SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ (ચતુર્દશી કળા) ૨૭૭ કરી, અને દિવાનસાહેબ રધુનાથ વગેરે ત્રણેય ભાઈઓ સાથે હોવાથી તેઓને સૈન્યાગ્ર ભાગનું આધિપત્ય ધારણ કરાવ્યું. તેથી તે ત્રણે ભાઈઓ પોતાના ઘોડેસ્વારોની ટકડી સાથે જોડાયા. સોરઠી તવારીખના કર્તા, દિવાન રણછોડજી લખે છે કે ફતેહમામંદ તેની સાથે કીડી અને કીડના જેટલું દળ લઇને આવ્યો હતો. તેણે અમારા ત્રાંબાળુ (નગારાં) ગડતાં સાંભળી, તેમજ અમારા નિશાને ફરકતાં જોઈ, પોતે તોપ, જંજાળો, અને ઊંટ ઉપર નાખેલા અગ્ના લઈ સામે ચાલ્યો, તેના પછવાડે ૧૫,૦૦૦ કચ્છી પાયદળ, તથા સિંધી, આરબ અને અફગાના ૪૦૦ બખતરીયા માણશે અને ૨૦,૦૦૦ રજપુત અને સિંધી ઘોડેસ્વારે ચાલ્યા. અમારી સામે જમણી બાજુ ગાંડી, રાજકોટ અને ખીરસરા (રણમલજી) નાં લશ્કરે હુમલો કરવા તત્પર થઇ ઉભાં હતાં. ઉપરની તૈયારી જોઇ ભવાન ગભરાયો અને દિવાન રઘુનાથજીને કહ્યું કે “હળવદના રાજ ગજસિંહજી કે જેઓ બને પક્ષના સગા છે. તેના મારફત સુલેહના સંદેશાઓ ચલાવીએ, અને આજને દિવસ સુલેહનો છે તે જાણવા સફેદ વાવટો ચડાવી, આપણે અહિંથી ચારગાઉ ઝીલરીઆ ગામે પાછો મુકામ નાખીએ.” દિવાન રઘુનાથજીએ તે વાત માની નહિં. અને પોતાના ઘેડેસ્વારે તથા આરઓની ટુકડીને જમણી બાજુ ગોઠવી દીધી અને ડાબી બાજુ પાયદળ સાથે ભવાન ખવાસને ગોઠવ્યો, એવી રીતે નદિના કિનારા પર સૈન્યની વ્યુહરચના કરી. [વળી સેરડી તવારીખના કર્તા લખે છે કે] “તેણે પ્રથમ અમારા [દિવાનજી] ઉપર ૭૦૦૦ પાયદળ સાથે અલી અલીની બુમો મારતા પસાર કર્યો. અને અમારી ટુકડીએ પણ હરહર મહાદેવના પોકાર કરી તેના ઉપર પસાર કર્યો ફતેહમામદ તથા મદદે આવેલા ઠાકરે ભવાન ખવાસ તરફ હટલે કરી, તેને પરાજીત કર્યો. તેથી તે રણક્ષેત્ર છેડી ખારીવાંકની ડુંગરી ઉપર થડાએક સ્વારો સાથે જઇ પહોંચે. સાંજ પડતાં રાજ ગજસિંહજી [હું રબાવાને સંબંધી છું. માટે મારા ઉપર ફતેહમામંદ હુમલા નહે' કરે એમ ધારી] આગળ ચાલ્યા. પણ દુમનેએ તેવું કાંઈ નહિ વિચારતાં તેઓના સામા સખત રીતે લડયા, રાત્રી પડતાં બન્ને દળે વિખરાયાં. તે પછી દિવાન સાહેબે રણક્ષેત્રમાં ફરીને મૂએલાઓને કફન ઓઢડાવીને દફનાવ્યા. અને જખમીઓને ઊંટ ઉપર ખાટલાઓના પાલખ બંધાવી તેમાં સુવરાવી, ભવાનખવાસ સાથે જામનગર મોકલ્યા. ફતેહમામંદના મેટા લશ્કરથી નવાનગરને બચાવ કરવા મેરૂખવાસે દિવાન સાહેબને જામનગર પાછા લાવ્યા. તેથી તેઓ જામનગર આવ્યા, અને તેઓ સૌ શહેરને જાબુદ કરી બેઠા, ફતેહમામદ નવાનગર આવ્યા. પણ ત્યાં શહેરને કિલો હેવાથી તે ફાળે નહિં. તેથી તે ખંભાળીયા સુધી મુલક લુંટતે, બાળતો અને ઉજડ કરતો, કચ્છમાં પાછા ગયે. આટલું આટલું નુકશાન થયું છતાં મેરૂએ તે વખતે જામનગર છોડવું નહિં. અને તેથી જ જામ જશાજીનો છુટકારો કરવા ભાયાતે શહેરમાં આવી શક્યા નહિં. આ વખતે જમાદાર ફતેહ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy