________________
જામનગરને ઇતિહાસ. (ત્રયોદશી કળા) ૨૫૩
શ્રી ત્રયોદશી કળા પ્રારંભ: ક છે (૪૧) (૯) જામશ્રી લાખાજી (ર ) . (ચંદ્રથી ૧૩૭ શ્રી કૃષ્ણથી ૧૨૩) (વિ. સં. ૧૭૬ થી ૧૭૬ ૮= ર્ષ).
જામશ્રી લાખાજીના ગુણવર્ણન:– दोहा-लाखो कवलखां दीए, ओ पछमधर इश ॥
उदधस मोजा उछळे, बीडंगस गजांबरीस ॥१॥ तवां कुंवर लखपतरा, रासंग ने हरघोळ ॥
सोहत कोडा सींघरा, मारण गजा मचोळ ॥२॥ छप्पय-लखपत नगरे राज, केक सुख भोगस कीधो ॥
धरम नेम वृत साध, लखां मुख सुजस लीधो ॥ कीयो न अधरम एक, नेक धरन्याव चलायो । पाछो प्राण मुगत, पदस सायेवसु पायो ॥ करी आस केक विधविध करी, बेद शास्त्र बंचाडीया ॥
कामास एम धन धन करे, चाओ कळां जळ चाडीया ॥१॥ અથ–જામ લખાજીએ ગાદીએ બીરાજી ઘણા ઘણું કવીશ્વરેને લાખપશાવ કરી, કેટલાક હાથીઓ તથા ઘોડાઓ બઢ્યા. જામ લાખાજીને રાયસિંહજી અને હરધોળજી નામના બે કુમાર થયા. તે સિંહના બચ્ચાઓની પેઠે નાનપણથી જ દુમનરૂપી હાથીના કુંભસ્થળે મસળે તેવા થયા. જામશ્રી લાખાજીએ જામનગરની ગાદીએ બીરાજી શાંતિથી વૈભવ ભેગ. ઘણાંક ધર્મનિયમ કર્યા. કેઇપણ અધર્મ કર્યો નહિં લાખો માણસેને માંએ જશ લીધા. દાન રૂપી મોજા ઉછાળવાથી સમુદ્રની ઉપમા લીધી. પ્રજાનું અદલ ઇન્સાફથી પાલન કર્યુવેદ પુરાણે સાંભળી, વિધિપૂર્વક યજ્ઞ-હોમાદિક સત્કર્મો કર્યા, એવા ધન્યવાદ આપવા ાિગ્ય કેટલાંક શુભ કામે કરી, પોતાના કુળને ક્રિતિરૂપી જળ સીંચી, પોતે મુક્તિપદ મેળવ્યું.
જામશ્રી લાખાજીએ બાવીસ વર્ષ રાજ્યસુખ ભેગવ્યું. તેમના વખતમાં
* કેટલાક ઇતિહાસકારો જામશ્રી લાખાજી વિ. સં. ૧૭૬૫ માં દેવ થયાનું જણાવી ૧૯ વર્ષ રાજ્ય કર્યાનું લખે છે. પરંતુ અમને બે પ્રમાણે સબળ મળવાથી તેનો આધાર લેવામાં આવ્યો છે –
૧ કાલાવડના પ્રખ્યાત જેવી જટાશંકર પુરૂષોત્તમ દવેના વડીલના હસ્તાક્ષર ખરડો અમોને મળેલ છે તેમાં કયા જામશ્રી કઈ સાલે ગાદીએ બીરાજ્ય અને કેટલા વર્ષ રાજ્ય કર્યું તે હાલારી સંવતના હિસાબે સાલ લખાએલ છે. તે ખરડામાં જામશ્રી લાખાજી વિ. સં. ૧૭૪માં ગાદીએ બીરાજી, બાવીસ વર્ષ રાજ્ય કર્યાનું લખે છે.