SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ જામનગરના ઇતિહાસ. (અષ્ટમી કળા) ૧૩૭ થવા લાગ્યા, પાણીની પેઠે લેાહી ખળકવાં લાગ્યાં, નાના મેઢા વાદળાં સામસામા ભુટકાય તેવી રીતે શૂરવીરો સામસામે અથડાવા લાગ્યા, બગલાની પંક્તિની માફક હાથીના દાંત ઢેખાવા લાગ્યા, આકાશમાં રાતાં તથા પીળાં વાદળાંની પેઠે હાથીઓના પચરગી રંગથી રંગેલા કુંભસ્થળેા તથા રંગબેરંગી ઝુલા દેખાવા લાગી, વાયુના ઝપાટાની પેઠે ઝુલાના ઝપાટા લાગવા માંડ્યા, ઈન્દ્રધનુષની પેઠે ધાડાપરના નીશાનો તથા ધજાએ શાલવા લાગ્યાં, કળાએલ મારોની પેઠે માંસાહારી પક્ષીઓ ગહુકવા લાગ્યાં, નાના મેટાં દેડકાંઓની પેઠે હાથીઓના વીરઘટ તથા ઘુઘરા ખેલવા લાગ્યા, વરસાદ વતી વખતે વાદળાના શેડાઓની પેઠે તાપાના ધુમાડા શાલવા લાગ્યા. વીજળીના કડાકાઓની પેઠે માટી માટી ઘણા દારૂના ભક્ષ કરવા વાળી તાયેાના ધમાકા થવા માંડ્યા, વર્ષી રહ્યા પછી રંગબેરંગી આકારો વાદળામાં દેખાય છે. તેવા કેટલાએક શૂરવીરેશના શરીર ફુટી ફૂટી શાલવા લાગ્યાં કાઇ કાઇ જગ્યાએ વીજળી પડવાની પેઠે શત્રુઓના માથા માથે શૂરવીરાની તરવારોના ઘા પડવા લાગ્યા, વાદળામાંથી વતા પાણીના ખુદની પેઠે ભાથાં તથા બાણામાંથી માણા વવા લાગ્યા. ડુંગરોની શીખા ઉપરથી પાણી ખળકતાં હાય તેમ હાથીઓના અંગામાંથી લેાહી ધધકવા લાગ્યાં, જેમ વર્ષાના સમયમાં પૃથ્વીમાં ફાડા ભભકે છે, તેમ શૂરવીરોના અંગમાં ઘા ભભૂકવા લાગ્યા મેઘની ધારાઓની પેઠે ધાડા તથા પ્યાદુળાના અંગામાંથી લાહીની ધારાઓ ચાલવા લાગી, નદીઓના પુરમાં સાઁદી જંતુઓ તણાય છે, તેમ આ લાહીની નદીમાં શુરવીરોનાં આંતરડાં તણાવા લાગ્યા, નદીએમાં તરતાં માછલાંની પેઠે વીરાના હાથ તરવા લાગ્યા, મોટા મઘરમાની પેઠે શુરવીરોનાં વડા દેખાવા લાગ્યા, કાચબાઓની પેઠે શુરવીરોનાં માથા શાલવા લાગ્યાં વહાણાની પેઠે શા તરવાં લાગ્યાં પાણીના ફીણની પેઠે શૂરવીરોના માથા દેખાવા લાગ્યા, નાની માછલીઓની પેઠે વીરાનાં આંગળાં દેખાવા લાગ્યા, તણાતી તરવારો જળકાતરણી નામના માછલાની પેઠે ઢેખાવા લાગી, ગારાની પેઠે માંસના કીચડ થયા, વરસાદથી વધતાં કંદમુળની પેઠે વીરના અંગાનાં જુદા જુદા ભાગેા રૃખાવા લાગ્યા, કમળની માફક પ્રફુલીત વીરોનાં કાળજા તથા ફેરાં દેખાવા લાગ્યા, બગલાં વિગેરે કેટલાંએક પક્ષીઓનાં કાલાહુલની પેઠે ઘાયલાના તથા માંસાહારી પક્ષીઓનાં કાલાહલ થવા લાગ્યા, ગળકાં ખાતા વીરા નદીમાં નાહવા પડેલા માણસાની પેઠે શાલવા લાગ્યા, જોગણીઓ રૂપી સ્રીઓ, ખપરા રૂપી પાત્રો ભરી, લાહી રૂપી જળતુ પાન કરવા લાગી, તથા ગીત નૃત વિગેરેના આન લેવા લાગી, નદીકાંઠે ખટકમ કરતા બ્રાહ્મણાની પેઠે, શકર નારદ તથા વીર વિગેરે લાંકા શાલવા લાગ્યા, આવા મહાય કર દેખાવવાળી નદીને કાંઠે કેટલાએક વીરા અપ્સરાઓને વરી વિમાનમાં એસી સ્વર્ગે જવા લાગ્યા, આવું ભયકર યુદ્ધ એ પહેાર સુધી રહેતાં શુરવીરાની તરવારોના સપાટામાં ૧૨ બારહજાર ચાહા કતલ થયા, અને છ સેના પણ ઘણી કતલ થઈ, જામશ્રીનાં ૪ ચારહજાર માણસે કામ આવ્યા. અને જામશ્રી રાવળજીની ફત્તેહ થઇ, લડાઇને અંતે ત્રણે (જેઠવા વાળા વાઢેર )
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy