SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરના ઇતિહાસ. (પ્રથમ કળા) ૧૯ છે તો વિન્ક વન છgય છે स्वस्ति? अष्टकोण वज्र, व्योम४ जव धनुष विराजत ॥ गौपद" इंन्दु८ अडोल, ध्वजार अरु मीन१० चपल अत ॥ अंबु११ जंबु१२ शुभ कुंभ,१३ धरतजन ध्यान निरंतर ॥ तीनकोन१४ अंकुश१५ हरीजन दोष दुःखहर ॥ शुभ सोल चीन्ह है चरनमें, ऊर्ध्वरेख६ मन आत हे ॥ तेही चित्त देत भवजल तरत, भीमभक्त गुन गात हे ॥१॥ ચર્ણાર્વિન્દમાં સેળ ચિન્હ ભી રહ્યાં છે. તેવા શ્રીકૃષ્ણ પરમાત્મા ગોકુળમાં ઉછરવા લાગ્યા ત્યાં ગાયો ચારી. વૃંદાવનમાં લીલાકરી કાળીનાગ નાથ્યો અને બગાસુર, સટાસુર, વૃષભાસુર, કેરી, પુતના, વિગેરે રાક્ષસેને માર્યા ગોવર્ધન તો, પછી અકુર અને બલભદ્રની સાથે મથુરા ગયા ત્યાં ચાણુર મુદ્રિકને મલ્લ યુદ્ધમાં મારી પોતાના મામા કંસને સિંહાસન ઉપરથી ચોટલે ઝાલી ખેંચી પછાડ્યો અને તલવારના પટ્ટાયુદ્ધથી તેને ઠાર માર્યો, ઉગ્રસેનને મથુરાની ગાદી ઉપર બેસાર્યા પછી કંસના ભાઇ સુનામાં નામના રાજાને લડાઇમાં હરાવી માય. જરાસંધને પિતાનો જમાઇ કંસ મરાયાના ખબર થતાં મથુરાં ઉપર ૧૭, વખત ચડી આવ્યો અને હારપામી પાછો ગયો, તેથી અઢારમી વખત પ્રચંડ સિન્ય લઈ આવવાની તૈયારી કરતો હતો, તેમજ કાળયવન ત્રણ કરેડ પ્લેચ્છાને લઈ આવે છે તેવા ખબર કૃષ્ણને મલતાં, બન્ને બાજુના ધસારા સામી લાખોની કલા નિરર્થક નહિ ચલાવતાં, તેમજ વખતો વખત આવી ઉપાધીઓ થતાં તેથી રહિત રહેવાનું ઘારી, આનર્ત દેશમાં આવી દ્વારિકા નામની પુરી વસાવી ત્યાં ગાદી સ્થાપી રહ્યા. દ્વારિકા નગરીને ફરતે ૯૬ માઈલને કિલ્લો બાંએ આ નગરીમાં શીલ્પ શાસ્ત્રને આધારે ચાટા, ચેક, રાજમા, નાનીમોટી શેરીઓ, ઉદ્યાન, ગામ વચ્ચેના બગીચા, ઉપવને, શહેરબહારના બગીચાઓ, આકાશ સાથે વાત કરનારા મહેલે, સભાસ્થાને હવેલીએ રાજમહાલ ત્રાંબાપિત્તળ અને રૂપાના કેઠાઓથી સુશોભીત દુશ્મનોથી દુગમ્ય એવી નગરી વસાવી રહ્યા. એ નગરી કઈ જગ્યાએ હતી એ વિશે ઘણુ મત ભેદ છે. કેઈ ઇતિહાસકાર કહે છે કે ગિરનાર અને કેડીનારના પાસે હતી, અને વેરાવળ, પોરબંદર, તેના પરાં હતાં, ત્યારે બીજે ઇતિહાસકાર કહે છે કે સંદ્વાર બેટમાં અમુક વખત રહી હાલની દ્વારકાની બાજુમાં મૂળ દ્વારકા જે દરીઆમાં ડુબી ગઈ છે તે ત્યાં હતી. અને હાલ જે બાલાચડી (જે જામનગર સ્ટેટમાં દરીઆ કીનારે) છે તે જગ્યાએ દ્વારકાનાં મૃત છોકરાઓને દાટતા, હાલ પણ ત્યાં બાલશ્રાદ્ધ થાય છે. એ બાલાચડીથી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy