SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ (ડવી કળા) જામનગરમાં ઇતિહાસ. માનપત્ર. નેકનામદાર ખુદાવિંદ મહારાજા ધિરાજ જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુર * નવાનગરે સ્ટેટ. કૃપાળુ રાજન, અમો ધી જામનગર ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો આપે નામદારશ્રીને માનપત્ર અપવાની અમોને આજરોજ સાંપડેલી આ અલભ્ય તક માટે પરમકૃપાળુ પરમાત્માના ઋણ છીએ તથા અમારાં અહોભાગ્ય સમજીએ છીએ. આપ નામદારશ્રી ગાદીનસીન થવા માટે અમો સર્વ પ્રથમ તો આપ નામદારશ્રીને અમારાં હર્દિક અને સંપૂર્ણ વફાદારી ભર્યા અભિનંદન અપિએ છીએ. સદ્દગત મહારાજા ધિરાજશ્રી રણજીતસિંહજી બાપુના આકાલ અવસાનથી જ્યારે જામનગરના સમસ્ત વાતાવર માં ગ્લાની અને શોક છવાઇ રહ્યાં હતાં ત્યારે સદગત મહારાજાના અંતરની લાગણીને માન આપી રાજ્યની લગામ આપ નામદારશ્રીના હાથમાં સોંપવાની જાહેરાતથી જન સમૂહમાં સંપૂર્ણ સંતોષ તથા આનંદ ફેલાયો હતe સ્વર્ગવાસી મહારાજાશ્રીએ આપ નામદારને પિતાના વારસ તરીકે સ્વીકારવામાં જામનગરની સમસ્ત પ્રજા ઉપર એક આશિર્વાદ વર્ષાવ્યો છે. કારણકે એ પુણ્ય લેક કૈલાસવાસી મહારાજશ્રી પોતાની પ્રજાની સર્વ દેશિય ઉન્નતિ માટે અખૂટ ઉત્સાહ દાખવતા હતા અને તેઓશ્રીના એ ઉત્સાહ તથા પ્રજાવાત્સલ્યની સતત ધારા આપ નામદારશ્રીએ ૫ણ ગાદીનશીન થયા પછી અનેક વખત વહાવીને પ્રજાકલ્યાણની સર્વ દિશામાં આપની સહાનુભૂતિ તથા ખંત દાખવ્યાં છે. આપ નામદારશ્રીએ રાજ્ય સુકાન ઘારણ કર્યા પછીના આ ટુંક સમયમાં અનેક સુધારાઓ દાખલ કરી પ્રજાજનોને તેમનાં ઉજજવલ ભાવિની આગાહી આપી છે. આપ નામદારથી વ્યાપાર ઉદ્યોગના ક્ષેત્રમાં અતુલ ઉત્સાહ ધરાવે છે અને તેની ઉન્નતિ માટે આપ નામદારશ્રીએ પ્રયાસ આદર્યા છે. આ પ્રસંગે સ્વર્ગવાસી મહારાજશ્રીની ઉદાર રાજ્યનીતિનું સ્મરણ કરી તેમના ચરણે અમારી હાર્દિક નિવાપાંજલી અપર્ણ કરવાનું પ્રલોભન અમો છોડી શક્તા નથી, તેઓ નામદારશ્રીના છત્ર તળે આ રાજ્યને વિશ્વખ્યાતિ અને સત્તા પ્રાપ્ત થયાં છે. સાર્વજનિક કેળવણી મફત કરીને તેઓશ્રીએ કળા અને સાહીત્યને પિડ્યાં હતાં, તેઓશ્રીએ શહેરના સિલ્પ તથા સૌંદર્યમાં અનુપમ વૃદ્ધિ કરી છે અને રાજ્ય શાસનમાં સુધારા કરી પ્રજાની આર્થિક ઉન્નતિ સાધી છે. તેઓ નામદારશ્રીનું રાજ્યતંત્ર અતિ ઉદાર અને વિશાળ દષ્ટિબિંદુઓ પર રચાયું હતું. ધન્ય એ પુણ્યક મહારાજાની ઉંડી ધર્મભાવના, ઉચ્ચ ચારિત્ર્ય, અજોડ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy