________________
જામનગરના ઇતિહાસ. (અષ્ટમી કળા ) ૧૧૩ અને તે ગાદી ઉપર જે રાજાઓ થશે તે નિલય અજીત એક એકથી અધિક રણના જેવા દાતાર બાદશાહેાને થાપવા ઉથાપવાસમ સ` રાજાઓના શિરોમણી થઇ પશ્ચિમના પાદશાહે ”ની પદવી ધારણ કરી પ્રજાને પાળવામાં તત્પર અને જેઓના હુકમ ન ફ્રે એવા સમ થશે.અને આ શહેરની રૈયત પણ બહુજ દ્રવ્યવાન નવનિધિ સહિત તથા બહુજ હુન્નર ઉદ્યોગને કળાકુશળવાળી સુખી રહેશે. એમ શુકન જોનારાઓએ ભવિષ્ય કહ્યું પછી તે વખતે વિધિ સહુ હોમ કરાવી વેદમંત્રાના, ઉચ્ચાર કરાવી, પૃથ્વીની પ્રતિષ્ઠા કરાવી બ્રાહ્મણોને વરેણીમાં વરાવી, જન્મપત્રીની પૂજા કરી, સવે ઉમરાવેાને ભેળા કરી વાંચી સ`ભળાવી અને શહેરનું નામ “ નવાનગર ” પાડયું. સવે એ ધન્ય ધન્ય શબ્દો ઊચ્ચાર્યાં, ત્યારપછી ઘણા પ્રેમથી નાગેશ્વર મહાદેવને તથા વીસાત માતાને પુજ્યાં, આશાપુરાજીનું સ્થાનક મનાવી તેમાં માતાજીની પ્રતીમા સ્થાપી તથા મામઈ માતાનું પણ સ્થાનક બાંધી મન, વચન, અને ક્રિયાથી જામ રાવળજીએ પૂજન કર્યુ છે
ઉપર પ્રમાણે નવાનગર ( જામનું નગર એટલે લેાકા જામનગર 2 પણ કહેવા લાગ્યા, તે) વસાવ્યા વિષેના સંસ્કૃત શ્લેાકેા તથા તેની જન્મકુંડળી અને ચારણી ભાષાનું કાવ્ય ઉપર લખવામાં આવેલ છે. હવે તે શહેર વસાવ્યા વિષેની લોકીક “ દંતકથા ” જે વૃદ્ધો આગળથી સાંભળવામાં આવેલ છે તેના ટુસાર પણ જાણવા યાગ્ય હેાવાથી નીચે મુજમ લખવામાં આવેલ છે.
“ જુની થાંભલી રોપી તે વિષેની દંતકથા
""
શુભ શુકન અને વેળા જોઇ, જોષીએ જામશ્રી રાવળજીના શુભ હસ્તકે સ્થંભ રોપતાં કહ્યું કે રામર શેષનાગના માથા ઉપરજ ખીલી મારી છે ” તેથી આ સ્થળ ચક્રવતી રાજાનું મહાન ગાદીસ્થળ થશે, આ વાકયા સાંભળી કેટલાએક અશ્રદ્ધાળુઓએ જામશ્રી સામું જોઇ, જોશીની મશ્કરી કરી કહ્યું કે, · આખી પૃથ્વીમાં બરાબર આ ખીલી નીચેજ શેષનાગનું માથું આવ્યુ? એ વાકય સાંભળી જામ રાવળજી પણ જરા મંદ મંદ હસ્યા, એથી જોશીએ જરા ક્રોધના આવેશમાં આવી ખીલી પૃથ્વીમાંથી ખેંચી કાઢી ત્યાં અંદરથી લેહીની સેડ થતાં આ દૈવી ચમત્કારથી સહુ આશ્ચય પામ્યા અને જલદી એજ જગ્યોએ ખીલી પાછી નાખી, એટલે જોષીએ કહ્યું કે એ પળ ગઇ, હવે તેા ખીલી મસ્તક આધુ જતાં પુંછડાના ભાગ તરફ પડી, એથી આ રાજ્ગાદી ઉપર નહી ધારેલા રાજા ગાદીએ આવશે. કદાચ કોઇ પાટવીકુમાર ગાદીએ આવરો તા તેના વખતમાં નધારેલી આફત આવશે. અને હાથમાંથી રાજ્ય ગાદી જવાના વખત આવશે. પણ આ ભુમી બળવાન હોઇ ગાદી જશે નહીં તેમજ અત્યારની મહાન સત્ક્રાંતીના યાગે આપશ્રીના વશમાં આ તખ્ત ઉપર ઘણાજ પ્રતાપી, વીર, બુદ્ધિશાળી અને મહાન ઊદાર રાજાએ થશે.
ઉપરના સ્થંભની પ્રતીષ્ઠા કરી તે વખતે બાજુમાં બીજી બે થાંભલી