SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (પંચદશી કળા) ૩૦૩ . હું પંચદશી કળા પ્રારંભઃ - ટ્ટ (૭) (૧૫) જામશ્રી રણમલજી (ર જા) ફી (ચંદ્રથી ૧૮૪ શ્રી કૃષ્ણથી ૧૨૯) (વિ. સં. ૧૮૭૬ થી ૧૯૦૮ સુધી ૩૨ વર્ષ) જામશ્રી રણમલજીનો જન્મ સડેદરગાર્મ વિ. સં. ૧૮૫૯ માં થયો હતો. તે નીચેના જન્માક્ષરથી સિદ્ધ થાય છે. જામશ્રી રણમલજીની જન્મ કુંડલી – ૧મળ7 - રા.૧ર ; વિ. સં. ૧૮૫૯ શાલિવાહન શક ૧૭૨૪ ના માગશીર્ષ શુકલ પક્ષ સપ્તમી ઇઝ ઘટી ૧૫-૩ પળ જન્માંગ.x જામશ્રી રણમલજી જ્યારે ગાદીએ આવ્યા. ત્યારે તેઓશ્રીની ઉમર ૧૭ વર્ષની હતી, પોતે ઘણુજ કંટા અને નિડર હોવાથી સ્વતંત્રપણે રાજ્યવહીવટ ચલાવવા ઇચ્છા થઇ, એ સમયે બાશ્રી આgબાસાહેબ તથા મેતીમેતાની મહેરબાનીથી જમાદાર ફકીર-મહમદ રાજ્યમાં આગળ પડતો ભાગ લેતો હતો. તે એટલે સુધી કે તેને બીજા મેરૂખવાસના નામે પ્રસિદ્ધ થયું હતું. પરંતુ “નાનું તોય નાગનું બચ્ચું? તે કહેવત અનુસાર જામશ્રી રણમલજીએ તેની ધારેલી બાજી એક પળવારમાં ધુળ ભેગી કરી. અને રાજ્યમાંથી હદપાર કરી કાઢી મેયો. વિ. સં. ૧૮૭૭–૭૮ માં મોતીમેતાને કારભારી નીમી, દિવાનની પાઘડી બંધાવી, રાજ્યના કુલ મુખત્યાર બનાવ્યા, જે નીચેના અફીણના પત્ર ઉપરથી જણાશે. ૪ ઉપરની ગૃહ કુંડળી કાળાવડના જોષી દવે જટાશંકર પુરૂષોત્તમના ઘરમાંથી હસ્તલખીત ખરડામાંથી મળેલ છે. * અફીણ સંબંધી પત્ર –(કાઠીઆવાડ ડીરેકટરી ભાગ ૧ લો પાને ૬૨૮) શ્રી સરકાર કપ્તાન બોર્નવેલ પિોલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ, નિસ્બત ઓનરેબલ કંપની જોગ- તાલુકે નવાનગરના દિવાન મહેતા મોતીરામ શામળજી લખી આપું છું કે ઈ. સ. ૧૮૨૧ ના ફેબ્રુઆરી તા. ૧ લી સંવત ૧૮૭૭ ના પિષ વદ ૧૪ થી રાણપરમાં એક વખાર કરવામાં આવતાં, મને એક જાહેરનામાની નકલ મોકલાવી. તેમાં લખ્યું છે જે આ તાલુકામાં જે કોઈને પરચુરણ અફીણ વેચવા મરજી હોય તેણે આ વખારેથી ખરીદ કરવું” એ જાહેરનામા મુજબ પરગણુના કસબા અને ગામોમાં ઘણુંખરા લોકોને ખબર
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy