________________
જામનગરના ઇતિહાસ. (अष्टमी उमा )
૧૦૧
કયાગથી ભાવિની પ્રબળતાને લીધે એવા કોઇ ક્રુજીયો ઉત્પન્ન થયો કે તે કાઇથી અટકાવી શકાયો નહિં.
આમ ત્રણ માસ સુધી કુંટુંબ કલહ થતાં રાજા પ્રજા અને મુંઝવા લાગ્યા તેથી તે કલહુનો અંત લાવવા જામશ્રી રાવળજી એક દિવસ પેાતાના અમીર સાથે મંત્રી વિચાર કરવા લાગ્યા. એ વખતે પેાતાના સાચા સલાહકાર રાજ્ય કવિશ્રી ઇસરદાસજીએ નીચેના વાક્યો કહ્યા છે કે—
॥ दोहा ॥ कळह बळ्यो तिण कारणे, लखदळ लाय खेंगार ॥ बारट इसर बोलीया, रावळ वेर विचार ।। १ ।। वंश विरोध करवो नर्हि, जो नर होय सुजाण ॥ कूडी माया कारणे, एतो लडे अजाण ॥ २ ॥ कौरव अरु पांडव कीयो, कळह महाधर काज ॥ भोमी कींणी न भोगवी, रहिया अध विचराज ॥ ३ ॥ गोत्र हत्या जे करे, पडे सु कुंभी पाक ।।
वेद पुराण शास्त्रवदे, सूरनर पूरे साक ॥ ४ ॥
(वि. वि . )
ઉપર પ્રમાણે ભારેટજીનાં સત્યવચન સાંભળી મંત્ર વિચારણા કરતાં અ રાત્રિ વિતી હોવાથી જામશ્રી રાવળજી પાઢવા પધાર્યાં ત્યાં પ્રભાતે સ્વપ્નમાં કુળદેવી આશાપુરાએ દર્શનઆપી નીચે મુજબ કહ્યું કે:—
॥ दोहा ॥
कींनो रावळ कुडतें, मुंसाथे करमान ॥
मदपी हामो माओ, मांने दही जमान ॥ १॥ दुजो होयतो दाखघुं, ममलोपे मरजाद ॥ रावळ तुं रहीओ शरण, ओमन आवे याद ॥ २ ॥ चींतामकर न चींतरे, उतर दरीयापार ॥ कछधर हुकम न ताहरो, हुंतो दीयुं हलार ॥ ३॥ अरजी रावळ ओचरे, मा किम साच मनाय ॥ सोनांणी दीजें सकत, राजीथी रवराय ॥ ४ ॥
॥ आशापुरावचन ॥
ओ आवे दधि उतरी नभे जोगवड नाम ॥
तो छौं भेरे ताहरी, जाणे रावळ जाम ॥ ५ ॥ (वि. वि . )