SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) કુમારશ્રીની છાવણીમાં તે વાતની ખબર નહિં હોવાથી સર્વ સરદારએ આનંદથી ભજન કરી સુગધી પાણી પી કસ્તુરી વાળી પાન બીડીઓના મુખવાસ ચાવી, કચારીમાં આનંદથી સો બેઠા હતા ત્યાં આકાશમાં રજને ડમ્મર જેવામાં આવતાં જેશા વજીરે કહ્યું કે “સરદારે આ રજની ડમરી જુઓ, અને પરિક્ષા કરે કે એ શું છે? મને તો એમ ધારવામાં આવે છે કે એ નીચ તુકડાઓએ દગો કર્યો હશે.” આમ કહી બારીગરને જલદીથી ખબર લાવવાનો હુકમ કર્યો બારીગરના જોટાઓએ સામા ચાલી ખબર કાઢી તુર્તજ પાછા આવી કહ્યું કે ખુરમની ફજ આપણે તરફ ચડી આવે છે આ ખબર જાણ જેસા વજીરે કુંવર જસાજી પાસે આવી કહ્યું કે “આપશ્રી જામનગર પધારે અમો ચાકર લેક અહીં યુદ્ધ કરશે ત્યારે કુંવર જસાજીએ કહ્યું કે “આવી વધાઈ લઈને મને ઘેર જવાનું તો ઠીક કહો છો! આવું યુદ્ધ છેડી પીઠ બતાવે તેને રજપૂતનો અંશ જાણ નહિ, મરવું જીવવું અને હારજીત તે ઇશ્વરને આધીન છે.” ઉપર પ્રમાણે કહી પિતાની સર્વજને તયાર કરી કુમારશ્રી ઘોડેસ્વાર થઇ જેસા વજીર સાથે ઉંડ નદીને સામે કિનારે ચડી પોતાના સૈનિકેની વ્યુહ રચના કરી બને જ સામાસામી દેખાણુ શત્રબાહુ તથા બંદૂકો ચાલવા લાગી તેમાં કેટલાક માણસે રણમાં પડ્યા અને કેટલાક ઘાયલ થવા લાગ્યા. આવી રીતે વીરને પડતા જોઈ બારેટજી કાનદાસ રેહડીઆએ કહ્યું કે “હે વજીર તું સઘળી યુદ્ધ કળા જાણે છે છતાં આ વખતે ઉભા ઉભા માર ખાઈએ છીએ તો પણ કેમ નથી બોલતો ? આવી રીતે લડવામાં આપણું ફતેહ થશે નહિં. માટે મારું માની હરહર મહાદેવ કહી ઘોડા હાંકી ઘાએ ભળી જાઓ (એટલે તલવારથી લડી શકાય તેમ ભેટભેટા થઈ જવું) તે એ તુકડાઓને શે ભાર છે જોત જોતામાં તેની ફેજને સંહાર કરી નાખીએ, આવું કહી બાપો બાપ કહી કુંવર તથા જેશા વજીરને પડકાર્યો એ સાંભળી કુંવરશ્રી તથા જેશવજીર મહેરામણજી, ભાણજીદલ, તથા ભાજી વિગેરે એ કિતિને તથા અપ્સરાઓને વરવા સિંહનાદ કરી હાથમાં ભાલાં તળી ઘોડાઓને હાંકયા ભેટભેટા થતાં તલવારે ચાલવા લાગી, બખ્તરની કડીઓ તુટવા લાગી, પાખના ઘુઘરાના ઘમકારા બોલવા લાગ્યા, લોહીની ધારાએ છુટવા લાગી, માંસાહારી પક્ષિઓ માંસ ખાવા લાગ્યા, કેટલાએક ધાએ માથામાં ભાલાં લાગવાથી પડવા લાગ્યા, કેટલાએક વીરે ઘાયલ થતાં પડી પડીને પાછા ઘા કરવા લાગ્યા, હાથીઓ તથા ઊંટ પડવા લાગ્યા, કેટલાએક ઘાયલે બરડવા લાગ્યા, ખંજર તથા કટારીઓ વડે શુરવીરે રમવા લાગ્યા, કેટલાએક ઘોડાઓની હડફેટે ઉડવા લાગ્યા, બરછીએ પાંખાળી નાગણીઓની પેઠે ઉડવા લાગી, યમરાજનું તેડું કરવા દુતો આવ્યા હોય તેમ સબ સબાટ કરતાં તીરે આવવા લાગ્યાં, સર્વ રણક્ષેત્ર લેહીથી લાલચળ થઈ રહ્યું, ચોસઠ જોગણુઓ છુટે મહએ ખપર ભરી ભરી લેહી પીવા
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy