SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ એકાદશી કળા કચછ સ્ટેટને ઇતિહાસ ૧૮૭ જમાદાર ફતેહમામદના અવસાન પછી પચીસ દિવસે વિ. સં. ૧૮૦૦ના કારતક સુદ ૬ના રોજ મહારાઓશ્રી રાયઘણજીએ દેહ ત્યાગ કર્યો હતો, તેમને મરતી વખતે પિતાના શબને દફન કરવાનું કહ્યું હતું, પરંતુ ૫૦૦ રજપુત ભાયાતાએ રાજ્ય મહેલમાં દાખલ થઈ, શબને કબજે કરી, હિંદુ રીતિ પ્રમાણે તેમનો અગ્નિસંસ્કાર કર્યો હતો. દશમી કળા સમાસા: || શ્રી એકાદશી કળા પ્રારંભ (૨૧) મહારાઓશ્રી ભારમલજી (બીજા) વિ. ૭૦થી - ૧૮૭૫) મહારાઓશ્રી રાયઘણજીને ભારાજી ઉર્ફે ભારમલજી નામના એકજ કુમાર હતા. તેઓ ગાદિએ આવ્યા ત્યારે તેમની ઉમર ૧૫ વર્ષની હતી, તેથી ફતેહમામદ જમાદારના દીકરા હુસેનમીયાંના હાથથી કારભાર ચાલતો હતો, જમાદારના મરણ પછી કંપની સરકારે કલકસર પ્રમાણે તમો નથી વર્તતા,” એમ કહી ક૭૫ર ચઢી આવવાની ધમકી આપી હતી, જમાદાર ફતેહમામદને બે પુત્રો હતા તેમાં મત્તભેદ થયો. મોટા પુત્ર હુસેનમીયાંએ કરાર મુજબ વર્તવાનો મત લીધો ત્યારે તેનો નાનોભાઈ ઇબ્રાહીમમીયાં પોતાના પિતાની પેઠે અંગ્રેજોને ધિકકારતો હતો. અને “કચ્છની રાજકીય બાબતમાં અંગ્રેજોને હાથ નાખવાનો શો અધિકાર છે એમ કહેતો તેથી બંને ભાઈઓમાં મતભેદ પડતાં, હુસેનમીયાં કંપની સરકાર તરફથી એક એલચી માગ્યા. અને મોરબીથી મેકમોંને બોલાવ્યો. એ ખબર ઇબ્રાહીમમીયાને થતાં, તે બહારવટે ચઢ, અને વાગડમાં જઈ કંથકોટનો કિલ્લો કબજે કરી બેઠા, છેવટ સમાધાની થતાં તે ભુજમાં આવ્યો અને જગજીવન મહેતા (દિવાન)નું પંચહટડી પાસે ખુન કરાવી નાખી, રાઓશ્રીને પક્ષમાં લઈ રાજ્યની લગામ હાથમાં લીધી. પણ જોઈએ તેવી રાજ્યવ્યવસ્થા તેનાથી ન જળવાતાં, મહારાઓશ્રીએ લક્ષ્મીદાસને દિવાનની પાઘડી બંધાવી. તે દિવાનના રૂબરૂ એક મારવાડી અંગરક્ષકે તેfઈબ્રાહીમમીયાંનું ખુન કર્યું. એ વાતની ખબર તેના ભાઈ હુસેનમીયાંને થતાં, તેણે ૩૦૦ મારવાડીઓને પકડાવી મરાવી નાખીરાઓશ્રીની હજુરમાં આરબ અંગરક્ષકે રાખ્યા. આ ખટપટ પછી લક્ષ્મીદાસે કારભારૂં છેડયું. અને આશકરણશાહ તથા શિવરાજશાહ મહારાઓશ્રીના કારભારી થયા. આશકરણશાહ પહેલેથી જ અંગ્રેજોને ધિકકારતો હતો. તેથી તેણે કંપની સરકારના એલચીને ભુજમાંથી કાઢી મુકો. એટલું જ નહિ, પરંતુ ઘાંટીલા મુકામે કેપ્ટન મેકમન્ડેને પડાવ નાખી પડયો હતો, ત્યાં શીરામાણીઆ નામના મિયાણુ સાથે બીજા કેટલાએક લુંટારૂઓને મોકલી તેમના ઉપર હલ્લો કરાવી કેપ્ટનના ઉંટ ઘોડા વગેરે લુંટાવી લીધા. અને શરમાણીયાને મહારાઓશ્રીના
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy