________________
૨૧૨ શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ ) એએ હેંગા પહેર્યા. વિરેને શિરપેચ બાંધતા જોઈ અપ્સરાઓએ કેશ ગુંથી ચુંદડીઓ ઓઢી, વીરેની કલંગીઓ જોઈ અપ્સરાઓએ સેંથા સુધાર્યા. વીરેના તિલક જોઈ અપ્સરાઓએ ચાંડલા ચેડયા, વીરેના કાનનાં મોતી જોઇ અસરા
એ કાનમાં તટીઓ પહેરી, વીરેની કંઠમાળા જેઈ અપ્સરાઓએ હાર પહેર્યા વીરેએ બખતર પહેરેલાં જેઈ અપ્સરાઓએ કાંચળી કસવા માંડી. વીરેના હાથનાં દસ્તાંનાં જોઇ અપ્સરાઓએ ચુડલા પહેર્યા વીના બાજુબંધ જોઈ અપ્સરા
એ પણ બાજુબંધ બાંધ્યા, વીરેએ કમરપર શસ્ત્ર ધર્યો જોઈને અસરાઓએ કટીમેખલા ધારણ કરી, વીરાએ જીતના લંગર પહેરેલાં જેને અપ્સરાઓએ ઝાંઝર પહેર્યા, વીરેને લડાઈ કરવા તૈયાર થએલા જાઈને અપ્સરાઓ પરણવા તયાર થઈ, વીરેની વાંકી મુછો જે અસરાઓએ વાંકી અલકો બનાવી. વીરેની કેફથી રાતી આંખો જોઈને અપ્સરાઓએ પણ આંખના રાતા ખુણ બના
વ્યા. વીરેનાં ભાલાં ચળકતાં જાઈ, અપ્સરાઓએ કટાક્ષોને ચંચળ કર્યા. વિરેની કબાણે જોઈ અપ્સરાઓએ ભ્રમર વાંકી કરી, વીરને તીર ફેરવતા જોઈ અસરએ નેત્ર ફેરવવા લાગી, વીરેને કમાનોમાં બાણ ખેંચતા જોઇ અસરાઆ નેત્રોમાં અંજનની રેખાઓ ખેંચવા લાગી. વીરેના માથાની ઝળમના લાજાળું જોઇ અપ્સરાઓએ ઘુંઘટાં ખેંચ્યા, વીરોનાં તઇયાર થએલાં ઘોડાં જઇ અસરાઓએ હેમાન તઇયાર કર્યા, વીરને ઘોડાની વાઘ ઝાલતા જઈ અપ્સરાઓએ વરમાળાએ ઝાલી. આવી રીતે વીરે તથા અપ્સરાઓએ પરસ્પર વિરવાની તયારી કરી. વીરેને અસર પરણવાની ચાહના લાગી તેમ અપ્સરાઓને વીર પરણવાની ચાહના લાગી. દાતાર ઝુઝારે યોદ્ધાઓ યુદ્ધ કરવા તયાર થયા, માટીપણાના ભાર વાળા, પૃથ્વીના રક્ષક, પૃથ્વીના કમાડ, શાસ્ત્રની ઉપર ભમરાની પેઠે ફરનારા, પ્રચંડ, ધણુના કામ વાસ્તે દેહને યુદ્ધમાં કાચના સીસાની પેઠે ફેડનારા, ભયંકર ખકોને ધારણ કરનારા, પૃથ્વીના આડણરૂપ, શત્રની પૃથ્વીને ખાટનાર, અફીણના વાટનાર, શત્રુઓનું ઊચાટન કરનાર. સિંહાના ખાડુ જેવા, બાદશાહી
જને વાંસની અગ્નિની પેઠે બાળનારા, સમુદ્ર સરખી બાદશાહી જને સોસવામાં વડવાનિ સરખા, ઝાટકાની ધારના મેઘ વરસાવનારા, દારૂની ઝાળ જેવા
ઑો છોને વાસુકીના ફંફાટા જેવા તથા ઝેરના બિંદુઓ જેવા, મ્લેચ્છોનાં શરીરને તોડનારા, અત્યંત પરાક્રમી, સામધમી, ધણુના આડા લેઢાના ગઢ સરખા ભાગાના ભેરૂ, કેથી ન ભાગે એવાને ભગાડનારા, યુધના જયસ્તંભ રૂપ, આજાન બાહ, મહા સાહસી, ધીર પંડીરની પેઠે યુધમાં ધીરજ ધરનાર, હનુમાનની પેઠે યુદ્ધમાં પરાક્રમી, પોતાના દળના આડણ રૂપ. શત્રુની ફેજના કાળ રૂ૫, કેટલાએક જાતે રજપુત, જેસા ચાંલાણુ જેવા કેટલીક વાર બાદશાહી ફિજને ભાંગી ફતેહ મેળવનારા, તરવારના બળથી અકબરશાહ જેવા બાદશાહને રેસ આપનારા, ભારા રાવળાણી જેવા ઘણું બિરુદ ધારણ કરનારા, રણમાં આગેવાન થનારા, પારકાં વેર ઓઢનાર, માજોના દેનારા અને યુદ્ધમાં ભીમ તથા