________________
જામનગરનો ઇતિહાસ. (ચતુદશી કળા) ર૭૫ રઘુનાથજીના હાથ નીચે નીચે પ્રમાણે આરબના નિશાને સુપ્રત કર્યા,–“જમાદાર શેખડુબાઇદી,” “સાલેહઅબદુલ્લાહ મહમદ અબુબકાર” “હામીદ મોહસીન તથા “હામીદ નાસીર વગેરેના અંડાઓ અને સિંધીની ટુકડીઓમાં “જમાદાર ઉમર દુરાની બરાણુ રૂખડ વિગેરે મળી જેમાં આઠ માણસોની સંખ્યા હતી, મહેરામણ ખવાસ દિવાન સાહેબને પોતાના અમીર તરીકે લેખતે, એ વખતે બીજા અમીરો તરીકે ફરીદખાન અલીખાન, ખાનભાઇશેઠ ભગવાનજી સોઢા, ગજસિંહ ઝાલા, કેશવજી તથા વસનજી (નાગર)મહેતા, તથા અદાભાઈ અને કેશર ઠકકર (લુહાણા) એ સઘળાઓ આ સ્ટેટમાં જાગીરદારે હતા.
ઉપર જણાવેલ અમીરેમાંના ઝાલાશ્રી ગજસિંહજીનાં કુંવરીશ્રી આછુંબા, જામશ્રી જશાજીને પરણાવ્યાં હતાં. અને જ્યારે જાન લઈ જામશ્રી જશાજી ધ્રાંગધ્રા ગયા ત્યારે જસદણના કાઠીદરબાર વાજસુરખાચરે આટકેટ ચાંદલામાં આપ્યું અને પછી જસદણમાંથી નગરનું થાણું ઉઠાઠવાની અરજ કરવાથી જામશ્રી જશાજીએ એ અરજ માન્ય રાખી જશદણ વાજસુરખાચરને પાછું આપ્યું. આટકોટમાં રહેતા દાદાખાચરે, આટકોટ ચાંદલામાં આપ્યાની વાત કબુલ રાખી નહિ, તેથી તે નવાનગર સામે બહારવટે નીકo,
કેટલાક દિવસો પછી મેરૂ ખવાસે તેની સાથે વી ચલાવી કહ્યું કે, “મારની સાથે અમારે [ જામનગરને ] વેર છે જો તું તેને બદલે વાળે તો તને આટકેટ પાછું આપું.” તેણે તે વાત કબુલ રાખવાથી મેરૂએ કેટલુંક લશ્કર દાદાખાચરને આપ્યું, તે લશ્કરની મદદથી તેણે ત્રણ વખત મોરબી લુટયું. પરંતુ ત્રીજીવારની લૂંટમાંથી પાછા ફરતાં, મોરબીનું લશ્કર તેની પાછળ પડતાં, કટીલા આગળ ભેટો થયે, મોરબીનું લકર ઘણું હતું તથા ખુદ ઠાકરશ્રી જીઆઇ પણ સાથે હતા. તે જોઈ દાદાખાચરે પિતાના માણશેને કહ્યું કે “જેને જીવવું હોય તે ઘરે જાવ, અને મરવું હોય તે મારી સાથે રહોતેથી તમામ લશ્કર ઘર તરફ ગયું, તેના સગાસંબંધીઓ વિગેરે મળી માત્ર ૩૦ જણા જ રહ્યા. તેઓ બહાદુરીથી લડયા, પણ તેઓ સઘળા તથા દાદાખાચર તે લડાઇમાં કામ આવતાં, તેની ઘોડી ઘેર ગઈ. તે ઉપરથી જ આટકેટમાં જણાયું કે દાદાખાચર કામ આવ્યા. આમ મેરૂએ એક કાંકરે બે પક્ષીને નાશ કરાવ્યું. આ અઢારમા સૈકામાં કાઠીઆવાડમાં નીચે લખ્યા ચાર વીરપુરૂષોની હાક વાગતી હતી.–
* મોરબીના ઇતિહાસમાં થાન આગળ ભેટો થયાનું લખેલ છે.
* એક વિદ્વાન લેખક લખે છે કે “જે સ્થળે મહાન પુરૂષનું લેહી રેડાય તે સ્થળ (તે ભુમિ) ભવિષ્યમાં તેના વારસદારોને મળે.” એ પ્રમાણે મહાન વીર અને દૈવી પુરૂષ લાખાપુનાણુને પાળીઓ જામનગરની સરહદ ઉપર આટકોટ ગામે હાલ મોજુદ છે. તો તેઓનું લેહી જ્યાં રેડાયું તે ભુમી તેના વંશજોના કબજામાં કેટલાક સૈકાઓ વીતતાં પણ પાછી આવી.