SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગર દતિહાસ (ચતુશી કળા) ર૬૭ 8 શ્રી ચતુર્દશી કળા પ્રારંભઃ ] – (૪૫) (૧૩) જામશ્રી જશાજી (૨ જા) – (ચંદ્રથી ૧૮૨ શ્રી કૃષ્ણથી ૧૨૮) વિ. સં. ૧૮૨૪ થી ૧૮૭૦=૪૬ વર્ષ) જામશ્રી જશાજી વિ. સં. ૧૮૨૪માં ગાદીએ બિરાજ્યા ત્યારે તેઓશ્રીની સગીર વય હતી તેથી ખવાસ મહેરામણ અને તેના ભાઇ ભવાન એ બન્નેની નિગેહબાની નીચે જામશ્રી રહ્યા હતા. જમાનામાં તેમજ રંગમહેલમાં ચાકર અને ખિજમતદાર તરીકે મેરૂએ પોતાની જ્ઞાતિના માણસોને તેમજ પોતાના આશ્રીતોને અને પોતાના સગાસંબંધીઓને ગોઠવી દીધા હતા. એ પ્રમાણે જ્યારે મેરૂ જામનગરમાં સ્વતંત્ર સત્તા ભગવતે હતો ત્યારે દિલ્હીની ગાદી ઉપર શાહઆલમ બાદશાહ તરીકે હતો. જામ જશાજી ગાદીએ આવ્યા. તેજ સાલમાં (વિ. સં. ૧૮૨૪ માં) કચ્છભુજના રાઓશ્રી ગોડજી એ મોટા તોપખાના અને લશ્કર સાથે જામનગર ઉપર ચડાઈ કરી, આ ખબર મેરૂને અગાઉથી પત્ર દ્વારા મળતાં તેણે પણ એક જબરજસ્ત લકર લઈ, રાઓશ્રી આવતા પહેલાં તેઓને અપાએલ બાલંભાને કિલ્લો હસ્ત કરી, ત્યાં રહેતા કચ્છી થાણદારેને કાઢી મેલી, કિલ્લામાં તમામ દારૂગોળ, હાથ કરી મોરચા ગોઠવી બેઠે. રાઓશ્રી કચ્છનું રણ ઓળંગી આવતાં, બાલંભાને કિલ્લો મેરૂએ હાથ કર્યો છે તેવા ખબર થાણદારોએ આપ્યા, એ ખબરથી તેમજ તેના લશ્કરની મોટી તૈયારીના ખબર સાંભળી રાઓશ્રી ગોડજીએ જામનગર ઉપર ચડાઈ કરવાનું માંડી વાળી, ઉલટું બાલંભુ, ગુમાવી કચ્છ તરફ પાછા ગયા. જામતમાચીજીના ખુનમાં ભાગ લેનાર પડધરીવાળા હાલાજી, જે કાકાભાઈ ના નામથી પ્રસિદ્ધ હતા, તે ઘણુજ ઘાતકી અને કંટા હતા. તેણે મોરબીના ઠાકોર અલિઆઇને તથા પોરબંદરના રાણાને તથા જામતમાચીજને, એમ ત્રણ રાજાઓને અને લગભગ એકસે જેટલા બીજા માણસને પોતાના હાથેજ મારી નાખેલ હતા. તેના હાથ અને તરવાર કાયમ લેહીવાળા જ રહેતા, તે હાલાજી મોડપરને કિલે હાથે કરી, જામસાહેબ સામું બંડ ઉઠાવી, આસપાસના મુલકમાં લુંટ ચલાવી, પોતાની સત્તાને વધારતા હતા. તેથી મેરૂ ખવાસે ઓચિંતી ચડાઇ કરી મોડપરના કિલ્લાને ઘેરે નાખ્યો. અને એ ઘેરે નાખતી વખતે કિલ્લાની બારીમાંજ તે હાલેજ બેઠેલ છે તેમ કેઈ ઓળનાર માણસે બતાવતાં એક સાધારણ સિપાઈની બંદુકની ગાળી તેની પીઠ ઉપર લાગતાં તે ત્યાં તરત મરણ પામ્યા, અને મેરુખવાસે તે કિલ્લો હાથ કર્યો. કાકાભાઈને મારી મોડપરને કિલ્લે સર કરી આવ્યા પછી બાઈ જીવુબા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy