખોલી તેની હકીકત પ્રકાશમાં લાવવા કચછ ગેઝેટ” નામનું સપ્તાહીક પત્ર કહાડયું. મુંબઈ સરકારે કચ્છના મીઠાંના પાકપર બ્રીટીશ રાજ્યના જેટલી જગાત લેવા, અથવા મીઠાના વેપાર બ્રટીશ સરકારને સેપી દેવા ગાઠવણ કરી, પણ કરછનો પાક્રીકા સાથેનો નફા ભરેલે મીઠાનો વેપાર અટકાવવા કચ્છ રાજ્ય નારોજ હતું. મુંબઈ સરકારની માગણી ઉપર રીજન્સી કાઉન્સીલમાં ચર્ચા થઈ, ત્યારે રાવબહાદુર મણીભાઈએ ખાસ વાંધો ઉઠાવ્યો, અને એ ઠરાવ વિરૂદ્ધ બહુમતી મેળવી વિ. સં. ૧૯૪૦ના મહાવદી ૧૦મીના રોજ ચરાડવાના રાણી જાલમસીંહજીનાં કુંવરીશ્રી ગંગાબા સાહેબ, તથા સાયલાના ઠાકોર સાહેબનાં કુંવરીશ્રી મોટાંબા સાહેબ સાથે મહારાઓશ્રીનાં લગ્ન મોટી ધામધુમથી થયાં વિ. સં. ૧૯૪૧ના શ્રાવણ વદી પના શુભ દીવસે પિ. એ. કર્નલ ફિલિપ્સ મહારાઓશ્રીને સંપૂર્ણ સ્વતંત્ર રાજ્ય સત્તા સોંપી “કાઉન્સીલ ઓફ એડમીનીસ્ટેશન વિસર્જન કર્યું ઇ. સ. ૧૮૮૫ના માર્ચ માસમાં સરકારે નામદાર મહારાઓશ્રીને સવાઈ બહાદુરને માનવંત ખીતાબ અને દીવાનશ્રી મણીભાઈ જસભાઈને દીવાન બહાદુરને ઇલ્કાબ બક્યો હતો, વિ. સં. ૧૯૪૨ના શ્રાવણ વદી ના દીવસે ચરાડવા વાળાં મહારાણી સાહેબથી યુવરાજ કુમારશ્રી વિજયરાજજી ઉ માધુભાસાહેબને જન્મ થયો, ઈ. સ. ૧૮૮૭ના જુલાઈ માસમાં મહારાણીશ્રી વિકટેરીઆના જ્યુબીલી મહત્સવમાં ભાગ લેવા મહારાઓશ્રી ખેંગારજી સવાઈ બહાદુર પોતાના નાના બંધુશ્રી કલુભા સાહેબને સાથે લઈ વિલાયત પધાર્યા હતા, એ વખતે મુંબઈમાં વસ્તી કછી પ્રજાએ એક મોટો મેળાવડો કરી મહારાઓશ્રીને માનપત્ર આપ્યું હતું, તેમજ મહારાઓશ્રીનો વિલાયતમાં પણ યોગ્ય સત્કાર થયો હતો, એ શુભ પ્રસંગની ખુશાલીમાં મહારાણીશ્રી વીકટારીયાએ મહારાઓને “નાઈટ, ગ્રાંડ, કમાન્ડર, ઓફ, ધી, સ્ટાર, એફ, ઈન્ડીયન એમપાયરને અને કલુભા સાહેબને “કમાન્ડર, એફ, ધી, ઈન્ડીયન એમપાયરનો માનવંતે ખીતાબ આપ્યો હતો, ત્યાંથી મહારાઓશ્રી પોતાના રસાલા સાથે સ્કેટલાંન્ડ, આયર્લાન્ડ ફિન્સ, જર્મની, પ્રશીયા, ઈટલી, ઓસ્ટ્રીઆ અને ઇજીપ્તનો પ્રવાસ કરી કરછમાં પધાર્યા. મહારાણી વિકટોરીયાની મુલાકાતની યાદગીરીમાં ભુજ ખાતે જ્યુબીલી હેપ્પીટાલના ભવ્ય મકાનનું ખાતમુહૂર્ત જ્યારે ભુજમાં નામદાર ડયુક ઓફ કેનેટ આવ્યા ત્યારે તેઓ નામદારના હાથે કરાવેલ હતું,
વિ, સં. ૧૯૪પના કાર્તક સુદી ૪ના રોજ સાયલાવાળાં રાણુશીથી ગોડજી ઉર્ફે મનુભા સાહેબનો જન્મ થયો હતો. વિ. સં. ૧૯૫૬ના ભયંકર દુષ્કાળમાં મહારાઓશ્રીએ સાંધા ભાવથી અનાજ વેંચવાની દુકાનો ખોલી હતી, તેમજ દેગ ચડાવી ગરીબોને અનાજ પુરું પાડવાને પ્રબંધ કર્યો હતો, અને દુષ્કાળ નીવારણ અર્થે લગભગ દેઢ કરોડ કેરીનું ખર્ચ કરી હજારો મનુષ્ય મરતાં બચાવ્યાં હતાં. ઇ. સ. ૧૯૦૦ (વિ. સં. ૧૯૫૭)ના એકબર માસની ૩૦મી તારીખે હિંદુસ્તાનના વાઇસરોય લોર્ડ કર્ઝન કચ્છની મુલાકાતે આવ્યા, ત્યારે તેમના માનમાં ભરવામાં આવેલ ભવ્ય દરબારમાં લોર્ડ કર્ઝને નીચે મુજબ ભાષણ આપતાં કહ્યું કે –“ચિત આકર્ષક બાબતમાં એક સુશિક્ષિત બુદ્ધિશાળી અને લેક કલ્યાણમાં તત્પર યુવાન રાજાના પરીચયને આનંદ પણ ઉમેરવો પડશે, કચ્છી વેપારીઓના