SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કળ] લેધીકા તાલુકાનો ઇતિહાસ. તેમનું ભલું કરવા મારા તરફથી હરહંમેશ કાળજી રાખવામાં આવશે. મારા પુજ્ય પિતામહ અભેસિંહજી બાપુના પગલે હું ચાલીશ, અને જેમાં મને પરમાત્મા સહાય કરશે. મારા કામકાજમાં મારી વસ્તીના સહકારની જરૂર છે અને તેમનું પીઠબળ એ રાજ્યનું બળ છે–ખેડુ લેકેએ આ શુભ પ્રસંગે જે વફાદારી બતાવી છે. તે તેમની મારા પ્રત્યેની અનન્ય પ્રીતિનું શુભ ચિન્હ છે અને એ પરસ્પરપ્રીતિ અખંડ રહે એમ ઇચ્છું છું. અસ્તુ!!! મારા ભાયાતે પણ મારા રાજ્યના અંગભૂત છે અને તેમને મારા તરફથી ગેરવ્યાજબી કનડગતો થશે નહિં. અને અમારો પરસ્પર સંપ અને સ્નેહ શાશ્વત રહે એમ ઇચ્છું છું. પોરબંદર રાજ્યના પુણ્યશ્લેક પ્રાતઃસ્મરણીય નેકનામદાર મહારાણ સાહેબ બાબત તમેએ જે ઉલ્લેખ કર્યો છે. તે વાસ્તવિક છે, તેઓ નામદારશ્રી અમુક પ્રતિકુળ સંયોગો વાત અત્રે પધારી આપણને કૃતાર્થ નથી કરી શક્યા, પરંતુ આપણું સુભાગ્યે એમના સુભ દર્શનનો લાભ જરૂર મળશેમારા વહાલા ભાઈશ્રી વિજયસિંછ સાથે મારો ભ્રાત ભાવ અખંડ રહો અને અમારા પરસ્પર સ્નેહ અને સંપથી સારાએ લેધીકા તાલુકાનું હિત વધારે જળવાય એમ હું જગદીશ્વર પાસે માગું છું. મારા ભાયાતો અને ખેડુતે અને અન્ય પ્રજાજનોએ આ શુભલગ્ન પ્રસંગે જે સેવા બજાવી છે તે માટે હું દરેકને આભારી છું? :– ઉપર પ્રમાણે ખુશાલીના શુભ પ્રસંગે પિતાના બે નાના બંધુઓ કશ્રી ઇન્દ્રસિંહજી અને કુશ્રી નટવરસિંહજીને ઠેબચડા ગામે ગિરાસ આપી. રાજકોટને દરબારી ઉતારે બક્ષીસ કર્યો હતો. તથા લેધીકા રાજકવિ માવદાનજીને રૂા. ૧-૧)નું કાયમી વર્ષાસન બાંધી આપી નીચેને લેખ લખી આપ્યો હતો, – ઓફીસ ઓર્ડર. નાં. ૯૩ આજરોજ અમોને તાલુકાની સત્તા સુપ્રત થતાં આ ખુશાલીના પ્રસંગે કાલાવડના કવિ માવદાનજી ભીમજીભાઈ, આ તાલુકાના કવિ છે. રાજસાથે ૩-૪ (ત્રણ ચાર) પેઢીને સંબંધ છે. અને તેઓ ઊંચ સદ્દગુણ ધરાવે છે. તેથી તેને રાજકવિ તરીકે, રૂા. ૧૦૧) એક એકનું વર્ષાસન બાંધી આપવામાં આવે છે. જેના ખબર થવા આ ઓર્ડરની એક નકલ કવિ મજકુરને આપવી, એકનકલ હીસાબી દફતરે, અને અસલ દફતરે રાખવી. મુ. લાધીકા. તા. ૧૪-૧૨-૩૧ મુળવાજી દાનસિંહજી જાડેજા. તાલુકદાર તાકા. પિતાના વડીલોના ધર્મને અનુસરી પિતે પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાઈ એ શુભપ્રસંગે જુનાગઢ ગઢડા વગેરે મંદિરમાં રસોઈઓ આપી હતી. અને ગંડળના સ્વામિનારાયણ મંદિરમાં પિતાના પિતાશ્રીએ ચોઘડી બેસારેલાં તે પેટે અમુક રકમ આપવી મેનેજમેન્ટ વહીવટ દરમિયાન બાકી રહેલ, તે રકમ ચાલુ સાલે સંપુર્ણ આપી, ચેવડી યાદવ વવા અને તે રકમના વ્યાજમાંથી વાગે તેવો પ્રબંધ કર્યો છે. તેમજ જુનાગઢ મંદિરમાં ભીમ-એકાદશીના પારણાની રસાઈ પણ ચાલુ કરાવી સંતના આશીર્વાદ મેળવ્યો, હતા. તેમજ પિતામહ અભયસિંહજીએ લોધીકામાં ચણાવેલ મંદિરનો જીર્ણોદ્ધાર પિતે કરાવ્યું અને અભયપુર ગામે મંદિર ચણવા પિતાના ગયા જન્મ દિવસની ખુશાલીમાં જણાવ્યું. હતું તેમજ બાપુશ્રી અભયસિંહજીએ રચાવેલા શ્રીપુરૂતમ ચરિત્ર અને છંદરત્નાવલી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy