SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ ) પોતાના મનમાં સભ્રમ થતાં ભુચર પણ ત્યાં રાત રહ્યો. છ ઘડી રાત જતાં પાંખાના અવાજ થવા લાગ્યા અને તે સ્થળે પક્ષિઓ આવવા લાગ્યાં. તેમાં કેટલાએકનાં મ્હાડાં માણસ જેવાં, કેટલાએકનાં બકરી જેવાં, કેટલાએકના ખીલાડા જેવા કેટલાએકના કુતરા જેવાં અને કેટલાએકના સિંહ જેવાં હતાં. કેટલાએકનાં કાગડાએના જેવી ચાંચા હતી. ભયકર ઉચ્ચાર કરનારાં અને હાથીઓને પણ ઉચકી શકે એવા કદવાળાં એ પક્ષિઓમાં કોઈ રાતાં, કેષ્ઠ પીળાં. કોઇ કાળાં, કાઇ ધુમાડા સરખાં, કોઇ વાદળીયા રંગનાં, કેઈ સરા રંગનાં, કેાઈ પંચરંગી, કાઇ લીલાં, કાઇ સફેદ, કાઇ થુથા રંગનાં અને કોઇ બહુરુપાં હતાં. વિકરાળ રૂપવાળાં વિકરાળ નખા વાળાં અને વિકરાળ દાંતા વાળાં એ પક્ષીઆનાં ટાળે ટાળાં જોવામાં આવ્યાં તેએમાં કાઇ મેટાં નેત્રો વાળા, કાઇ માટી પાંખા વાળાં, કોઇ લાંબી ચાંચાથી ભયકર લાગતાં, કાઇ ઉંચા પગવાળાં, કાઇ નાનાં શરીર વાળાં અને કાઇ નાહાના પગ વાળાં હતાં. મોટાં શરીરોવાળાં એ પક્ષીએ રાતના ચાર પહેાર રહી પરસ્પર વાતા કરી સૂરજ ઉગતાં પેહેલાં અદૃશ્ય થઇ ગયાં. આવુ ચિત્ર જોઇ ભૂચરે વિચાર કર્યાં કે થનાર હશે તે થશે પણ આ વાત જેશા વજીરને કહેવી જોઇએ.” એમ ધારી તેણે કોઇ કામને પ્રસંગે હડીઆણે આવેલા જેસા વજીર પાસે જઇ વાત કહી સભળાવી ત્યારે જેસા વજીરે પડતા વિઆ તથા જોશીઓને તેડાવી સઘળી હકીકત કહી તેનુ' કારણ પુછ્યુ: સર્વેએ વિચાર કરી કહ્યું કે આ સ્થળે માટા સગ્રામ થવા જોઇએ. આ પક્ષીઓની ભવિષ્ય વાણીથી સમજાય છે કે રામાયણ તથા મહાભારત જેવું ત્રીજું યુદ્ધ થશે.” વજીરે આ વાત સાંભળી પક્ષીની ભાષા જાણનારા સિદ્ધને ગાધી ભૂચરની સાથે તે સ્થાનકમાં માક. તે સિદ્ધ હાથમાં કાગળ તથા કલમ લઇ છુપાઇને બેઠા તેટલામાં છ ઘડી રાત જતાં પક્ષીઓએ આવી આગમની વાતા શરૂ કરી કે વર્ષાઋતુમાં શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમે આ સ્થળે માંસના ધ્રુવ થશે, પાદશાહનાં તથા જાડેજાનાં દળ ચામેર વાદળની પેઠે ચડશે, ઝુઝાઉ નગારાંના અવાજો થશે, લાહીની નદીઓ ચાલશે, પાખરાના ઝણઝણાટ થશે, ખખતરાની કડીઓ છુટરો, તરવારોના સપાટા થશે, ધાડાઓની હુકળા થશે, હાથીઓના વીરઘંટાના ચણાટ થશે. જોગણીઓ લાહીનાં પાત્ર પીશે, શકર રૂઢમાળા મનાવશે, અપ્સરાઓ તથા હુરા વીરાને વરવા પુષ્પમાળા બનાવશે, લડતા હિંદુ મુસલમાનાનું યુદ્ધ જોવા સૂર્ય પણ ઉભા રહેશે, તેાપાના ધમાકાથી આકાશ વાધાર થઇ રહેશે, વીરોના ઘા ખડકશે, ભૂચર ખેચર ભક્ષ વાસ્તે હડીઆ કહુાડશે, કેટલાક વીરોના માથાં પડ્યા પછી ધડ ઘા કરશે, માથાં પડકારા કરશે, ઘોડાના ડાબલાઓની ઉડતી રજથી સૂ ઢંકાઇ જશે, વીરાની તરવારોની સમસખાટીએથી મદમસ્ત હાથીઓના મદ્દ પણ સુકાઇ જશે, આપણને માંસના ધ્રુવ પૂર્ણ થરો, લાહીની નદીમાં પથરાએ તરશે, વીરા આનદથી રમશે અને ભૂત પ્રેત નાચશે. વીરામાં અજોજી કુંવર પાદશાહી ફોજને લાંડીની પેઠે પરણી રણમાં સુરશે. ૧૪ દીકરાઓ સહીત મેહેરામણ, નાગડા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy