SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) તે ગામનું પાણી પીધું નહિં, અને હુકમ કર્યો કે “ગામમાં વાઘેલાના વંશને કોઈ, નાને મે, જણ બચો, જીવ ન રહેવા દે, તેમજ બીજી વસ્તીને રજા આપી, ગામને સળગાવી, વાઘેલાના દરબારગઢનો પાયથી નાશ કર્યો, તેમજ બીજા મકાને પડાવી, ખંઢેર કરી તેમાં ગધેડાનાં હળ જોડાવી, તે ચાહમાં મીઠું વવરે, કે ફરી ત્યાં ખારી ભૂમિ થતાં એક તૃણ પણ ઉગવા ન પામે, એમ કહી જામશ્રીએ તે ગામની હદ છોડી બીજી જગ્યામાં છાવણું નાખી ત્યાં મુકામ કર્યો, જામશ્રી રાવળજીને હુકમ અણુફર હતો, તેથી તેઓના સૈનીકેએ કેટલાએક વાઘેલાઓને પકડી પકડી ઠાર ક્ય, કેટલાએક છુપીરીતે ભાગી ગયા, તમામ વસ્તીને રજા આપી, ગામ લુટી લગડી બાળી ઝાળી, વાઘેલાના દરબાર ગઢને પાડી તેડી તે ઠેકાણે ખેદાન મેદાન કરી, ફરતું મીઠું ગધેડાનાં હળ હંકાવી વવરાવી, જાહેર કર્યું, કેचोपाइ-गहेडी गढ अरकुळ वाघेलां ॥ खोदे छाबड करे सखेलां ॥ जशवंत वैरलीयो इम जामें ॥ क्रोड जगां लगरहसी कामे ॥१॥ ઉપર મુજબ ગેડીને વાઘેલા કુળનો નાશ કરી, ગેડીને છાવડછટ કરી, ક્રોડ જુગ સુધી કિતિ અમર કરી, કવિ જશવંતને આપેલું વચન બરોબર પાળી, અને તેના મારનું વેર લીધું, તેમજ તેના ગીતના ભાવાર્થ પ્રમાણે, “માળીએ બેસાર મરઘા” એટલે મહેલાતો પાડી, ત્યાં (મૃગ, હરણના અખેડા ક્ય, એવી રીતે ફતેહ કરી જામશ્રી રાવળજી નગર પધાર્યા, પણ પાછળથી વાઘેલાઓએ આવી ત્યાં ફરી ગેડી વસાવી એ સાંભળી જામરાવળે ફરી સ્વારી કરી ગેડી ભાંગી ફરી મીઠું વવરાવ્યું એમ ત્રણ વખત “ડી” ભાંગી તે વિષે કાવ્ય છે કેचोपाइ-पाक्रमकर नृप नगर पधारे, मूर फेरायों गहेडी मारे । रावळ रा पाक्रम यह रीती, केवाणह दत्ततणी सक्रीती ॥ रावळ महेन्द्र नगर छत्रराजे, छहरत भालप छोळां ब्राजे ॥ (वि. वि.) આવીરીતનું પરાક્રમ કરી જામશ્રી નગર પધાર્યા પછી જામશ્રીની ઉમરમાં ૩ ત્રણ વખત “ગેડીઝ વસી અને ત્રણ વખત જામશ્રીએ ઉજડ કરી તે પણ સંતોષ નહિં થતાં જશવંત ગઢવીનું વચન પાળવા અને વાઘેલાઓનું વૈર લેવા પિતાના ચારે કુંવરને કહ્યું કે “મારા વંશને જે હોય અને અને ગેડી વસાવ્યાનું તે સાંભળે ત્યારે તેણે માર્યા ( ઉજડ ) વિના રહેવું નહિં આવીરીતની ગેડી ઉજડ કરવાની અને ફરી ને વસવા દેવાની પ્રતિજ્ઞા કરાવી જામ રાવળજીએ નગરની ગાદીએ બીરાજી ભલપની છોડે નાખી ચારણેના વાસ્તે શુભ લાગણું બતાવી કિર્તિને અમર રાખી. * હાલ સુધી પણ એ ગેડી ગામ ઉજડ સ્થિતિમાં જ છે. તેમજ ત્યાં ત્રણ ચાર વખત મીઠું વવરાવ્યાથી ખાર ભૂમિ થતાં ત્યાં ઘાસ પણ ઉગતું નથી.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy