SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ. (પ્રથમ કળા) ૨૧ એથી મુચકુંદની દ્રષ્ટીથી કાળયવન બળવા લાગ્યો. એ વખતે શ્રી કૃષ્ણ પરમાત્માએ પ્રગટ થઇ દશન આપ્યું મુચકંદનો ઉદ્ધાર કરી તેને તેના સ્થાનકે મેક પ્રભુના ચર્ણવિન્દમાં મૃત્યુ પામેલે કાળયવન હાલ ગિરનારમાં દાતારપીર થઇ પૂજાય છે. દ્વારિકામાં નિવાસ કર્યા પછી કૃષ્ણ અનેક કામો કર્યા છે. પાતાળમાં જઇ પંચજન્ય રાક્ષસોનો વધ કરી પંચજન્ય શંખ મેળવ્યો. ખાંડવ વનમાં અર્જુનની સાથે રહી સુદર્શન ચક્ર મેળવ્યું, ગુરૂડ ઉપર બેસી ઇન્દ્રની રાજધાની અમરાવતીમાં જઈ પારિજાતક વૃક્ષ લઈ આવ્યા, નાગજીતના પુત્રોને જીતી સુદર્શન રાજાને બંધન મુકત કર્યો એકલવ્ય અને દંભનામના દૈત્યોને માર્યા, સાવ રાજાને જીતી સતન નામનું શસ મેળવ્યું. - કૃષ્ણને મળવા માટે અજુન દ્વારિકામાં ગયા હતા. ત્યાં ખાનગીમાં કૃષ્ણની સમતિ લઇ સુભદ્રાનું હરણ કરી તે સાથે અજુને લગ્ન કરેલ હતું. યુધિષ્ઠિરને રાજસૂયા કરવાની ઇચ્છા થતાં શ્રીકૃષ્ણ પ્રથમ ભીમસેન પાસે જરાસંધનો વધ કરાવ્યું, રાજસૂયજ્ઞ વખતે દહીશુપાળે કૃષ્ણને એકસો એક ગાળો દીધી તેથી કૃષ્ણ સુદર્શન ચક્ર મુકી શીશુપાળનું માથું કાપી નાખ્યુંએવી રીતે જરાસંધ અને શીશુપાલન વધ કર્યા પછી અંગ બંગ વિગેરે દેશ કૃષ્ણ તાબે કર્યા. પાંડવો જુગારમાં દ્રૌપદીને હારી જતાં સભામાં દુશાસન તેને નગ્ન કરવા લાગ્યો એ વખતે યેગબળથી ૯૯૯ વસ્ત્ર પુર્યા પાંડવને વનવાસ પુરો થયા પછી રાજ્ય પાછું આપવા અને યુદ્ધ ન કરવા માટે પોતે કરેવ પાસે વષ્ટી કરવા લાગ્યા. પણ કૌરવોએ એકે વાત કબુલ રાખી નહિં, છેવટ મહાભારતનું યુદ્ધ થયું, તેમાં યાદવનું કેટલુંક સિન્ય કૌરવોને મદદમાં આ ડું પોતે તથા કેટલાક દ્વાએ પાંડવોના પક્ષમાં રહ્યા રણક્ષેત્રમાં અર્જુન પોતાના સગાવ્હાલાઓ અને ગુરૂ વડીલોને જોઇ ગેaહત્યા (યુદ્ધ) નહિં કરવા કહેતાં શ્રી કૃષ્ણ એ વખતે તેને ગીતાને બોધ આપી લડવા તૈયાર કર્યો, તેને વ્યામોહ નષ્ટ થયો, અને ભયંકર યુદ્ધને અંતે પાંડવોને વિજય થયો. આ યુધમાં અઢાર અક્ષેહણી સૈન્યનો નાશ થયો હતો. શ્રી કૃષ્ણને અષ્ટ પટરાણુઓમાં શ્રી રૂક્ષમણીજી મુખ્ય પટરાણુ હતાં, અને તે થકી પાટવી કુમારશ્રી પ્રદ્યુમ્નને જન્મ થયો હતો, એપ્રદ્યુમ્નના પાટવી કુમારશ્રી અનિરૂધ9 મી સરદેશના સેણુતપુર શહેરના રાજા બાણાસુરની કુંવરી ઉષા (આખા)નું હરણ કરી લાવ્યા હતા. એ યુધમાં બાણાસુરના બંને હાથે શ્રી કૃષ્ણપરમાત્માએ કાપી નાખ્યા હતા. (એ સવિસ્તર હકીકત શ્રી. ભા. ના. દસમ ઉત્તરાધમાં અ.-૬૨-૬૩માં છે ) કેટલેક સમય વીત્યે “વિનાશ કાળે વિપરીત બુધ્ધિ' એ સુત્ર પ્રમાણે યાદના કુમારોએ મળી જાંબુવતીજીને પુત્ર “શાબ ખુબસુરત હોવાથી તેને સ્ત્રીને વેશ પહેરાવી સર્વ દુર્વાશાત્રષિ આગળ ગયા અને કષિને પ્રશ્ન પુછયો કે આ ચીન-પુત્ર આવશે? કે પુત્રી? દુર્વાશાએ વેગસામાધીથી તેઓનું કપટ જાણું
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy