SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) કૃત્રિમ કુવર સતેજ ફરતો ફરતે કેટલીક મુદતે અમદાવાદ પહોંચ્યો, એ વખતે ત્યાં બાદશાહી સુબાતરીકે કુતુબુદ્દીન હતો. તેના આગળ જઈ સતાજીએ ફરીયાદ કરીકે હું નવાનગરને જામછું. પરંતુ ત્યાં સર્વ જાડેજા ભાયાતોએ ભેળા થઈ મારા મામાને તથા બીજા કેટલાક માં માણસોને પણ મારી નાખી, રાયસિંહજીને નવાનગરની ગાદીએ બેસાડી દીધો છે. હું મારે જીવ જાળવી, માંડ ભાગી છુટી આપને શરણે આવેલ છું. આપના રાજ્ય અમલમાં આવા અનર્થો થાય છે તો આપ સાહેબ મહેરબાની કરી મને મારું રાજ્ય પાછું અપાવે આપ અમારા માલીક છે એમ માની હું આપ હજુર ફરીઆદ આવેલ છું ? ઉપરની ફરીઆદ સાંભળી સુબો કુતુબુદ્દીન બેલ્યો કે “મારી સુબાગીરીમાં પણ આવા અન્યાય થાય છે?” એમ કહી તુરતજ મોટી ફેજને તૈયાર કરવાનો હુકમ આપે, અને થોડાજ દહાડામાં ખુદ પોતે, કુત્રીમ, સતાજીને સાથે લઈ નવાનગર ઉપર ચઢી આવ્યો. (વિ. સ. ૧૭૨૦) નવાનગર ઉપર બાદશાહી સુબો ચઢી આવે છે. તેવા ખબર જામશ્રી રાયસિંહજીને થતાં, તેઓએ પણ જેની તૈયારી કરવાનું શુભ મુહૂર્ત જોવરાવી. ઝંડે ખડે કરી, દેશમાં સાંઢીએ ફેરવી સર્વ લડાયક માણસેને એકઠા કરી, સુબા સામી કુચ કરી, શેખપાટ નામના ગામે તેમના સામુ દારૂણ ચુધ મચાવ્યું, એ લડાઇમાં કણ કણ કામ આવ્યા તે વિષે કાવ્ય છે કે – दोहा-सहस्रवीस जाडेजसो, खग ढळीया रणखेत ॥ तीससहस तुरकांणरा, चडीया खाग सचेत ।' १ ॥ रासंग ढळीया रणमहीं, समरजीत पतशाह ।। रण संभारे सूरमा, दियास पावक दाह ।। २ । ध्रोळ धणी सांगोसधर, गोंडळ पत सगराम ॥ .. रासंग आगे रणरची, धन्य पुगा प्रम धाम ॥ ३ ॥ चडीयो कुतबसचोंपसों, आयो नगरस आप ॥ थरकर थांणा थापिया, गादी सत्रशल थाप ॥ ४ ॥ अमल जमायो आपरो, अफर फरे नह आण ॥ दूजो को दरसे नहीं, तोर बढयो तुरकाण ।। ५ ।। અર્થ–એ લડાઈમાં જામશ્રીનાં ૨૦૦૦૦) માણસે કામ આવ્યાં અને અમ દાવાદી સુબાનાં ૩૦૦૦૦) માણસે કામ આવ્યાં, તેમજ જામશ્રી રાયસિંહજી તથા ધ્રોળના ઠાકરશ્રી સાંગ્રામજી વગેરે મહાન પરાક્રમ બતાવી, રણક્ષેત્રમાં પડયા,
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy