SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શ્રીયદુશપ્રકાશ. (પ્રથમખંડ) ઉર્દૂ દીપાંબાઇથી મેરૂની વધતી જતી સત્તા સહુન થઇ નહિં તેમજ પેાતાને પણ ધાસ્તી લાગવાથી, તે શ્રીજી (શ્રીનાથજી)ની જાત્રાએ જવાનેા મિશ લઇ, જામનગર ાડી, ધ્રાગંધે ગયાં. ત્યાં. જઈ પેાતાના ભાઇએ સાથે મળી, મેરૂને નગરમાંથી કાઢી મેલવાની યુક્તિ રચવા માંડી, એ વાતની ખબર મેરૂ ખવાસને પડતાં, પાતે કાંઇ જાણતાજ નહેાય તેવા દેખાવ કરી, કેટલાએક માણસા મેાકલી, બહુજ માનપાનથી દિપાંજીબાઇને જામનગરમાં પાછાં વાવ્યાં, કેટલાક દિવસ પછી દિપાંખાઇ જામનગર આવ્યાં, એટલે મહેરામણે દગલબાજી રચી ખાઈને કહેવરાવ્યુ કે “આજે દરખારગઢમાં પધારવાનુ મુહૂત નથી, માટે અવજોગ હાવાથી આજની રાત્રી . ગામમાં ચતુર્ભુજને ત્યાં રહેવાની ગેાઠવણ કરી છે. તે ત્યાં પધારો' માઇશ્રી આ છળભેદ ન જાણી શકતાં, મેહેરૂના કહેવા પ્રમાણે ચતુર્ભુજની શેરીમાં પાતાના રથ લઇ ગયાં, ત્યાં તેના ઘરની ડેલી આગળ માણસાને એકબાજી કરી જાદા કર્યાં, બાઇના આા ચક રાખતાં, બાઇ રથમાંથી નીચે ઉતર્યાં. અને હજી એક પગ જમીન ઉપર છે, અને બીજો રથની પીજણી ઉપર છે, ત્યાં તા મેરૂના સંકેત પ્રમાણે, ચાંદગારી’ નામના એક દુષ્ટ સિપાઇએ બેવફા થઇ, ચક સાસરે પેાતાના ભયંકર જમૈયાના ઘા કર્યાં. તે ઘાવ' ભાઇશ્રીને લાગતાં તરતજ તુ ભુજની ડેલી આગળજ ખાઇશ્રી મરણ પામ્યાં. ખિજમતદારો પણ ત્યાંથી બીકના માર્યાં ભાગી ગયા હતા. શેરીમાં આવેલા ઉકરડાની નજદીક છાણના ઢગલા ઉપર એ ભાઇની લાશ લગભગ બે કલાક પડી રહી. છેવટ ભાણજી મ્હેતા અને જગજીવન એઝા તથા ચતરભુજના વચ્ચે પડવાથી મેરૂ સમજયા, અને પોતાના ભાઇ નાનજીને મારી નખાવનારના ખુનના બદલા ખુનથી લઇ સતાષ માની, ખાઇશ્રીની દક્રિયા કરવા રજા આપી. તેથી જગજીવન એઝા તથા ભાણજી શ્વેતાએ રાજતિ પ્રમાણે ભાઇના અગ્નિસંસ્કાર કરાવ્યા વિ. સ. ૧૮૩૨માં મેરૂ ખવાસે ઓખામંડળ સર કરવા એક બળવાન લશ્કર તૈયાર કર્યુ અને પાસિત્રાના લોકો જે લુટફાટ કરતા હતા, તેમનેા મજબુત કિલ્લા હાથ કરવા ચઢાઇ કરી. અને પાતાની સહાયમાં જુનાગઢના દિવાન અમરજીને તેડાવ્યા. તેથી દિવાન અમરજી પણ પેાતાના લશ્કર સાથે પેાસિત્રા મુકામે મેને આવી મળ્યા. પેસિત્રાના કિલ્લાને ઘેરો નાખી, કિલ્લાના પ્રથમના બુરજ નીચે સુરંગ ખાદાવી તે દારૂથી ભરી ફાડાવતાં મોટા ધડાકા થયા, અને ધુળ તથા ધુમાડાથી આંધી ઉતરતાં કિલ્લામાં એક મોટું ગાબડુ પડેલુ' જણાયું. તેમાંથી લશ્કર અંદર દાખલ થયું. અને દુશ્મના સાથે ભેટભેટાં થતાં તલવારની લડાઇ ચાલી. તેમાં પાસિત્રાના કિલ્લેદાર હાર્યાં, તેથી લશ્કરે કિલ્લામાંના સઘળે। સામાન હાથ કર્યાં પેાસિત્રાના લુંટારૂઓએ, અરબસ્તાન, સિંધ અને દક્ષિણના વહાણેના પુષ્કળ માલ લુટી લાવી ભરી રાખ્યા હતા. તે તમામ લુંટના માલ મેરૂએ હાથ કર્યાં અને કિલ્લા બજે કરી પેાતે જામનગર આવ્યેા.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy