SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) સ્વર્ગ તરફ ચાલવા લાગી. ભયંકર તરવાથી ખેલ રમા તેથી ક્ષત્રિયે વિકરાળ દેખાવા લાગ્યા, ઘાયલોના અંગોમાંથી લેહી ભભકવા લાગ્યાં, કેડથી બે ભાગ થિએલા વીરે તડફડવા લાગ્યા, ઘાયલ ઘામાં ચકચુર થએલ છતાં વીરહકે કરવા લાગ્યા, કેટલાક ઘાયલો ડચકાં ભરવા લાગ્યા, જોગણીઓનાં સુડેડ ફરવા લાગ્યાં, સમળીએ તથા ગરજે ચસકારા કરવા લાગી, ભૈરવાદિ વીરે ડાક વગાડવા લાગ્યા અને શંકર રૂંઢમાળ વાસ્તે માથાં વીણવા લાગ્યા. આવા યુદ્ધમાં ઘણું ઘણું શત્રુએને જેર કરી, કુવરશ્રી અજોજી ઑોના પ્રહારોથી રણક્ષેત્રમાં પડયા અને બીજા પણ ઘણુ યોદ્ધાઓ પડ્યા. સદાશિવ માથાંઓની રૂંઢમાળા બનાવવા લાગ્યા. અપ્સરાએ શુરવીરેને લઇ વિમાનમાં બેઠી, શંકર કંવરશ્રી અજાજીના માથાને ખોળવા લાગ્યા પણ તે માથું કટકે કટકા થઈ ગએલું જોવામાં આવ્યું તેથી તે કટકાઓને વીણું તેઓને તુર બનાવી. શંકરે જટામાં લટકાવ્યો, આ યુદ્ધમાં કુંવરશ્રી અજેજી પાંચ યોદ્ધાઓ સહીત પડયા, જેસે તથા ડાયે વજીર ચારસો લાડકો સહિત પડયા, ભાણજીદલ ચારસો માણસે સહીત અને મહેરામણજી ૧૪ દિકરાઓ સહીત પડયા, પાંચસે તલ ચારણે, અઢીસે પિંગલઆહીરે, એક હજાર નાગડાઓ અને ૨૫ હજાર જાડેજા ભાયાતો રણક્ષેત્રમાં કામ આવ્યા, છત્રીસે વંશના બીજા પણ કેટલાક રજપુતો કપાઈ ગયા, એઓમાં કેટલાક વિમાનમાં બેસી અપ્સરાઓની સાથે દેવલોકમાં ગયા અને કેટલાક સાયુજ્ય મુક્તિ પામ્યા, હાથી, ઘોડા, તથા ઉંટ વગેરે બે સુમાર વાહને કતલ થયાં, સઘળાં મળીને જામસાહેબનાં એક લાખ માણસે માર્યા ગયાં. અને બાદશાહી ફેજનાં અઢી લાખે માણસે કામ આવ્યાં, સાંજે સંગ્રામ પુરે થયો, પિશાચ, ભૂત, ખેચર, તથા પ્રેત, વગેરે તુમ થયાં, નારદ તથા શારદા હાસ્ય કરવા લાગ્યાં. જેણુઓ તથા વીર વેતાલે તાલ બજાવી નાચ કરવા લાગ્યાં. રણક્ષેત્રમાં બાવન ઘા વાગવાથી ઇસર બારોટના પુત્ર ગોપાલ બારોટ અશકત થઈ પડયા હતા ત્યાં લેશે તપાસતો તપાસતો તેને ઘોડો આવ્યો કે જે ઘોડે અજાજીએ આ હતો તે પચીશ હજારની કિંમતને હતો, ઘોડે પિતાના ધણીને ઓળખી બુથ મારવા માંડયું, તેથી બારોટે ચેતનમાં આવી ઘોડાને ઓળખી કહ્યું કે “ઉભે થઈ તારે માથે ચડવાની મારામાં શક્તિ નથી પણ જેતુ પડખું દઇ બેસ તો તારી પીઠ પર આવું ધણુનું બોલવું સાંભળી ઘોડે પડખું દઇ બેઠે ત્યારે બારેટ તેની પીઠ પર આવી ઘાયલેને તથા મરેલાઓને જોતા જોતા ચાલતા થયા. જરા આગળ ચાલતાં જેશવજીર ઘાએલ થએલા જોવામાં આવ્યા, ગોપાલ બારેટને જોઇને જેશાવરે કહ્યું કે “કુંવર અજોજી કયાં છે? ” ગોપાલ બારોટ કહ્યું કે “અજી ઘામાં ચકચુર થઈ આગળ પડેલા છે, ” જોશે બોલ્યો કે “તેમના અંગનું લુગડું મને ઓઢાડે તે મને ગતિ થાય, હું અને મારે ધણી બને સુરપુરમાં સાથે જઈએ, વળી જામશ્રી સતાજીને અરજ કરજે કે તમારાં અંતઃકરણમાંથી લોમાનો દાવ ભુલશે નહિ, વજીરનું વચન સાંભળી ગોપાલ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy