________________
૨૨ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઇતિહાસ. (પ્રથમખંડ) શબના સામે જોઈ શ્રાપ આપ્યો કે “તું જે વસ્તુને જન્મ આપીશ તે તારા સર્વ કુળ (યાદવકુળ)નો નાશ કરશે. એ સાંભળી સર્વ યાદ શરમીદા થયા, બષિરાજના શ્રાપ મુજબ શાંબે બાંધેલા ડાબરીઆને આકાર કંઇ જુદીજ રીતનો ભયાનક થતાં તે ઘસાવી તેને ભુકો ઠેઠ પ્રભાસ કિનારે દરીયામાં નખાવ્યો કેટલેક કાળે શ્રી કૃષ્ણ પરમાત્માની ઇચ્છાથી સહુ પ્રભાસક્ષેત્રમાં ગયા ત્યાં મદીરા પી અને સહુ યાદ ઉન્મત થતાં પરસ્પર યાદવેએ નાખેલા ભુકાની પાન ઉગતાં તેની કુંડીઆથી તે લડી મુવાએ અંદર અંદર સંહાર “યાદવાસ્થલી'ના નામે ઓળખાય છે. જ્યારે તે શેકજનક બનાવ બન્યા ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ ત્યાં પીપળાના વૃક્ષનીચે આ ભૌતિક શરીરને ત્યાગ કર્યો. એ વખતે પોતાના સારથી દારૂક તથા સખા ઉધ્ધવજીને કહ્યું કે “મારા સ્વધામ ગયા પછી દ્વારીકાનગરીને સમુદ્ર આઠ દિવસમાં (મારા નીવાસ સ્થાન સીવાઈને) બોળી સે માટે તમે જલદી દ્વારીકા જઇ આ યાદના નાશની સર્વ હકીકત સર્વને કહેજે અને ત્યાં રહેલું મારૂં સર્વ કુટુંબ અજુનની સાથે ઈન્દ્રપ્રસ્થ જાય ને ત્યાં વજનાભનો રાજ્યાભિષેક કરે’ એથી તેઓ બન્ને દ્વારા આવ્યા અને ત્યાં સર્વ હકીકત કહી, તે પછી, કેટલીએક સ્ત્રીને સત ચડતાં સર્વ પ્રભાસક્ષેત્રમાં આવ્યાં. ત્યાં સતિ થવાની ક્રિયામાંથી બચેલી સ્ત્રીઓ વૃધે અને બાળકોને લઈ અજુન ઇન્દ્રપ્રસ્થ તરફ જતા હતા, ત્યાં રસ્તામાં જંગલી કાબા કે મળ્યા. અને તેને લુંટવા લાગ્યા. અજુન સમથ બાણુંવળી છતાં શ્રી કૃષ્ણના મરણ પછી એટલા બધા દુઃખીત થયેલ કે કાબાઓને મારવા માટે ક્રોધ ઉત્પન્ન થયો નહીં અને એ શોકાતુરદશામાં મારેલાં બાણેથી કાબા ઉપર વિજય મેળવી શક્યા નહિં. ત્યાંથી સર્વને લઈ તેઓ ઇદ્રપસ્થ આવ્યા અને ત્યાં અનિરૂધના પાટવી કુમારશ્રી દૈવજનાભ” નો રાજ્યાભિષેક કર્યો એ વજ્રનાભે પોતાની જુની રાજ્યધાની ( દ્વારીકાપુરી )માં તે એક વિશાળ મંદીર બંધાવી તેમાં પિતામહ શ્રીકૃષ્ણ પરમાત્માની મૂર્તિ પધરાવી હતી, જે મંદિર હાલ પણ હજાર વર્ષની સાક્ષી પુરતું શ્રી કૃષ્ણના નિવાસસ્થાનમાં વિદ્યમાન છે, વજનાભના મોસાળ પક્ષમાં બાણાસુરના મરણ પછી ( તેનો પુત્ર સગીરવયનો હતો, તે પણ ચેડા કાળે મરણ પામતા) સેતપુર (મીસર)ની રાજ્યગાદી ઉવજૂનાભને મળી તેથી તેણે સહકુટુંબે ત્યાં જઈ નિવાસ કર્યો. વજુનાભ ૪ શ્રી.ભા. એકાદશ સ્કંધ અધ્યાય ૧માં શબે કપટશ પેર્યો અને શ્રાપ થયો તે સર્વ હકીકત છે. ૪ શ્રી. ભા. એકાદશ સ્કંધ અધ્યાય ૩૦માં પ્રભાસક્ષેત્રમાં સર્વ યાદવેના નાશની હકીકત છે. છેશ્રી. ભા. એકાદશ સ્કંધ અધ્યાય ૧૧માં સ્વધામ પધાર્યાની તથા વજનાભના રાજ્યાભિષેક કર્યાની સર્વ હકીકત છે. તે વિશે પ્રાચીન દુહો છે કે –સમય બેત બળવાન હૈ, નહી પુરૂષ બલવાન ! કાબે અર્જુન લુંટીઓ, એહી ધનુષ ઓહી બાણ છે ૧ છે જે કંધપુરાણ દ્વારિકા મહાભ્ય અધ્યાય ૧ શ્લેક ૧૬ એ દેવાલય વજ્રનાભે ચણવ્યાનું લખેલ છે.
8 ઘણું ઇતિહાસકારોએ વજનાભને બદલે શાંબના પુત્ર ઉષ્ણકને યાદવાસ્થળીમાં જીવતા રાખી બાણસુરનો પ્રધાન કૌભાંડ અપુત્ર ગુજરી જતાં સોણીતપુરની ગાદી ઉષ્ણકને મળી.