SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગર ઈતિહાસ. (પંચદશી કળા) ૩૨૭. ઉપર મુજબ જામશ્રી વિભાજી તિર્થાટન કરી, જામનગર પધાર્યા, તેજ સાલમાં (વિ. સં. ૧૯૨૦ માં) જામશ્રી વિભાજીએ પોતાની ટંકશાળમાં સેનાની કેરીઓનો સિકકે પડાવી, સેનામહેર ચાલુ કરી. પરંતુ તેજ સિકકા જેવા બીજા બનાવટી સિકકાઓ ઘણું પડતા હોવાથી, તે સિકકે તેજ સાલમાં પાડ બંધ કર્યો. વિ. સં. ૧૯૩૧ સને ૧૮૭૫ની ૩૦ મી ડીસેંબરે મુંબઇના નામદાર ગવર્નર સર ફીલીપવુડહાઉસ સાહેબ જામનગર પધાર્યા હતા. તે વખતે ગવરસાહેબના સત્કાર અથે જામશ્રીએ ઘણુજ શોભાયમાન ધામધુમ કરી હતી. જે જોઈ નામદાર ગવર્નરસાહેબ ઘણુજ ખુશી થયા હતા. આ પ્રસંગના સ્મરણાર્થે પાણીના નળના જે બાંધકામ કર્યા હતાં. તે ખુલ્લો મુકવાની કિયા ગવર્નર સાહેબના હાથે કરાવી હતી. તેમજ એક “શાકમારકેટ અને એક “ઇસ્પીતાલને પાયે પણ નામદાર ગવર્નરસાહેબના હસ્તે નંખાવી, તે બે મકાનો રૂપીઆ ૭૮૦૦e)અઠોતેર હજાર ખરચી બંધાવ્યાં હતાં. એજ સાલમાં મ્યુનિસીપાલ કમીટી સ્થાપી, રસ્તામાં સુધારી સડકો બંધાવી, તે ઉપર દરરોજ પાણી છંટાવવું, તથા દિવાબતી વગેરે સુધારાખાતુ સ્થાપી પ્રજાના સુખ સાધનોમાં વધારો કર્યો હતો. વિ. સં. ૧૯૩૧ સને ૧૮૭૫ના ડીસેંબર માસની ૪ તારીખે જામનગરમાં એક સુશિત હાઇસ્કુલને ખુલ્લી મુકવાની ક્રિયા ખુદ જામશ્રી વિભાજીસાહેબે પિતાના મુબારક હસ્તથી કરી હતી. વિસં. ૧૯૦૨ના અષાડ માસમાં મુખ્ય દિવાન ભગવાનજી પોતાની વૃધ્ધાવસ્થા થવાથી તથા કા. પો. એ. મી. પીલસાહેબના દબાણથી તેમણે પોતાના કારભારનું રાજીનામું આપી, પિતે લાંબી મુદ્દત કારભાર કર્યો તે બાબત જામશ્રી વિભાજીને કરી ૬ લાખનો નજરાણું કરી; મુંબઇના સાહુકાર શેઠ લક્ષ્મીદાસ ખીમજી તથા કાસમ ધરમસી મારફત મહારાજનો ફારગતિ લખાવી લીધી. અને પિતે કામથી ફારગત થયા. જે વખતે તેણે કારભાર છોડયો તે વખતે રાજ્યપર કેરી ૯ લાખનું કરજ, અને ઉઘરાણું કેરી ૧૭ લાખની હતી. વિ. સં. ૧૯૩૩ના શ્રાવણ માસમાં રાવ બહાદુર પોપટ વેલજી દિવાન નીમાયા પરંતુ કાળુભાની સ્વતંત્ર વર્તણુંકથી તેની સાથે તેને અણબનાવ થયો. અને તુળસી ડાયાની તરફેણુ ઉતરવાથી તેને કારભાર છોડવો પડયો. તે પછી લગભગ સાડાત્રણ માસ શેઠ કાનજી કલ્યાણજીએ કારભારું કર્યું. અને તેજ સાલ આખરમાં કાળુભાની પસંદગીથી મી. નારાણરાવ વાસુદેવ ખારકરને મોટા પગારધી દિવાન નિમ્યા હતા તેજ સાલમાં નામદારપ્રીન્સ ઓફ વેલ્સ મુંબઈ ખાતે પધારતાં, તે પ્રસંગે જામશ્રી વિભાજી મુંબઈ પધાર્યા હતા ત્યાં નામદાર વાયસરોય સાહેબની મુલાકાત થતાં નામ. વાયસરોય સાહેબે ઘણજે આદરમાનથી જામસાહેબનું સ્વાગત કર્યું હતું. તેમજ બીજે દીવસે નામદાર વાયસરોય સાહેબે નામદાર જામસાહેબની વળતી મુલાકાત (Return visit) લીધી હતી. * ના. શહેનશાહ સાતમા એડવર્ડ.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy