SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રીયદુવંશપ્રકાશ [દ્વિતિયખંડ પતિ રા” બા લાખીયારવિયરાનું અન્ન કે જળ લીએ નહિં. હાલ તે ગામ ચારણોને કબજે છે. ખરાબ પાસવાનોના કહેવાથી વગર કારણે ચારણને શિક્ષા કરવા જતાં. ઉપર પ્રમાણે ચારણના શ્રાપના નામદાર રાઓશ્રી ભોગ થઈ પડ્યા. હતા. વિ. સં. ૧૭૧૧ના કારતક માસમાં તેઓશ્રી દેવ થયા. તેમના પાછળ કાંઈ સંતતિ નહતી માત્ર રખાયત સુમરીથી હમીરજી નામને એક કુંવર હતો, [૧૩] રાઓશ્રી તમાચીજી (વિ. સં. ૧૭૧૧ થી ૧૭રર ) રાઓશ્રી ખેંગારજીના રખાયતના કુંવર હમીરજીને ભાયાતોએ ગાદીએ બેસવા દીધે નહિં પણ રાત્રીના નાનાભાઈ તમાચીજીને ખંભરેથી બેલાવી પાટનગર ભુજમાં રાજ્યાભિષેક કર્યો. મોગલ શહેનશાહ શાહજહાંનને કેદ કરી શાહજાદો રંગજેબ દિલ્હીની ગાદીએ આવ્યું ત્યારે તેના ત્રાસથી ભાગી તેને મોટા ભાઈ દારા ગુજરાત થઈ કચ્છ આવ્યો ત્યારે રાઓશ્રી તમાચીજીએ તેની ઘણીજ આગતા સ્વાગતા કરી હતી. દારાએ કેટલીક કિંમતી ભેટ રાઓશ્રીને આપી સૈન્યની માગણી કરી. પરંતુ રાઓશ્રીએ તે આપવાની અશકિત દેખાડી. તેથી દારા નિરાશ થઈ ગુજરાતમાં પાછો ગયો. રાઓશ્રી તમાચીજીએ મારવાડ-જેલમેરથી આવેલા એક રતનું આડકના ચારણ ભારમલદાનજીને પિતાને વંશપરંપરાનું અજાચીપણું આપી પાસે રાખ્યા હતા. તે સમયનું મારવાડી કાવ્ય અમારા આગળ આજે લગભગ ૧૦૦ વર્ષનું અસલ હસ્તલિખિત પ્રતમાં છે. તેમાં (૧૨) રાઓશ્રી ભારમલજીથી આરંભી (૨૦) રાઓશ્રી લખપતજી સુધીની કેટલીક હકિકત છે. એ કાવ્ય રચનાર કવિશ્રી હમીરજી રતનું એ પિતાના વડવાઓની પણ તેમાં કેટલીક હકિકત આરતનું બારહટછની ઉતરી ” એ મથાળા નીચે લખેલી છે. જે કાવ્યનો કેટલોક ભાગ જેસલમેર સ્ટેટના ઇતિહાસમાં આપવામાં આવશે. ઓથી તમાચીજી જ્યારે રાઓની પદવીએ નહાતા આવ્યા અને પોતાના દાદાશ્રી ભારમલજી જ્યારે ભુજની ગાદીએ હતા. ત્યારે ઉપરોકત કવિની પિતાના ગામ ખંભારામાં મુલાકાત થતાં અજાચી સ્થાપ્યા હતા, એવું એ કાવ્યમાં નીકળે છે. તેમજ જ્યારે કવિને અજાચી બનાવ્યા ત્યારે કવિ પ્રતિજ્ઞા લઈ દુહાઓ બોલ્યા હતા, તેના પ્રતિઉત્તરમાં રાઓથી તમાચીજી પણ દુહાઓ બોલ્યા હતા જે દુહાઓ નીચે આપવામાં આવ્યા છેકવિ વાક્ય-નાના મરી જે જ્ઞાતિ દ્રા II भूलोइ धरी आयों भलां, भणैतमण कुळभाण ॥१॥ અર્થ:-કવિ કહે છે કે હું ભુલો પડે તો પણ ઘીરેજ આવ્યો છું. (કવિ દ્વારીકાની યાત્રા કરવા જેસલમેરથી નીકળ્યા હતા. કચ્છમાં આવતાં પગેવાળો નીકળવાથી ખંભરે આવ્યા હતા, તેથી કહે છે કે હે કુળમાં સૂર્ય રૂપ તમાચીજી જાડેજા અને ભાટી (જેસલમેરના રાજા) એ બને એકજ જાતીના યદુવંશી છે અજાચી બનતાં કવિ પ્રતિજ્ઞા કરી કહે છે કે हुँ हरि आगळ हाथ, (के) तुं आगळ मांडी स त्तमा ॥ जो करसे जगनाथ (तो) नर बीजा मांगीस नहीं ॥ २ ॥
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy