________________
૧૭*
શ્રીયદુશપ્રકાશ
( પ્રથમખંડ )
॥ जाम श्री विभाजीना गुणवर्णन गीत ॥ (प्राचीन) ना नामणा नाद रणवाद मातम वडे, जपे जश चहुदश भलो जीभा ।। तखत हाला धणी जाम जाडो तपे, वखत थारा नको वाद विभा ॥ १ ॥ वागरा अडग वड भीम पांडव खरा, त्यागरा करण क्व वहण त्रोटा । पछमरा नाथ ग्रह हाथ तुं प्रीछयो, मूहड धन भागरा धणी मोटा || २ || 1. भूप मोटा गजा तके पुजे भजा, सजा प्रसणा दीयण भजे दत्त शीरः || करमरा कोट मन मोट करमी अकल, वाळ भू वाह थारा करम वीर ॥ ३॥
જામશ્રી વિભાજીના સમયમાં જાણવા જોગ એકજ લડાઇ થઇ હતી, તે એકે હળવદના રાજ ચદ્રસિંહજી પાસેથી રાજ રાયસિંહજીએ જ્યારે હળવદ દગા-થી (બાવાને વેશે આવી) લીધું ત્યારે રાજ ચદ્રસિંહજી જામનગરમાં જામશ્રી વિભાજી પાસે સહાયતા માટે આવ્યા હતા. અને એથી જામશ્રીવિભાજીએ મહેરામણજી ડુંગરાણી તથા જેશા વજીરની સાથે માટી ઊજની સખાયત કરી, રાજ રાયસિંહજીને મારી, ચ ંદ્રસિંહજીને હળવદની ગાદીએ બેસાડયા હતા, તે વિષે દુહા છે. કેમ્પ
दोहो- विभे इळवद वाळियो; हुं तो अवरां हाथ
काम मोटा हद करण, नकळंक जाडानाथ ॥ १ ॥ (વિ.વિ.) . જામશ્રી વિભાજીને ચાર કુમાર હતા, અને તેને નીચેની વિગતે ગરાશ આપ્યા હતાં.
दोहा - चार कुंवर विभेशरा; पण धारी प्रोंचाळ ||
સતો, ફળમજી, માળની, મડ વેરો મોવાના ? ॥ * सीसांग सोंपी रणमलां भुप खरेडी भाण ॥
वेरो हडीआणे वसे वह राया ऋड ताण ॥ २ ॥
છ રણમલજીને સીસાંગ ચાંદલીના બાર ગામેા આપ્યાં અને ભાણજીને બાર ગામથી ખરેડી આપ્યુ, અને વેરાજીને ખારગામથી હડીઆણુ આપ્યું, અને પાટવી કુમાર સતાજી ટીલે રહ્યા, એવી રીતે હાલાર ભૂમિનું રાજ્ય સાત વર્ષી કરી જામવિલા મૃત્યુ લાકમાં અવિચળ નામ રાખી સ્વગે સીધાવ્યા, ( વિ. સં. ૧૬૨૫ મહા ૧૪ ૧૪)
ઇતિશ્રી યદુવંશ પ્રકાશે નવમી કળા સમાપ્તા.
છે રણમલજીએ ( સીસાંગનાં ૧૨ ગામ લઇ ઉતર્યા ત્યારે) રાજવડ ગામ ઇસરબારોટના પૌત્ર વસનદાસને ખેરાતમાં આપ્યું હતું તે વિષે પ્રાચીન દુહા છે કે—
संवत सोळसें हे सधर । अड़तालिसने अंत। रणमल सौंप्यो राजवड । वसनदास गुणवंत । १. એ રાજવડગામ ગ્રંથ કર્તાના પિતાશ્રી ભીમજીભાઈને “ નાના ” નો વારસામાં સ’. ૧૯૪૮ માં મળ્યું હતું. સીસાંગ તથા ખરેડીની હકીકત આ ગ્રંથના દ્વિતીય ખંડમાં લખેલ છે.