SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) ખાસ ખંત રાખતા તેમજ સર્વ પ્રજાને દર્શાવેલ કે “જે કઈ માણસને મારી પાસે ફરીયાદ કરવા આવવું હોય. તેણે સુખેથી આવવું” તેથી જે અરજદારો હજુરમાં અરજે જતા તેને ત્યાંજ છનસાફ જાતે તપાસ કરીને આપતા, જામશ્રી પોતાના સર્વ કુટુંબ અને જનાના સહીત આનંદ કરવા પોતાના નજીકના પ્રદેસ જેવાકે, આમરણ, જોડીયા, બાલંભા કાલાવડ વગેરે મહાલેમાં પધા તા. ત્યાં અમુક દહાડા કેપ રાખી સર્વ વસ્તીની સંભાળ લેતા તેમજ કન્યાશાળા અને સ્કુલની વિઝીટ કરતા. બાળાઓને ઇનામો આપતા અને બ્રાહ્મણની ચેરાસીઓ કરતા લાડુઓ પીરસાતી વખતે પિતે ત્યાં જાતે પધારી આગ્રહ કરી ભુદેવિને એક લાડુ ખાય તો એક કરી વધુ દક્ષીણુમાં આપવાની શરતે બહુજ જમાડી તૃપ્ત કરતા, તે વખતના બ્રાહ્મણના થતા કલાહલને લેકેની ગજેનાથી પોતે ઘણાજ ખુશી થતા એ મુસાફરીમાં બ્રાહ્મણ, ચારણ, ફકીર, અત્તીત, વગેરે જે કોઈ મળી આશીર્વચન આપતા તેને યોગ્ય સત્કાર કરતા એટલું જ નહીં પણ પુજ્ય બુદ્ધિથી તેઓનું સનમાન કરતા-ધર્માદાખેરાતી-જમીનનું પાણું પણ તેઓ ન પીતા, જમાનામાં ગામની પ્રજાની સ્ત્રી રાસડા લેવા જતી તેઓને ખોબા ભરી સાકરે અને સેપારીએ રાણીસાહેબે તરફથી મળતી, કેટલાકને રોકડ ઇનામો પણ આપતા એ પ્રમાણે મહાલો ફરી પિતાની પ્રજાની સુખ દુઃખની વાતો સાંભળી, લાખોકરીઓનું ખર્ચ કરી રાજ્યકુટુંબને ખુશી કરી પાછા જામનગર પધરતા જામશ્રી વિભાજી ગાયનના બહુજ સખીન હતા તેથી કરી ગવૈયાઓનાં મોટા ટેળાઓ તેઓ નામદાર સનમુખ સદાયે હાજર રહેતાં, જામશ્રી મોજ આપવામાં ઘણુજ ઉદાર હતા. તેથી ઘણે દુરથી તેઓશ્રીની ઉદારતા સાંભળી કેટલાક કારીગરો નવાનવા પ્રકારની ચીજો લઈ ભેટ આપવાને આવતા તેઓની તે ભેટ લઇ તેને યોગ્ય સત્કાર થતાં તેઓ સવ ખુશી થઇ દેશમાં જતા. એક સમયની મુસાફરીમાં કાલાવડથી કંડોરણું પધારતાં રસ્તામાં પોતાને નરશ લાગી રસ્તો નદીને કિનારે ચાલતો હોવાથી હજુરીએ તે તાજું પાણી લાવી આપ્યું દરમીયાન તે નદીને સામે કાંઠે દેખાતું નાનું ગામ પિતે જોયું. અને (કુદરતે પિતાની ટેક જાળવવા એ પ્રણ કરી) તેનું નામ શું તે કોનું છે? વગેરે પ્રશ્નો પિતે કરતાં તે નદીના કિનારા ઉપર કાલાવડના રહીશ મેમણ નુરમામદ અબલાણી ત્યાં હાજર હોવાથી તેણે તે ગામ “ચારણ”નું છે, અને તેનું નામ “રાજવડ” છે, એમ જણાવ્યું તેથી જામશ્રીએ તે ખેરાતી ગામની હદમાંથી લાવેલું જળ સીરાઈમાંથી ઢળાવી નંખાવ્યું અને ઉતાવળે શબ્દ કહેવા લાગ્યા કે, જો જે, જે ઇશ્વરે સારું કર્યું કે મેં પુછયું. નકર ભુલમાં તે પાણી પીવાઈ જાત-પીવાઈ જાત એ—એ લેઈ પીધા બરાબર છે. પછી વેલ ચલાવી એક ગાઉ દૂર જઈ તે ગામને સીમાડો મેલ્યા પછી પાણુ મંગાવી જળ પીધું. ઉપરની વાત મને તે મેમણ પ્રવચ્ચે કહી હતી. આવા કર્ણના જેવા દાનેશ્વરી પ્રાતઃ સ્મર્ણયરાજા ચારણની ખેરાતને કેટલું માન આપતા તેનો આ એકજ દાખલે બસ છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy