SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) बन्धव फलो बुलावियो, बांह भजावण बेर ॥ द्वादश 'गांमांहूंदियो, सन भांणावड सेर ॥२॥ वसेस फलजी भांणवड, नायक सोड नरेंद्र ॥ तमाची तखते तपे, अळव मोज घणइन्द्र ॥३॥ અર્થ—કેટલાએક લડાયક માણસે તથા ઘોડાઓને સરંજામ એકઠોકરી પૃથ્વી પાછી મેળવવાને માટે બારવટું કરવા લાગ્યા, કેટલાક થાણાઓ કાપી કાપી દેશ કબજે કરવા લાગ્યા, કેટલાક જાડેજાએ ભેળા મળ્યા અને હાલાર દેશને લુંટી લગડી ભય વર્તાવવા લાગ્યા, થાળીના પાણુની પેઠે દેશ થરથરવા લાગ્યા, આ રીતે ઘડાવાઈ, ચાલવાથી દેશ ઉજ્જડ થઈ ગયે. માત્ર મેટે મેટે ઠેકાણે વસ્તી રહી અને રસ્તે રસ્તા બંધ થઈ ગયા, નગરમાં બેઠાં છતાં પણ કૃત્રીમ સતોજી થરથરવા લાગ્યો, હરમત છુટી ગઇ અને હોંશ ઉડી ગઈ, સત્તાજી આગળ હમેશાં ફરીયાદો આવવા લાગી, પણ તેનું કંઈ જેર ફાવ્યું નહીં, એ પ્રમાણે બહારવટું કરતાં કેટલાક દિવસો વીતતાં બન્ને ભાઈઓએ એક વખત નગર જેવા જવાનું પરીયાણ કરી મેળ કરવા માંડી. વાઘેર, વાઢેર, આહીર, મેર, કેબી, જાડેજા ભાયાતે, ઘુંઘણુ ઘણુ સૂમરા, અને તું બેલ ચારણ ઈત્યાદિ હજારે લડાયક આદમીઓની મેળ કરી એક પહેર રાત્રિ રહેતાં ગઢે નીસરણું માંડી નવાનગરમાં દાખલ થયા, અને ઠેકાણે ઠેકાણે કમાડ તોડયાં, સામા થયેલા સિપાઇઓને મારી નાખ્યા અને કેટલાક સિપાઈઓ ભાગી છુટયા, આવી રીતે હલ્લો કરી દરબારગઢ આગળ આવીને દરવાજાના કમાડ ખેડવી અંદર દાખલ થઈ બંદુકને એકદમ સુબો કર્યો, તેથી આકાશ ગાજી ઉઠયું, તરવારની ઝીંક પડવા લાગી, વીરે રણક્ષેત્રમાં રમવા લાગ્યા, તમાચીજીના ભયથી સતાજીએ નાશીને અમદાવાદને રસ્તે લીધે, ત્યાં જઈ સુબા આગળ ફરીયાદ કરી, ત્યારે સુબાએ તેને કહ્યું કે “તારા કપાળમાં નગરનું રાજ્ય લખેલું નથી તેથી નગરના ફટાયાને મળે છે. તેટલે ગરાશ તને આપું અને તું અહીં રહે. વખતોવખત લાખ માણસની કતલ નહીં કરાવાય” એમ કહી ૨ ગામ દઈ સતાજીને ગુજરાતમાં રાખે. - જામનગરની ગાદી ઉપર જામશ્રી તમાચીજી રાજ્ય કરવા લાગ્યા, અને પિતાના નાના ભાઇ ફલજીને ૧૨ ગામથી ભાણવડ આમું જામશ્રી તમાચીજી ઈદની પેઠે વૈભવ માણવા લાગ્યા. સર્વ લોકે તેમના હુકમમાં રહેવા લાગ્યા, અને જમીનદારે પેશકસી ભરવા લાગ્યા, અને નાના બંધુશ્રી ફલજીભા ભાણવડમાં રહેવા લાગ્યા. વિ. સં. ૧૭૨૯ ના આખરે ગુજરાતના સુબા તરીકે જોધપુરના મહારાજાશ્રી ઉપરના અર્થવાળી કવિતા નહીં લખતાં માત્ર અર્થ જ લખેલ છે.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy