SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (ચતુર્દશી કળા) ૩૦૧ જેને ત્રણ કિલ્લા છે, અને ત્રણ ખાય છે. તેમજ ત્રણ હવાઇ તોપ તથા ત્રણસો જંજાળું કેઠા ઉપર રાત દહાડે રહે છે. તથા વાંકી ભ્રકુટીવાળા બે હજારને ત્રણ આરબે રહે છે. એવા જે જેડીયાના કિલાનો માલીક ખવાસ સગ્રામ તે સંગમ (લડાઈ) કર્યા વિના કબજો છેડી કેમ નીકળે? - જે જિલ્લામાં દાણે પાણું ભરપુર છે. જ્યાં પૈસો પણ ઘણે છે, અને જીંદગી આખી હોંશથી ખાય, તોપણ ખુટે નહિં, તેવા કિલાને ઘેરઘાલી, અંગ્રેજની સેના બાર વર્ષ સુધી લડે, તોપણ એ લંકાના કિલા સમાન જેડીયાને કિલ્લે કેમ છુટી શકે ? (જીતી શકે?) હાથબાંધી નામરદની પેઠે લશ્કરમાં હાલી ચાલીને હાજર થશે. અને કરડેની કિંમતનો દરબારગઢ સોંપી આપે. એ સાંભળી રાવરાણુ અને દિવાન દરજજાના મોટા માણસે આશ્ચર્ય પામ્યાં, (કવિ કહે છે કે) “મેર મુવા ફાસી, ખુટલ ખવાસ તું લડવાથી ડરી, હિંમત હારી ગયે?” મેરૂ યુવા પછી તમે નગરને કેમેલી ભાગ્યા, ત્યારથી જ અમે તમને નામરદ જાણ્યા હતા, નહિંતર નગરનેજ કેટ કેમ છે? જામસાહેબનું જતન (રક્ષણ) કરી પવાને જમે (પેશકશી) ભરી નિડરપણે સ્થિરથઇ રહ્યાહત, તો તમારું નામ કેણુ લઇ શકત ? દુર્ભાગ્ય કે સદ્ભાગ્યે મેરૂના નસિબમાં રાજ્યગ હતો તેથી તે બારેમાસ મરદાનગીથી લડવાને ચારેબાજુ દોડાદોડ કરતો, અને તેથી પરગણાં (જેડીયા બાલંભા અને આમરણ) મેળવી રાજ્યસુખ ભોગવ્યું, પણ તમે આ લડાઈને પ્રસંગ જોઈ, નાહિંમત થઈ ધ્રાંગધ્રા અને મોરબી તરફ લેવાગતા ગયા, તો એવીરીતે હાકેમનો (બાદશાહનો) ગિરાશ કાંઇ ગોલથી રહેતો હશે? (ન રહે.)+ સગ્રામખવાસે મોરબીમાં રહી, પાછળથી વડોદરાના અંગ્રેજી અમલદારોને લાંચ આપીને, તથા સુંદરજી ખત્રી અને દિવાન વિઠલરાવ સાથે મિત્રાચારી કરીને સામખવાસે જામસાહેબની પાસેથી આમરણ પરગણાની જાગીર “ઠાકર ચાકરની રીતે રહી ખાવાની શરતે મેળવી. અને પોતે કુટુંબ સહિત પાછા આમરણમાં આવી રહ્યો. તે વિષે દુહો છે કે – दोहो-जुग बालांभो जोडीओ, करीआ खाली कोट ॥ માત્ર , , બાળ વાર નોટ ને ? . સુંદરજી ખત્રી કે જે અંગ્રેજને વકીલ અને નાયબ હતું, તેણે જોડીયા તથા બાલંભાના પરગણાઓ એકલાખ પંદરહજાર કરી ઠરાવીને આઠ વર્ષની + આ કાવ્યમાં કવિએ સત્યવકતા થઈ ખવાસોને પાણી ચડાવવા, ઘટતા વચનો કડ્યાં. છે. અને જામશ્રીના તાબેદાર રહી, તેઓનું રક્ષણ કરવા સુચવ્યું છે. એ જુની ચારણું ભાષાનું ગીત કાઠીઆવાડમાં સર્વ સ્થળે પ્રસિદ્ધ છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy