SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કળ] લોધીકા તાલુકાને ઇતિહાસ. दारुवांका प्याला पीसे जासे चंदहुसे ढाबा, खांते मांस वाले शासे वंशमें खुवार जमकंठ ग्रासे चडी चोटसुं चपेटी जासे, पासे चोरासीका दु.ख पापीया अपार जमीमें पारकी त्रीया मातही समान जाणे, होको दारु माटी सबे करी. दो हराम जुठहु न बोलो कवे चोरकी न दीशा जाओ, अमरं नाथपें खासा पामसो आराम संतका समाज राखों चंतका गतीकु साधे, जंतका नकेजो हींसा अंतका अराय धुतारावंतकी कळा तागदो अधम द्वारा, कमळाकंतका ध्यान चित्तमें कराय लोकहूंकी लज्जा भार समाही बिचार लावो, सुद्धही धर्म पाळो तागदो शरम परमं अनादीहंदा मरम विचार पढी, केशवं कृपासे बुरा कटासे करम लोधीकासे धणी कहे रदे बात धरी लेजो, रेजो शुभरीत हूंसे सनेही राजंद मळा हे प्रगट प्रभु भवहुंका फेराटळा, नोधारां ओधार भेट्या स्वामि सहजानंद કાઠીઆવાડમાં ગઢડાના દરબાર કાડી દાદાખાચર શિષ્ય થવાથી સ્વામિનારાયણે ગઢડામાં તેમના દરબારમાંજ સ્થિતિ રાખી હતી. અયોધ્યાથી રામગોલા નામે ખાખી પોતાનું ઝુંડ લઈને, નેબત નીશાન અને રણશીગડું સાથે રાખીને દ્વારકાની જાત્રા કરવા જતા હતા. તેણે કાઠીઆવાડમાં આવતાં સ્વામિનારાયણનો મહિમા સાંભળ્યો. તેથી તેણે તેમના પાસે જઈને થડા દિવસ મુકામ રાખી ઉપદેશ સાંભળ્યો. તેથી તેમના મનમાં એવી ઇચ્છા થઈ કે હું અહિં સ્વામિનારાયણનો સાધુ થઈને રહું. તેણે પછી પિતાના સરંજામને જવાની રજા આપી, પિતે સ્વામિનારાયણના શિષ્ય થયા અને તેમનું નામ આનંદાનંદસ્વામિ પાડ્યું. એજ રીતે કેટલાએક વેદાંતીઓ, સન્યાસીઓ. અને કેટલાએક વૈરાગીઓને તથા જૈનના ગોરજીને ઉપદેશ આપી પિતાના સાઘુ કર્યા, તેવા સન્યાસીઓમાં કૃષ્ણાનંદ, દેવાનંદ વગેરેના નામે પ્રસિદ્ધ છે. વૈરાગ્યને એ તે અસરકારક ઉપદેશ કરતા કે તે સાંભળીને કેટલાએકે પોતાની નાની ઉમરમાં પોતાની સ્ત્રીઓને ત્યજી, અને કેટલીએક નાની ઉમરની સ્ત્રીઓએ સંસારનો ત્યાગ કર્યો. ઘણું કાઠીઓ પણ સત્સંગી થયા. તેઓ દારૂ માંસના ખાનારા અને લુંટી લેનારા હતા, છતાં શુદ્ધ બ્રાહ્મણના જેવો આચાર પાળવા લાગ્યા. તેઓ ગભાવગરનું દૂધ કે પાણી પીએ નહિં. માખી, મચ્છર કે માકડની પણ હિંસા કરે નહિં એવા નિયમવાળા થયા. કેટલાએક કાઠી તાલુકદારની દીકરીઓ નામે રાજબાઈ, જીલુભાઈ તથા લાડુભાઈ વગેરેએ નાનપણથી જ સંસારનું સુખ હરામ કર્યું. પ્રહ્માનંદ સ્વામિ . આબુ પર્વત પાસે ખાણ ગામના આશીયા ઓડકના મારૂ ચારણ લાડુ ગઢવી કવિતા કરવામાં ઘણું હુશિઆર હતા. તેણે કાઠિવાડના રાજ્યસ્થાનમાં ફરી ઈનામ મેળવ્યાં અને ભાવનગરના વજેસંગજી મહારાજ પાસેથી પણ સારું ઇનામ મેળવ્યું. પછી તેઓ ગઢડામાં સ્વામિનારાયણ પાસે ગયા તેમને ઉપદેશ સાંભળી વૈરાગ્ય ઉપજવાથી સંસારનું સુખ મિથ્યા જણાતાં, સાધુ થયા. તેનું નામ બ્રહ્માનંદ પાડયું. એક વખતે સ્વામિનારાયણે ક૭માં રહીને કાઠિવાડના કેટલાએક વતનદાર કાઠીઓને, રજપૂતાને અને વાણુઆઓને એવા કાગળો લખાવી મેકલ્યા કે, “જો તમારે કલ્યાણનો ખપ હોય અને મારા વચનમાં જે દઢ વિશ્વાસ હોય તે તરત સંસાર ત્યજીને દાઢી મૂછો મુંડાવી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy