SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૮ શ્રીયદુવંશપ્રકાશ. (પ્રથમખંડ) આ તો જીરવ મા તો , મુરબર હેરા મુજ્ઞા . : : !.. જોરાવર મઠ નામો, વંર વાતારિણવાર ૬ IT જામશ્રી સતાજી (સત્રશાલજી ) વિ. સં. ૧૬૬૪ માં વર્ષ રાજ્ય ભેગવી કૈલાસવાસી થયા. આ રાજા ધર્મનિષ્ઠ ઉદાર, દાનેશ્વરી અને ક્ષત્રિયધમના પુર્ણ અભિમાની હતા. તેઓશ્રીને કુમારશ્રી અજાજી તથા જશાજી એ નામના બે કુમારે હતા. : : સેરડી તવારીખના, કર્તા લખે છે કે કુમારશ્રી અજાજી ભુચરમારીમાં કામ આવ્યા પછી જામ સત્રસાલ નવાનગરમાં તાબાની હાલતમાં રહ્યા. અને એક બાદશાહી મુખત્યારની સાથે રહીને નગરના રાજ્યનો કારભાર ચલાવતા, તેટલા સારૂ કુમારશ્રી જસાજીને મુખત્યારરૂપી હેરાનગતિ ખસેડવાની આશાએ દિલ્હી મોકલાયા, જસાજીએ કેટલેક વખત દિલ્હીના પાયતખ્તમાં બાદશાહની નિગેહબાની નીચે રહી, બાદશાહી પ્યાર મેળવ્યો. તેમજ બાદશાહની હુરમ–જહાનઆરા બેગમની મહેરબાની અને રક્ષણથી તેમજ બક્ષી રઘુનાથજી નામના નાગર ગૃહસ્થના ઉપકારથી નવાનગરમાં રહેતા બાદશાહી સબાને ખસેડવાનો હુકમ લાવ્યા, અને તે વિ. સં. ૧૬૭૩ ના ફાગણ સુદ ૧ ના રોજ ગાદીએ બેઠા.=ઉપરના હેવાલથી જામી સતાજી વિ. સં. ૧૬૨૫ ના માહા વદ ૧૪ ના દિવસે ગાદીએ આવ્યા. અને તે પછી વિ. સં. ૧૬૭૩ ના ફાગણ સુદ ૧ ના રોજ જસાજી ગાદીએ આવ્યા એ હિસાબે ૪૭ વર્ષ ત્રણમાસ ૧૮ દિવસ જામસતાજીએ રાજ્ય કર્યું કહેવાય. કુમારશ્રી જશાજીએ ભૂચરમેરી પછી નવાનગર સ્ટેટ, કેવી રીતે પાછું મેળવ્યું તે વિષે વિભાવિલાસમાંની હકીકત. ભૂચરમોરીને અંતે જામશ્રી સતાજીએ નાના કુમારશ્રી જશાજીને તેઓના મામા સોઢા જોધાજી તથા પોતાના નાના બંધુ રણમલજી (શિશાંગવાળા) સાથે કેટલાક માણસે આપી, બાદશાહ હજુર દિલ્હી મોકલ્યા, અને દિલ્હીના પઠાણું રૂસ્તમખાન (જેઓ બાદશાહના અમીર હતા,) ઉપર ભલામણ પત્ર લખી આપ્યો, એ રૂસ્તમ ખાં પઠાણુ મકરાશરીફની હજ કરી વળતાં જામનગરમાં આવી જામશ્રી સતાજીને મળ્યા હતા, અને જામશ્રીએ તેને દશ દિવસ સુધી રોકી ઘણી ખાત્રી કરી, પોષાક તથા પિતાને ચઢવાનો એક ઘોડો આપી, પાઘડી બદલ ભાઈ ઠરાવ્યો હતો, અને પોતે (જામીએ) તેના કહેવાથી દાઢી રાખી હતી. તથા તેની કામ કાજ ફરમાવવાની અરજ ઉપરથી કોઈ વખત દિલ્હીમાં કામ પડે ત્યારે મદદ કરવાનું વચન લીધું હતું. - જશાજી દિલ્હી જઈ પઠાણ રૂસ્તમખાનની મદદથી બાદશાહને મળ્યા હતા, તે વખતે બાદશાહની એક પ્યારી હુરમ, કે જે પિતાનો શાહજાદો ગુજરી જવાથી ગાંડી થઈ ગઈ હતી. તેણે એક દહાડે જાળીમાંથી કુમારશ્રી જશાજીને જોયા. અને કુમારશ્રીની અણસાર શાહજાદાના જેવીજ હવાથી હુરમે “મારો શાહજાદો તો આ રહો, માણસ ગુજરી ગયાનું કેમ કહે છે” એમ કહી બાદશાહની પરવાનગીથી જશાજીને જનાનામાં બોલાવ્યા, જશાજી અંદર જતાં જ હુરમ તેને બેટા, બેટા, કહી બેલાવી, હવા લાગી, રડવાથી હૈયું ખાલી થતાં, જીવ ઠેકાણે આવ્યા, અને ત્યારથી હુરમ જશાજીને હંમેશાં પિતાની પાસે રાખવા લાગી, જશાજીના મામા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy