________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ) જામ રાવળછના બંધુશ્રી હરધોળજી તથા મોડજી તથા રવાજી, કે જેઓ શત્રુએના દળનું નિકંદન કરનારા મહાન શૂરવીર ત્રણે બંધુઓ પધાર્યા તેમજ ઠાકરી હરઘોળજીના કુમારશ્રી જશેજ પણ નાની વયના હતા. છતાં સાથે પધાર્યા હતા. અને સેઢા પરબતછના પુત્ર તેજી સેઢા વિગેરે પિતપતાનાં સિન્ય સાથે આવ્યા હતા,
ઉપર લખ્યા કેટલાક અમીરે, રથમાં તથા કેટલાએક સુખપાલમાં બીરાજી, ફરકતે નિશાને અત્યંત હર્ષથી તૈયાર થઈ, જામશ્રીના આગળ આવ્યા, એ વખતે જામશ્રી રાવળજીએ બખ્તર ભીડી માથે ટેપ પહેરી, છત્રીસે આયુદ્ધો ધારણ કરી મૂછે વળ દઈ, ઘણાક કસુંબા પાઈ, (પી) જગદંબા આશાપુરાનું નામ લઇ, પીતામહ: કૃષ્ણને યાદ કરી, ઊંચકવા નામના પોતાના ઘોડા ઉપર સ્વાર થયા. એ વખતે નકીબેએ ઘણું ખમાં કહી, હાલેકરી, બંદીજનો બીરદાવળી બોલવા લાગ્યા, મેઘાડંબરછત્ર ધારણ કરેલા જામશ્રી રાવળજી ઊચશ્રવા અશ્વ ઉપર ઇંદ્ર માફક શેભવા લાગ્યા, અને ફેજ વાદળાઓની માફક રોભવા લાગી, પુષ્પ ઉપર જેમ ભ્રમર કાયમ પ્રીતી રાખે છે. તેમ યુદ્ધમાં કાયમ પ્રીતી રાખનાર, પ્રતાપી, વીર જામરાવળે શત્રુની સેના સામી કુચ કરી, એ વખતે જયનાદ થનાં નગારા ઉપર ઘસાઓ અને સીધુડા રાગનાં વાછની ગર્જનાઓ થવા લાગી એ વિષે કાવ્ય.
I war शेश शीप सळसळे, हलत हल हले धरा हुव ।। कमठ पीठ कळमळे, दाट वाराह लळे दुव ।। चत्र दण चळवळे, ध्यान सिद्ध टळे सभ्रमधर ॥ अरक तुरंग आफळे, पेख आतंक आपंपर ।।। नरकेक आय अनमि नमे, भरण पेस कारण भळे ॥ करचडे जामरावळ कटक, गरव दहळ अरीहां गळे ॥१॥ वि. वि.
અર્થશેષનાગનું માથું હલવા લાગ્યું, પૃથ્વીને ધારણ કરનાર કાચબાની પીઠપણ કળમળવા લાગી, વારાહની દાઢપણ દુખવા લાગી, કુળ પર્વતે પણ ડગવા લાગ્યા, મહા જોગેશ્વરની સમાધી ખુલી ગઈ, અને સૂર્યને સંભ્રમ થવાથી તેને ઘોડે પણ અથડાઇ ગયે, ભય લાગતાં કેટલાક અનમી રાજાઓ પણુ શરણે આવી પેસકસી કબુલ કરી. જામશ્રીના તાબેદાર થઈ રહ્યા. આ પ્રમાણે જામશ્રી રાવળજીનું કટક જોઇ, શત્રુઓના પણ ગર્વ ગળી ગયા.
એ પ્રમાણે જામનગરથી ચિકરી, મીઠેઇ નામના ગામે જઇ શત્રુઓની રોજથી એક ગાઉને અંતરે જામરાવળજીએ દેઢલાખની ફેજથી પડાવ નાખે, અને ત્યાં રાત્રિ રહી બીજે દિવસે સૂર્ય પ્રકાશતાં સૈન્યના નગારચીને હૂકમ કર્યો