SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રીયદુવંશપ્રકાશ (પ્રથમખંડ) લાં ખાતા હતા. તેટલામાં ઝાલે કરશનજી જાંબવેચે સેના નજીક આવી કપડી કરી એ કપડી નાવા બેઠેલા ઠાકરશ્રી હરધોળજીએ જે તેથી તે વછી લઇ આવે છે એમ ધારી તેને છાવણીમાં દાખલ થવા દેવાને હુકમ કર્યો તે જાંબવેચે ચડયે ઘોડે જામસાહેબના તંબુ નજીક આવ્યો. તેના હાથમાં એક સત કાગળનું પરબીડીયું (કવર) હતું તે પત્ર ઉચો કરી કહેવા લાગ્યો કે“આ સુલેહને કાગળ મારે ખુદ રાવળજામને હશેહથ આપવાનો છે.” હજુરીઆઓએ તે કાગળ માગતાં તેણે આપે નહિં. ને કહ્યું કે જામસાહેબ સીવાય હોઈને નહિ આપું” એ સાંભળી ઉઘાડે શરીરે નવા બેઠેલા ઠાકારશ્રી હરોળજીએ હાથ લંબાવી કહ્યું કે, “હું જામસાહેબ છું હું. લાવ તે કાગળ” આવનાર સ્વાર કંઈ જામસાહેબને ઓળખતો નહતો. પરંતુ આસપાસ ઉભેલા ખીજમતદારો અને “જય આશાપુરા જામજયતિ”ના રાજચીનથી ફરકતા વાવટા વાળા તંબુ નીચે રૂપાના બાજોઠ ઉપર નાવા બેઠેલા પ્રચંડ શરીર અને તેજસ્વી કાંતિવાળા રાજવીને જ જામરાવળજી ઘારી એ પત્ર તેઓશ્રીના (ભાઈ હરધોળજીના) હાથમાં ચડે ઘોડેજ આપે. તુરતજ ઠાકરિશ્રી હરધોળજીએ તે કવર શિડયું. આજુબાજુના ઉભેલાં માણસેની દષ્ટિ પણ ડાતા કવર ઉપરજ હતી. એ તકને લાભ લઈ આવેલા સ્વાર જાંબવેચે ઠારશ્રી હરધોળજીની ઉઘાડી છાતીમાં ભાલાંને જોરથી ઘા માર્યો ને તે એક જ ઘાએ ઠાકરશ્રી હરળ છ. ત્યાંજ કામ આવ્યા. (વિ. સં. ૧૬૦૬) * ભાલાને ઘા મારી જાંબવેચ(કરશનજી) દોડતે ઘોડે પિતાની છાવણી તરફ વળ્યો, અને જામની છાવણીમાં દગો દગો એ જબરે કેલાહલ થવા લાગ્યો, એ સાંભળી જામશ્રી રાવળજી જાગતાં પોતાના પ્રિય બંધુ ઠાકરશ્રી હરધોળજી કામ આવ્યાના માઠા ખબર સાંભળી, જેમ લક્ષમણને મુરછા આવતાં શ્રીરામચંદ્રજીને થયું હતું તેમ દુ:ખ ઉત્પન્ન થતાં ઘણુજ દીલગીર થયા પરંતુ ક્ષાત્ર ધર્મ યાદ કરી, હીંમત લાવી હુકમ કર્યો કે “ હરધોળજીનો માર જીવતે જવા પામે નહી જલદી પાછળ ચડે અને મારે” હુકમ મળતાંજ શુરવીર સામતે પાછળ પડયા એ વિષેનું કાવ્ય છે કે _ છI ढळे भोम हरधोळ, प्राण मुगत अत पायो । જ આ લડાઇ વિભાવિલાસમાં જામનગર વસાવ્યા પહેલાં થઈ હતી તેમ લખેલ છે. પરંતુ બીજા ઇતિહાસમાં આ લડાઈ વિ. સં. ૧૬૦૬ માં થયાનું લખેલ છે. વળી ધોળના દફતરમાં ઠારશ્રી હરઘોળજી વિ. સં. ૧૯૦૬ માં મીઠેઇના યુદ્ધમાં કામ આવ્યાનું લખેલ છે. તે ખરૂં છે. જામનગર વિ. સ. ૧૫૯૬ માં વસ્યું તેથી આ યુદ્ધ જામનગર વસ્યા પછી લગભગ દશવર્ષે થયું છે
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy