SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (દ્વિતીય કળા) ૩૭ આપ્યું છે તે કાંઇ ઓછી રહેમી ન કહેવાય. “આપ આપનું રાજ્ય ખુશીથી ભેગ આપને ગાદીએ બેસાડવાનો સંકલ્પ પૂરો થયો” ઉપર મુજબ કહી ચારણે પોતાના દીકરાને તખ્ત ઉપરથી ઉતાર્યો, પણ એક વચની ઉન્નડજીએ એ તન ઉપર ફરી કઈ દિવસ બેઠક લીધી નહિ આ બનાવ વખતે કચેરીમાં પડદા પાછળ ગોડરાણીની હાજરી હતી, તેથી ત્યાં પણ તે ચારણે અરજ કરતાં તેના અતિ આગ્રહથી જામશ્રી ઉન્નડજીને રાજ સંભાળવા માતુશ્રીએ કહેવરાવ્યું પણ “હું દીધેલ દાન પાછું નહિ લઉ” એવું ઉચારી કચેરી બરખાસ્ત કરી, ચારણે રાજ્ય સંભાળ્યું નહિં, બીજે દિવસે ચારણે જામશ્રી ઉનડજીના સગીર કુમારશ્રી “સમાને તે સિંહાસન ઉપર બેસાડવા અને માતંગદેવનું વચન પાળવા માતાજીને વિનવી દેવને બોલાવી જામસમાને ગાદીએ બેસાડી માતંગદેવના હાથથી ટીલું કરાવી જામસમાની નક્કી (છડી) પોકરાવી. તે સગીર ઉમરનો હોવાથી ગોડરાણુની સલાહથી લાખા ઘુરારાના મોટા પુત્ર મેડકુંવર રાજ્યનો તમામ કારભાર કરતા અને ચારણના દીકરાને આજીવિકામાં બારગાઉનું પરગણું આપી લખપસાવ કર્યા હતા. આ બનાવ પછી જામશ્રી ઉન્નડજી હમેશાં ચોરાસીઓ અને બ્રહ્માજના કરાવી અનેક ગાયના દાન આપી ભકિતજ્ઞાનમાં કાળક્ષેપ કરતા હતા, ઘણુ વખતે પોતાની તુલા દરેક ધાતુથી કરાવી દાન પુન્ય કર્તા એક વખત કચ્છમાં આવેલા નારાયણસર-કેટેશ્વરની યાત્રાએ જવા ઈચ્છા થતાં મોડ તથા મનાઈને સાથે લઈ કચ્છમાં આવ્યા. ત્યાં યાત્રા કરી પાછા વળતાં સેરગઢ (લખપત) પાસેના ગાઢ જંગલમાં સહુ મૃગીયા કરવા લાગ્યા. શિકારની સહેલગાહે બધા એક બીજાથી વિખુટા પડી ગયા, મધ્યાહુનકાળે જામ ઉન્નડજી એક વૃક્ષનીચે ઘોડાને બાંધી છાંયે આરામ લેતા હતા, તેવામાં દોડતે ઘોડે “મનાઈ” આવી પહોંચ્યો. મનાઇ સિંધમાંથી નીકળે ત્યારે સગીર ઉમરના જામ સમા (ઉન્નડજીના કુંવર)ને, દગાથી મારી નાખવાની જાળ પાથરતો આ હતો, અને એ રાજ્ય તૃષ્ણાને વશ વર્તી સ્વાર્થીબ્ધ બની કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના જામ ઉન્નડજીને એકલા જોઇ તરવારના એકજ ઝાટકે જામ ઉન્નડજીના બે કટકા કરી નાખ્યા. થોડી વારે મોડ તથા તેના બીજા સાથીઓ પગેરૂ લેતા ત્યાં આવી પહોંચ્યા. જામ ઉન્નડનું મૃત શરીર અને મનાઇના હાથમાની રકતવણું તલવાર જોઈ સહુ સ્તબ્ધ બની ગયા, કંઇપણ બોલવા કોઈની જીભ ઉપડી નહિં, એની આંખે અશ્રુ ટપકવા લાગ્યા. થોડીવાર પછી મનાઇએ મોડને ઉદ્દેશી કહ્યું કે હવે જુઓ છો શું? આજથી સિંધનું અધુ રાજ્ય તમારૂં અને અધુ” મારૂ છે આડખીલીને મેં સહેલાઈથી અંત આપે છે, જામ ઉન્નડના અકાળ મૃત્યુથી મોડના હૃદય પર વઘાત થયો; કેમકે તે પોતે નિર્દોષ હતો, છતાં પણ આ કાવત્રામાં મોડે અવશ્ય ભાગ લીધે હશે, તેવી ગોડ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy