SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કળ] લોધીકા તાલુકાનો ઇતિહાસ. લખાવી સાર્વજનિક ઉપયોગમાં આવે માટે ( ચરિત્રચંદ્રિકા ) નામના પુસ્તકમાં છપાવવા મોકલ્યું હતું. જે ચરિત્ર આ નીચે ફટનટમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. લોધીકા તળપદમાં તથા પોતાના દરેક ગામમાં સ્વામિનારાયણના મંદીરે પાકાં ચણાવી મુનિ-પ્રતિષ્ઠાઓ કરી હતી. અને લોધીકામાં તો ત્રણ માળનું વિશાળ હરિ–મંદિર, શ્રી ગણપતિ તથા શ્રી હનુમાનજીની મોટી મુર્તિઓ, અને શિવ-પાર્વતિ વિગેરે પંચદેવની સ્થાપના કરી, ફરતો વડે કરાવી હરિમંદિરમાં નીચેનો શીલાલેખ કોતરાવી નીચે પિતાના હસ્તક્ષરની સહી કોતરાવેલ છે જે હાલ મંદીરમાં પગથીયા ચડતાં ડાબા હાથ તરફ ગણપતિની દેરીની દિવાલમાં મોજુદ છે. – લેખની નકલ :શ્રી સ્વામિનારાયણનું મંદિર શ્રીવડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણદેવની ગાદીના આચાર્ય શ્રી વિહારીલાલજી ભગવત્ પ્રસાદજી મહારાજના સોરઠ દેશમાં છરણગઢવાસી શ્રી રાધારમણ દેવના દેશમાં મેટેરા સદ્દગુરૂ ગુણાતિતાનંદ સ્વામિના શિષ્ય જાડેજા અભયસિંહજી જીભાઈ લોધીકા-દરબારે પોતે શ્રી હરિ–મંદિર સંપૂર્ણ કરાવી મહારાજ ધિરાજશ્રી વિહારીલાલ ભગ વતપ્રસાદજી મહારાજને આ મંદિર કૃષ્ણાર્પણ કર્યું છે. આ મંદિર ઉદવિ સંપ્રદાયના બ્રહ્મચારી, સાધુ, પાળા, હરિજન તેમને ભજન સ્મરણ કથા કિર્તન કરવા સારૂ બનાવ્યું છે પણ લેકમાં કીત વાસ્તે નથી કર્યું. કેવળ પ્રભુ પ્રસન્નતાને અર્થે છે. આ મંદિર ચણનાર કડીઆ દેવરાજ મુળજી રાજકોટ આ મંદીર કરાવવા ઉપરી સ. ગુ. ગુણાતિતાનંદ સ્વામિના શિષ્ય અક્ષર સ્વરૂપદાસજી સંવત ૧૯૩૮ના માગસર વદ ૬ ને દન લો. ઠા. અભેસંઘજી જીભાઈ સહી દા. પિતાના” ઠા. શ્રી. અભયસિંહજીએ પિતાની હયાતિમાં ધર્મ કાર્યોમાં કુલ એક લાખને છત્રીસ હજાર રૂપીઆ વાપર્યા હતા તેઓ નામદાર કવિતાના ઘણા શોખીન હતા. એક વખત રાજકવિ ભીમજીભાઇને સુચવ્યું કે એક એવું કાવ્ય રચે જે તમામ ક્ષત્રિયોને ધર્મને ઉપદેશ થાય જેમ રણક્ષેત્રમાં જવી કવિઓ બિરદાવળી રચી બેલતા તેમ ધર્મ-ક્ષેત્રમાં પ્રવર્તાવવા એક ઉપદેશી કાવ્ય રચો. તે ઉપરથી દસેરાની કચેરીમાં સર્વ ભાયાતો અને અન્ય ગૃહસ્થની સભામાં રાજકવિ ભીમજીભાઈએ ઠાકારશ્રી અભયસિંહજી ક્ષત્રિઓને ઉપદેશ કરે છે. તેવા ભાવવાળું ચારણી ભાષાનું સપાખરૂં ગીત રચી સંભળાવ્યું હતું. જે નીચે મુજબ છે :સની ઉમર થયા પછી તેમનાં માતપિતા પરિવાર સહિત અયોધ્યામાં રહેવા ગયાં. સ્વામિનારાયણના એક મોટા ભાઈ હતા તેમનું નામ રામપ્રતાપજી હતું. અને અયોધ્યામાં તેમના નાનાભાઈ ઈચ્છારામનો જન્મ થયો. હરિકૃષ્ણ મહારાજને આઠમે વર્ષે જનોઈ દીધું ને વેદારંભ કરાવ્યો. નાનપણથી જ તેમને દેવ દર્શન કરવા જવું. તીર્થ કરવા જવું તથા જપ, તપ, વૃત, બહુ ગમતાં હતાં, એવું તેમના જન્મચરિત્રના ગ્રંથમાં લખ્યું છે. એમની આસરે અગિઆરવર્ષની ઉંમર થઈ ત્યારે તેમના માતપિતાએ દેહ મુક્યા. તે પછી સ્વામિનારાયણ અયોધ્યાથી બ્રહ્મચારીને વેશે તીર્થ યાત્રા કરવા સારૂ ચાલી નીકળ્યા (વિ. સં. ૧૮૪૮) તેમણે પ્રથમ બદિનાથનાં દર્શન કરીને હિમાલયની આસપાસનાં તીર્થ કર્યા. ત્યાં તેમને ગોપાળયોગીને મેળાપ થયો. તેમની પાસે કેટલાક માસ રહીને અષ્ટાંગ યોગનો અભ્યાસ કર્યો. પછી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy