SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના ઇતિહાસ. (નવમી કળા) ૧૫૧ પહેાર દીવસ ચડતાં ઊંડી પહેાંચ્યા, ગેડીનું પાધર શમશાનવત લાગ્યું, ચારણાનાં લાહી ઝાંપે, રેડાયાં સાંભળી ગેડીની પરવાડ તેાડી વાધેલા ઉપર આચી તા છાપા માર્યા, ચારણાના શ્રાપથી અરધા મરેલા મેકરણ વાઘેલા સામેા થયા પણ જામના સૈનિકોએ મહાન યુદ્ધ મચાવી, તેના કેટલાક માણસાને તથા તેને તેના કુટુંબ સહીત કાપી નાખ્યા જેશા લાડકના પણ કેટલાક માણસા ઘાયલ થયા અને કેટલાક મરણ પામ્યા, એમ જેશા લાડકની ફતેહ થતાં ગેડી'માં જામસાહેબના નામની દુવાઇ ફેરવી, જામસાહેબને વાવટા (જયશ્રી આશાપુરા શ્રી જામેાતિ) ના નામવાળા કાઠા ઉપર ચડાવી, ગડી' કબજે કરી ત્યાં થાડા સમય વીતતાં જામશ્રીની ફોજ આવી, તેણે છેટેથી વાવટા જોયા, અને જામની દુવાઇ ફરતી સાંભળી, અચ ંભે પામ્યા. चोपाइ - असवारी एते महआइ || देख जामरी फरे दुवाइ ॥ यहतो देखो वात अचंभे ॥ सजकुण आपण पेलांसंभे ॥ रावळ बात सुणी इणवारी ॥ रंग जेशे सब बात सुधारी ॥ वि. वि. અ—જામશ્રીની સવારી ગેડી ગામે આવી ત્યાં, પેાતાના નામની દ્વાઇ ગામમાં ફરતી સાંભળી, તેથી જામશ્રીએ કહ્યું કે, આ શ્ચય શું છે? આપણી પહેલાં આવી, આવી ફતેહ કાણે મેળવી? આમ કહે છે, તેટલામાં તા જેશા લાડક સામૈયુ લઇ સામેા આબ્યા, અને જામ સાહેબના ચરણમાં પડી, ખધી હકીકત જાહેર કરી, તે સાંભળી જામશ્રી રાવળજી ઘણાજ ખુશી થયા, અને જેશા લાડકને ઘણા રંગ છે એમ કહી શાખાથી, ( સાથે ત્યારથીજ વજીરની પદવી ) આપી. જામ રાવળજીએ જશવંત ગઢવીએ કમળપુજા ખાધી, અને બીજા ચારણા એ પણ આ ભૂમિમાં * ધરણું (ત્રાગાં) કરી લેાહી છાટયાં છે, તે હકીકત જાણતાં * ધરણુ દેવુ એટલે દરેક ચારણા તે જગ્યાએ એકત્ર થાય, તે અસહકાર કરી, ઉપવાસ સરૂ કરે, તેમાં સ્ત્રીયા ખાળકાને પણ ધવરાવે નહી, અને પાડાં વાડાંને પણ ધવરાવા છેડે નહી આમ સાત અપવાસે સુલેહ ન થાય તે આઠમે દહાડે, પ્રાતઃકાળે સહુ નાઈ પ્રુષ્ટ સ્મરણ કરી, સહુ ‘“ત્રાગાં” કરે તેમાં કાષ્ટ કટાર, તરવાર, જમૈયેા, વગેરે ગળેધાલે, સ્રીયે। પણ પેાતાના સ્તનેાને કાપી, ત્યાં લેાહી છાંટે, તેમાં કેટલાએક ત્યાં મરે નાનાં બાળકાને ત્યાં પછાડી મારી નાખે, તેલવાળા ગળીયલ ડગલા પેરી માથે બળતી સગડીએ, લઇ ગળે તલવાર ધાલીને કેટલાક શૂરવીર ચારણા સાત સાત ત્રાગાં કરી, તે સરદારની ડેલીએ જઇ, ત્યાં સળગી મરે, તે લાહી છાંટે, શ્રાપ આપે, અને તે પછી તે ગામને અપૈયા કરે, એટલે કાઇપણ ચારણુ તે ગામનું પાણી પીએ નહી તેમ તે દુષ્ટ પુરૂષના વશો આગળથી કાઇ ચારણુ દાન લે નહી, એટલે પાણી પૈસા હરામ કરી, પસ્તાળ દઇ ચાલી નીકળે, આવા કીસ્સાઓ જ્યાં જ્યાં બનેલા છે, ત્યાં ત્યાં એ દુષ્ટ પુરૂષાનાં નામ નિશાન પણ રહ્યાં નથી.
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy