SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ક . જામનગરના ઇતિહાસ. (દશમી કળા) ૧૮૯ લાગી ખેચર તથા ભુચર હાસ્ય કરવા લાગ્યા. અપ્સરાએ તથા સુરાંઓ વીરેને વરવા લાગી. આવું હિંદુ તથા તુકનું મોટું યુદ્ધ થયું ૧૫૦૦૦ માણસે રણક્ષેત્રમાં પડયાં ખુરમની જ ભાગી ખુરમ પણ હાથી ઉપરથી ઉતરી ઘોડે ચડી મરણના ભયથી ભાગ્યો. જામશ્રીના યોદ્ધાઓ વિસામણ નામના ગામ સુધી પેજને મારતા મારતા પાછળ ગયા. ત્યાંથી જીતના નગારાં બજાવી આનંદથી રણુ ભૂમિમાં આવી બાદશાહી ખજાનાનો તંબુ, ત્રણ નેજાં, કેટલીક નગારાંની જેડી, બત્રીશ હાથી, કેટલાએક ઘોડાએ, તોપો પાલખીએ, રથ, તંબુ વિગેરે કેટલાએક સરંજામ લઇ કુમારશ્રી જસાજી સહુ સાથે નવાનગર પધાર્યા. નાની ઉમરમાં કુંવરનું આવું અદ્ભુત પરાક્રમ સાંભળી જામસતાજી ઘણાજ ખુશી થયા અને વજીર જેશાને તથા મહેરામણજી, તથા ભારાજી, તથા ભાણજી, અને સેઢા તેગાજી આદિ સર્વ સરદારેને ભારે સિરપાવ બક્ષ્યા તેમજ લડાઈમાં કામ આવેલા વીરેના વારસદારોને જાગીર આપી વર્ષાસન બાંધી આપ્યાં. નાગેશ્વર મહાદેવની આજ્ઞાથી જામસતાજીએ ર આપેલી ખેરાત - જામશ્રી સતાજીના રાજ્ય અમલમાં જામનગરમાં ઘણા ચારણે વસતા હતા, જે સ્થાન હાલ પણ “ચારણપા”ના નામથી પ્રસિદ્ધ છે તે ચારણપા માં સેજાનાં નામના માણચારણ રહેતા હતા, તેઓ સાધારણ કવિ હતા. પરંતુ તે શંકરના અનન્ય ભક્ત હતા. તેને નાગેશ્વર મહાદેવનું ઈષ્ટ હતું તેથી તેઓ દરરોજ પ્રાતઃકાળમાં ત્યાં પૂજન કરવા જતા હતા. વિ. સં. ૧૬૪૦ માં વરસાદની તંગીને લીધે. ગુજરાતને માટે તેઓ દેશાવરમાં યાચના અથે રજવાડાઓમાં ગએલ ત્યાંથી ત્રણ કેરી મેળવી પાછા કરતાં જામનગરની નાગમતી નદીમાં ન્હાવા બેઠા. એક બ્રાહ્મણ પિતાની પુત્રીને કન્યાદાન આપવા સારૂ કરી મેળવવા માટે ત્રણ દિવસથી નાગનાથ મહાદેવના મંદિરમાં બેસી ઉપવાસ કરતો હતો. ત્રીજે દિવસે પ્રાતઃકાળે મંદિરમાંથી તેણે અવાજ સાંભળ્યો કે, “હે વિપ્ર આજે દિવસ ઊગ્યામાં નદીના કિનારા પર સેજાનાંધુ નામના બારોટ તને મળશે ત્યાં જઈ તું તેને કહે છે કે કરી ત્રણસેની ચીઠ્ઠી નાગનાથ મહાદેવે તમારા ઉપર કરી છે, તે મને આપે, એ તું લઈ કન્યાદાન આપજે.” દિવસ ઊગ્યામાં સેજબારેટ નદીમાં સ્નાન કરતા હતા. ત્યાં તે વિષે આવી કહ્યું કે “તમારું નામ સેજે બારેટ? અને તમારા પાસે ત્રણસે કરી છે? બારેટ કહે હા, વિપ્ર કહે દાદા નાગનાથને હુકમ છે કે મને તે કેરીએ કન્યાદાન
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy