SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરને ઇતિહાસ. (નવમી કળા) रणधेलो रतनेशरो, अबीचळ राख्यो नाम ।। १ ॥ पडया चभाडा पांचसो, सोढावीमुं. सांत ॥ . एक तेतर रे कारणे, अळराखी अखयात ॥ २॥ સાતવાણું ના હીરાવો છmલ્પ છે. पीसातालीस परमार, मुवावीश खेरमशाणी ॥ बारभटी बरदेव, त्रण रतनुं खमताणी ॥ रण चोवीस रायका, शोळ लश्करी सीपाइ ॥ जंग रच्यो बहु जोर, घणा आवे बहु धाइ ।। पटेल पांच, सुतार सात, वेढक आठ वजीर अति ॥ રાપી, તારે, શુંબો હીરો હરિ રૂ(વીન) અન્નદાતા એ પ્રાચીન કાવ્ય મુજબ બારભઠ્ઠી એડખના રાજવીએ સગા સબંધીના સગપણે અમારા વડીલને જેસલમેરમાંથી સાથે લઈ પારકર આવેલ ત્યાંથી કાઠીઆવાડમાં મુળીના પાદર થયેલ યુદ્ધમાં ભટી રજપુતે અને અમારા ત્રણ વડવાઓ કામ આવતાં એ પ્રદેશમાં મુળી શહેર વસાવી, અમાસ વડીલો ને તે પરમાર રાજાએ સારે ગીરાશ આપી ત્યાં રાખ્યા. હું તે વંશને હેઈ હાલ મુળીમાંજ રહું છું, પણ મથક તો અમારૂં મારવાડ (જેસલમેર) અને યદુવંશી, અમારા પ્રથમ દરજાના સાચા અન્નદાતાર. ઉપરની કવિની તમામ હકીકત સાંભળી દાનેશ્વરી રાવળજીએ પોતાના ઘરનો કવિ આ જાણુ, લાખપશાવ આપ્યા અને સારી મોટી રકમનું વર્ષાસન બાંધી આપ્યું, કવિને ચાલતી વખતે રાવળજામે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરવા ઘોડા આપ્યા, કવિને સાત દિવસ રેકી સાત ઘોડાઓ આપી, પ્રતીજ્ઞાનું પાલન કરવા, સાત ઘોડાઓને લેખ મેરછાપવાળે આપી હળવદ, તેને સામાન લેવા જવા સુચના આપી. કવિરાજ ચાલતાં ચાલતાં હળવદ આવ્યા. રાજસાહેબે પણ યોગ્ય સત્કાર કર્યો. પણ આ એકજ કવિને સાત ઘોડાઓને સામાન આપવાને લેખ વાં, ચાલતી વખતે રાજસાહેબે શખલાદી પલાણ, (સજાઇ) નહિં આપતાં અમૂક ઉધડી રકમ રેકડી આપવા લાગ્યા. એથી કવિએ કહ્યું કે જે પ્રતિજ્ઞા જીદગી પયત લીધી છે, તેની આમ ઉધડ ન હોય, અલબત આ રકમ તે સજાઈ વિગેરેની કીંમતથી વધુ હશે. તોપણ શાસ્ત્રની રીતી પ્રમાણે તેમ ન થાય, વળી રાવળ જામ હજી મુરતવંત ઘોડે આપે છે. ત્યાં સુધી તમારે પણ મુરતવંતી સજાઇ આપવી જ જોઈએ” એ સાંભળી રાજ માનસિંહજી બોલ્યા કે “રાવળજીને તે જડેશ્વર મહાદેવને પ્રતાપ છે. વળી
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy