________________
શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરને ઇતિહાસ. (પ્રથમ કળા) ૧૭ કાર્યો શ્રીકૃષ્ણ પરમાત્માએ કર્યા છે. તેવાં કાર્યો ગમે તેવા મહાન પુરૂષે આખી જીદગીમાં પણ નહિ કર્યો હોય તેઓશ્રીના લીલા ચરિત્રના ગ્રંથોના ગ્રંથો લખાયેલા છે, જેથી વિશેષ વર્ણન નહિ કરતાં માત્ર સંક્ષેપમાં તેઓના ચરિત્રનું એક કાવ્ય આ નીચે આપેલ છે;
જે કાવ્ય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન કવિશ્વર શ્રી બ્રહ્માનંદ સ્વામિએ વિ. સં. ૧૮૮૪ ના વિશાખ વદ બીજના રોજ જુનાગઢ મંદિરમાં રાધારમણ દેવની પ્રતિષ્ઠાને સમયે રચેલું છે, જે નીચે મુજબ છે.
॥ श्री राधा रमण देवनो छंद ॥
॥ दोहा ॥ रहोअंतर राधारमन, सुंदरवर घनश्याम ॥ भवजलपार उतारही, नीगमसार जेहीनाम ॥ १ ॥
__॥ छंद जाती गीयो मालती-हरीगीत ॥ जेहीनामआधा गयंदसाधा जलअगाधा अंतरे ॥ जबजूडखाधा करीहाधा सरणलाधा अनुसरे ॥ मीटगइउपाधा चेनबाधा बंधदाधा धाकरी ॥ जय रमनराधा मीत्रमाधा हरनबाधा श्री हरी ॥ जय रमनराधा ॥१॥ वसुदेवद्वारे देहधारे भारटारे भोमके ॥ सुर काजसारे संततारे द्वेषीमारे होमके ॥ सुरपतीहंकारे मेघबारे ब्रजउगारे गीरिधरी ॥ जय रमनराधा ॥ २ ॥ बकलीनपाना सकटभाना जगतजाना जोरहे ॥ ब्रजहोतुफाना व्योमताना कंठठाना दोरहे । अतिसेमुंजाना मृत्युमाना करिबीछाना सिलपरी ॥ जय रमनराधा ॥३॥ राधासुगोरी वयकीसोरी सांजभोरी नीसरे ॥ तब आतदोरी अंगखोरी दानचोरी सिरधरे ॥ करीद्रगकठोरी जोरजोरी बांहमोरी बलकरी ॥ जय रमनराधा ॥ ४ ॥ नटवरतरंगी चालचंगी नवलरंगी नाथज्यु । लटकेकलंगी मानतंगी जीतजंगी हाथज्युं ॥ तनतेंत्रीभंगी गोपसंगी त्रीयउमंगी इक्षरी ॥ जय रमनराधा ॥ ५॥ मुरलीबजैया गोपरैया लारमैया बनफीरे ॥