________________
જામનગરને ઇતિહાસ.
(અષ્ટમી કળા) ૧૧૭ ચારવા એક છોકરે રાખ્યું હતું, તે છોકરે જાતે “રજપુત” હતો પણ તેનાં માબાપ નાનપણમાં ગુજરી ગયા હોવાથી આ ભરવાડનું ધણચારી ગુજરાન ચલાવતો.
સનીની ગાય તુરતમાંજ વીયાણુ હતી. અને બન્ને વખત પુષ્કળ દુધ આપતી હતી. એક દિવસે, સવારમાં તે ગાયને દઈ ભરવાડના ગાળામાં ચરવા મેલી અને સાંજે ઘેર આવતાં ગાયે દેવા દીધું નહી, તેથી કંઈ માંદી હશે તે હેમ આવ્યે, સવારમાં બીજે દહાડે ગાયે દેવા આપ્યું, ને ઘણુમાં ચરવા મેલી રાત્રે પાછું દાવા ન આપ્યું આમ દરરેજ થતાં, સેનીને વહેમ પડયે કે “ગાય સેજી છે. માટે નકી ધણ ચારનાર દેઈ લેતો હશે એમ ધારી રાત્રે ભરવાડને ઘેર જઈ બધી બીના કહી સંભળાવી, ભરવાડે ધણ ચારનાર છોકરાને પુછયું તે નિર્દોષ હતો તેથી તેણે તુરતજ સેગન ખાઈ, કહ્યું કે “હું કશું જાણતો નથી ” બીજે દહાડે ભરવાડની ભલામણ ઉપરથી અને વળી પિતા ઉપર જુઠું કલંક આવતું હોવાથી તે છોકરે બરબર તે ગાય ઉપર ધ્યાન રાખ્યું, જંગલમાં ચરતાં ચરતાં ગાયના ટેળાથી તે ગાય જુદી પડી, આ ટેકરા ઉપર ચડી, ગોવાળ તેની પાછળ છુપી રીતે ચડયો, જઈને જોયું તો એક ખાડે હતા, ત્યાં ગાય આવીને ઉભી રહી, કે તુરતજ ચારે આંચળમાંથી દુધની ધારાઓ પડવા લાગી, તમામ દૂધ, વષી (ખાલી થઈ) રહ્યા પછી ગાય ચાલી નીકળી અને ટોળા સાથે ભળી ચરવા લાગી, આવી ખાત્રી થયા પછી, તેણે પોતાના માલીકને વાત કરી, ને સોનીને બોલાવી કહ્યું કે, ભાઇ “ તારી ગાયના દુધનો ચોર નથી, પણ એ ગાય પોતેજ છે ? પછી તેની પણ ત્રણ ચાર દિવસ સાથે જંગલમાં તેડી જઈ, ખાત્રી કરાવી.
તે જોઇ સેની ઘણુંજ આશ્ચર્ય પામ્યા, અને તે પછી તે દરરોજ તે ખાડામાં પુજા કરવા આવતો, “રજપુતને છોકરે (ગેવાળે) તેનું કારણ પુછતાં સનીએ કહ્યું કે અહી કઈક ચમત્કારિક દેવનું સ્થાન જણાય છે, એ ઉપરથી બીજે દિવસે તે છોકરે ત્યાં થોડું ખેદ્ય, ત્યાં “જળાધારી સહીત મહાદેવનું બાણ જડયું? સોની પુજા કરવા આવતા તેણે તે છોકરાનેં કહ્યું કે, આ શંભુ-સ્વયંભુ, (જ્યોતીલગ) કહેવાય, કેમકે પિતાની ઈચ્છા પ્રગટ થયા છે. અને આના ઉપર કેઈ આસ્તા રાખે તો ધાર્યું ફળ મળે, આ વા તે ચાલાક છોકરે સમજી લીધાં અને બીજે દહાડે મધ્યાનકાળે નાહી ધોઈ, સ્વચ્છ થઇને કમળપુજા કરવાનો વિચાર કરી મહાદેવ સન્મુખ, બેસી પોતાના જ હાથે માથું કાપીને મહાદેવને (માથારૂપી) કમળ ચડાવી પૂજન કર્યું, આમ માથું કપાયું પછી ધડે પૂજન કર્યું. એ વીર પુરૂષ ઉપર મહાદેવ રીઝયા. અને તે જીવનો તમારી માતાજીને પેટે અવતાર ધરાવ્યું, ને આપ રાવળજામના નામે પ્રસિદ્ધ થયા,
આ હકીક્ત સાંભળી સહુ આશ્ચર્ય પામ્યા, અને જામ રાવળજીના પૂર્વ જન્મની વીરતા સાંભળી સહુ તેને ધન્યવાદ આપવા લાગ્યા.