________________
શ્રીયદુવંરા પ્રકાશ
[દ્વિતીયખંડ નામદાર લોધીકાની ગાદીએ આવ્યા, અને હિંદુ ધર્મ પ્રમાણે પોતાના પિતાશ્રી અને વડીલ બંધુની ઉત્તર-ક્રિયા કરી, વરલી વાળી, શ્રીમદ્ભાગવતની પારાયણ કરાવી, ચોરાસીઓ કરાવી, હતી. તથા સ્વામિનારાયણના આડે મેટા મંદિરમાં સાધુઓને પાકી રસેઈ આપી હતી. તેઓ નામદારશ્રી જ્યારે જામનગરમાં એ, ડી. સી. તરીકે હતા ત્યારે કાલાવડ તાલુકે પિતે ફરવા પધારેલા અને ત્યાં મારે ઘેર (ઇ. કર્તાને ઘેર) જમવા પધાર્યા હતા. કેમકે ઠા. શ્રી હરિસીહજી બાપુએ તેઓશ્રીને સુચવ્યું હતું કે “કાલાવડના બારોટ સાથે આપણે બે પેઢીથી સંબંધ છે તે કાલાવડ જાવ ત્યારે તેમને મળજો.” એ વડીલની સુચનાનું પિતે પાલન કરી, મારે ત્યાં પધાર્યા હતા. તે પછી જ્યારે તેઓ નામદાર ગાદીએ આવ્યા, ત્યારે મને ત્યાં બેલાવી પિતાના રાજકવિની જગ્યા આપી હતી.એ અરસામાં મારું ખેતી
હત્યા, ૨, સુરાપાન, ૩, ચેરી, ૪, ગુરૂપત્નીનેસંગ, ૫, તેવા પાપ કરનારની સેબત કરવી તે, સાંસર્ગીક પાંચમું મહાપાપ કહેવાય પણ કલીયુગમાં સાંસગક પાપ લાગતું નથી. માટે અહિંસાનો ઉપદેશ કરીએ તે બ્રહ્મહત્યાનો તેમાં નિષેધ થશે અને માંસ ન ખાવાને ઉપદેશ કરીએ. એટલે હીંસા નિષેધ થશે એમ ધારીને કે માણસ તેમને આશ્રીત થવા હાય તેને કહેતા કે દારૂ, માંસ, ચેરી,ને વ્યભિચાર, એ ચાર પાનાં તજવાં અને અમારા ઉપર ખરા અંતઃકરણથી ભાવ રાખીને મારા નામની પાંચ માળા ફેરવશે એટલે તમારું કલ્યાણ કરીશ, અને સાધુઓ પણ એવો જ ઉપદેશ કરતા હતા, તેથી લોકોના મનમાં હિંમત રહેલી હતી કે આ પાંચ વર્તમાન પાળશું તે આપણું કલ્યાણ થશે પછી ઘણું દીવસ સમાગમ કરતાં તે વધારે પાળી શકે તેવો થાય ત્યારે કહેતા હતા. કે અફીણ, ગાંજો, ભાંગ, તમાકુ, મફર, માજમ વગેરે કેટલીક કેફી વસ્તુઓ છે, તે દારૂની પેટામાં છે. એમ જાણવું. અને કોઈ પ્રાણુની હીંસા, ગાળ્યા વિનાનું પાણી, તથા દૂધ અને શોધ્યા વગરનું અને તે માંસના પેટામાં છે. કોઇની રસ્તામાં પડેલી વસ્તુ લેવી કે લાંચ લેવી, તે ચોરીના પિટામાં છે. કોઈ સ્ત્રીની મશ્કરી કરવી કે અપશબ્દ બેલો, કે પરસ્ત્રીના સામું બેટી નજરથી જેવું, તે વ્યભિચારના પેરામાં છે. પછી જ્યારે વધારે પાળવાની તેની શક્તિ જણાય, ત્યારે નહાવું, દેવું, સ્વચ્છ રહેવું, પુજા કરવી, પાઠ કરે, ગરીબ ઉપર દયા રાખવી ઇત્યાદિ વિશેષ ઉપદેશ કરતા હતા.
તે પછી હીંદુઓનાં બધાં શાસ્ત્રમાંથી આઠ સતશાસ્ત્ર શોધી કહાડેલાં હતાં, ૧ ચાર વેદ, ૨ વ્યાસસૂત્ર, ૩ શ્રીમદ્ભાગવત. ૪ ભારતમાંથી વિષ્ણુસહસ્ત્રનામ, ૫ શ્રીભગવદ્દગીતા ૬ વિદુરનીતિ, ૭ સ્કંધપુરાણનું વાસુદેવ મહાત્મ, ૮ યાજ્ઞવલ્કયનીસ્મૃતિ, તેમાંથી પણ સત સાર લઇને, ૨૧૨ મલેકની શિક્ષાપત્રી કરી અને તેમાં લખ્યું જે આ શિક્ષાપત્રી પ્રમાણે ચાલશે તેનું કલ્યાણ થશે અને અહીંસા એજ મોટો ધર્મ જાણો, માટે તું શાસ્ત્રમાં પણ હિંસા, માંસ, મધ વગેરેનું કયાંઈ પ્રતિપાદન કર્યું હોય, તો તે માનવું નહિં અને પૂર્વે મોટા પુરૂષ થઈ ગયા, તેમણે પણ જે કાંઈ અધર્માચરણ કર્યું હોય, તો તેનું ગ્રહણ કરવુંજ નહિં. પણ ધર્માચરણજ ગ્રહણ કરવું. શિક્ષાપત્રીમાં ચાર વર્ણના સાધારણ ધર્મ તથા ચારે વર્ણના જુદા જુદા વિશેષ ધર્મ પણ લખ્યા છે.