SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રીયદુશપ્રકાશ (પ્રથમખડ ) मुणे नवाब लाजमो, हवेज जाम हाथ है । असी अरज मुज हे, धणीसको लखीजीए ॥ भसो एक आपको, कहो सको करीजीए ॥ १ ॥ અ—(નવાબે) મદદ માટે નવાનગર પત્ર લખ્યો કે “ મારી લાજ હવે જામના હાથમાં છે. ઘણું શું લખું મારી એટલીજ અરજ છે કે (કુમક મળવાના) એક આપનાજ ભસા છે. માટે આપ સલાહ આપે! તેમ ચાલુ ’ઉપરના પત્ર વાંચી જામસતાજીએ સૈન્યની તૈયારી કરાવી. दोहा - सत्रसल कागद संभळे, कटकां करे तैयार || जीरणगढ सखीआत जश, झड सजीआ झुंझार ॥ १ ॥ छंद - सजे दळं सखातीयं, बिराय बीर बातियं ॥ सहस त्रीस सथीयं, केकाण सौड कथ्थीयं ॥ कीए पाव लाडकं जसोज जोध जाडकं ॥ मरद भारमलयं, चढे जु भाण चलीयं । १ ॥ અ—જામ સતાજીએ કાગળ સાંભળી જુનાગઢની સખાયત કરવાને વીર પુરૂષાનુ સૈન્ય તૈયાર કરી ત્રીશ હજાર રણશૂરા રજપૂતા અને ઘોડેસ્વારો સાથે જેસા (લાડક) વજીરને શીરપાવ આપી જીનાગઢ જવા હૂકમ કર્યાં અને સાથે ભાણજી દલ અને કાકાથી ભારમલજી (જાંબુડાવાળા)ને મેાકલ્યા. જ્યારે જામના લશ્કરે જુનાગઢથી આશરે ૪ કાષ છેડે આવેલ મજેવડી ગામમાં મૂકામ કર્યાં ત્યારે અમીનખાનના પૂત્ર દોલતખાને ભયભિત થઇ એમ વિચાયું કે જેઓ જમીન મેળવવા માટે ઉત્સુક હેય તેમના વિશ્વાસ કરવા એ ડહાપણનું કૃત્ય નહિ, નહિતા તેઓજ શહેરમાં દાખલ થઇ જાય તેા પછી હું તમને કાઢી ન શકું... ” તેમ વિચારી તેણે જામના લશ્કરમાં એવા ખબર મેાકલ્યા કે “ મારે બાદશાહી લશ્કર સાથે સુલેહ કરવા વિચાર છે વળી આહી કિલ્લામાં સકડાસ છે તેથી બહાર છાત્રણી રાખા અથવા આપ મેહેરઆની કરી સ્વદેશ પધારો.” વજીર જેશા તથા કાકાશ્રી ભારાજીને આ ખબર ઘણાજ અપ્રીય લાગ્યા અને વિચાયુ કે, જો અહીથી પાછા વળીએ તા આપણી લાજ જાય અને અહીં મેદાનમાં રહેશું તે ઘણું જોખમ ભરેલું છે તેપણ પાછું જવુ એ ઠીક નથી એમ વિચારી બાદશાહી લશ્કરથી એ કાષને અંતરે સારી જગ્યા જોઇ છાવણી નાખી. બાદશાહી ફ્રાજમાં જામસાહેબના ખબર થતાં સરદાર મીરઝાખાને પેાતાના લશ્કરની મદદ જુનાગઢને મળ્યાના અમીર ઉમરાવાને તેડાવીને કહ્યું કે,
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy