SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રીયદુવંશપ્રકાશ . (પ્રથમખંડ) રાજાઓ નાઠા અને એક ગાઉ સુધી જામરાવળના સૈનીકે તેઓની પાછળ પડયા, ત્યારે તેઓને જામરાવળજીએ બનાસતાની પાછળ થવાને ક્ષત્રિય ધર્મ નથી” એમ સમજુતીનાં વાક્યો કહેવરાવી પાછા વાયા, શત્રુ તરફના સર્વ રાજાઓ જુદા જુદા ભાગીસઉ સઉને સ્થાનકે જતા રહ્યા પછી જામસાહેબે ફતેહના ડંકા બજવરાવી રણક્ષેત્ર સંભાળ્યું. જામશ્રી રાવળજી પોતાના સામંત સાથે ઘાયલ પડેલાઓની સંભાળ લેવા લાગ્યા. ત્યાં તોપના મોરચા આગળ સોઢે તોગાજી, દલ રાજી, તથા રણસિંહજી, અને વિકમજી એ ચારે વીરેને ચોરાશી ચોરાસી જખમથી જોયા, તેથી તેઓને તુરતજ ડોળીમાં નખાવી છાવણીમાં મોકલી બીજાઓને તપાસવા લાગ્યા, તે વખતે અજો સુમરો ૧૪૦ સુમરાઓની સાથે રણમાં પડેલું જોવામાં આવ્યું. ત્યાંથી આગળ ચાલતાં પબા નામનો લાડક અને બીજા પણ કેટલાએક લાડકે તથા પીંગળ જાતના આહીરે ઘણીનું નમક હક કરવા વાસ્તે રણમાં પડેલા જોવામાં આવ્યા, બંધું રણક્ષેત્ર તપાસી કેટલાએક ઘાયલોને મુકામે પહોંચતા કર્યા. અને જેઓના પ્રાણ છુટી ગયાં હતા તેમાં હિંદુઓને અગ્નિદાહ દીધે. અને મુસલમાનોને દફનાવ્યા, અને શત્રુની છાવણીમાં કેટલાએક સરાજામ હાથ કરી પિતાને મુકામે પધાર્યા. ભાઇશ્રી હરધોળજી કે જેઓ પ્રથમથી જ કામ આવ્યા હતા. તેમને સંભાળી માંડવી બનાવી પિતાના હાથે દાહ ક્રિયા કરી, તે પછી ઠાકારશ્રી હરધોળજીના કુંવર જશાજીને તથા મહેરામણજીને (આરામથવાથી) બેલાવી કેટલાએક વીરે સાથે આપી, ભાગી ગયેલા જેઠવા તથા વાઢેર રાજા ઉપર ચડાઈ કરવાનો હુકમ કર્યો. યુદ્ધમાં અજુન સરખા બંને યોદ્ધાઓએ ચડાઈ કરી પ્રથમ ભાણવડ ગામ ઉપર હલાં કરાને ગામ ભાંગી કેડલાએક વીરેને માર્યા. ત્યારે કેઈથી ન ભાગે તે ભાણ જેઠ, સઘળે વિભવ પડતો મુકી જાન બચાવી નાસતાં તેને રણની ખાડી ઉતાર મુકી આવ્યા, ને તે પછી સાંગણજી નામના વાઢેર ઉપર ચડાઈ કરી નંદાણું ગામને ઘેરે ઘાલ્યો, હલાં કરી ગઢના દરવાજા તોડી, સાંગણ વાઢેર તથા તેના સર્વ દ્વાએને નાશ કરી ફતેહ મેળવી ત્યાં જામશ્રીના થાણુ સ્થાપી જામશ્રી રાવળજી. હજુર આવી સર્વ શુભ સમાચાર કહ્યા. એ પ્રમાણે જામશ્રી રાવળજીએ જેઠવાઓને હાલારમાંથી કાઠીઓને ભાદર નદીના દક્ષિણ કિનારની પહેલી વાર સુધી, દેદાઓને મછુનદિની પૂર્વે અને વાઘેલાઓને ઓખાના રણની પહેલી પાર, હાંકી કાઢયા - (વિ. સં. ૧૯૦૬). મીઠેઇના યુદ્ધમાં ઘાયલેને પાટા પીડી (સારવાર) કરી તેમાં તેગાજી સેઢા વિગેરે ચારેને સખત જખમે થયેલાં હતાં તેઓ પણ સાજા થઈ ગયા હતા. જામશ્રી રાવળજી મીઠના યુદ્ધમાં ઠાકારશ્રી હરઘોળજી કામ આવ્યા તેથી અહનીશ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy