SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરનો ઇતિહાસ. (નવમી કળા) ૧૬૭ ખુબ વિચાર કરી, ફરી પલટો માર્યો કે- કવિરાજ એક ગાડું કરમદાં લાવ્યા પણ હવે પાછા ત્યાં જઇ, એક ગાડું “ જુવા” એનું ભરી લેવો, તો શેશાજી સાચા સત્યવાદી. ગઢવી તે પિતાના ધણીના પોશ હતો, માંડવરાયજી સહાય છે, તેને શી ચીતા છે? એમ વિચારી ફરીને મુળીએ આવી ઠાકરશ્રી શંશા આગળ “જુવા” એનું એક ગાડું માગ્યું, એજ રાત્રે માંડવરાયજીએ સ્વપ્નમાં આવીને શંશાજીને કહ્યું કે, શંશાજી ચિંતા કરીસમાં મારા મંદિરના પગથી છે, તેમાં છેલે પગથીએથી ગણતાં ચેાથે પગથીઉ જે આવે, તેને ઉથલાવજે તો ત્યાં દોકડી આજુવા” એની ખાણ નીકળશે, તેમાંથી ગાડું ભરી દેજે, ને પછી પગથીઉં જેમ હતું તેમ ચડાવી દેજે, “એજ પ્રમાણે સવારે ચેાથું પગથીઉં ત્રોડતાં મોટા દોકડા દોકડા જેવડા જુવાઓ બહાર ઉભરાઇ નીકળ્યા, કે તુરતજ પાવડથી સુંડલાએ ભરી, ગાડું આખું ચીકાર ભરી આણું, બાદ ગાડાવાળા ખેડુતને હુકમ કર્યો કે ” તું આ ગાડું હળવદના રાજઆંગણમાં ઠલવી (ઉલાળી) પાછો હા આવજે, ગઢવી ગાડું લઈ અને હળવદ ગયા, અને રાજસાહેબને મળીને નીચે ગાડું જોવા તેડી લાવ્યા, ત્યાં તો ગાડા ખેડુત તેના દરબારના હુકમ મુજબ, રાજઆંગણુમાં ગાડું ઉલાળી તમામ જુવાનો માટે ઢગલે કરી મુળીને મારગે ચાલતો થયે હતો, એ જોઇ રાજમાનસિંહજી આશ્ચર્ય પામ્યા કે, આટલા બધા જુવાઓ ને સંગ્રહ તેને ક્યાં કર્યો હશે? પણ ઠીક “હવે આ વખતે તો એવી યોજના રચું કે, કાંતો શેશાજી નહીં ને કાંતે કવિ નહિં” એવો વિચાર કરી કહ્યું કે, ગઢવી, “હવે ત્રીજીવાર જઈને જે માગે, અને 'તે માંગ્યું, આપે તો હું માનું કે, આ કળીયુગમાં અત્યારે ઠાકર ભેંશાજી જે બીજો કઈ સત્યવાદી દાતાર નથી ” ગઢવી દાતાની પહેલી પંકતીમાં પોતાના ધણીનું નામ આવતું જે બોલ્યા કે, ઘણુ ખુશીથી હજી ત્રીજીવાર જાઉં, ફરમાવે હું શું માગું? મુળી ઘણું શું માથું, માગું તો માથું આપે એ દાતાર છે ? રાજમાનસિંહજી કહે કે, “ગઢવી તમે ત્યાં જઈને “જીવતો સિંહ માગે અને તે તમને આપે, તો તમે જાતે પકડીને આંહી લાવજે, ” - કવિ પણ સમજ્યા, કે આ વાત હવે શીર સાટાની છે, પણ ઠીક હરી ઇછા પ્રિભુ ટેક રાખશે, એમ વિચારી ચાલી નીકળ્યા, એ વખતે રાજમાનસિંહજીએ કવિને સાતે ઘોડા ઉપર શંખલાદી સામાન નંખાવી, યોગ્ય સત્કારથી મોકલ્યા હતા, કારણ કે તેઓ સમજતા હતા, કે ઉપરની માગણુ પુરી પડે તેવી નથી” કવિ તો તુરતજ મળી આવ્યા, અને સત્યવાદી શંશાજી આગળ “સિંહ”ની માગ કરી, શંશાજીને રાત્રે સ્વપ્નમાં માંડવરાયજીએ કહ્યું કે, દિવસ ઉગ્યામાં તુ ભેગાવે નાવા આવજે, ને ગઢવીને પણ સાથે લાવજે, હું પોતે સિંહનું રૂપ ધારણ કરી, પૂર્વ દિશામાંથી ગર્જનાઓ કરતો આવીશ, પણ તું જરાપણ મને
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy